RATILAL VAYEDA

Tragedy Crime Inspirational

3  

RATILAL VAYEDA

Tragedy Crime Inspirational

સ્મિત

સ્મિત

3 mins
149


શ્રી દેવેન્દ્ર આયંગર કોચીનમાં સરકારી ચીફ એન્જિનિયર હતા.એન્જિનિયર તરીકેની તેની કારકિર્દી ખૂબ તેજસ્વી હતી. ખૂબ માન સન્માન પામતા હતા.

તેનો એક પુત્ર હતો શ્રીધર. તે પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તે પણ એન્જિનિયર બની અને કેનેડા નોકરી કરવા માટે ગયો. ઘણા વર્ષોથી ત્યાં જ સ્થાયી થઈ અને નોકરી કરવા લાગ્યો અને પરદેશી સ્ત્રીની સાથે તેણે લગ્ન કરી લીધા. તેને એક પુત્ર પણ થયો.

શ્રી દેવેન્દ્ર નિવૃત્ત થયા તે તેની પત્ની સાથે કોચીનમાં રહેતા હતા. વૃદ્ધાવસ્થાને કારણે તે પોતાના પુત્રને ભારત આવી પોતાની સાથે રહેવા માટે બોલાવતા હતા, પરંતુ ઘણા વર્ષોથી તે ભારત આવ્યો જ ન હતો. પુત્રવધુ અને પૌત્રનું માતા પિતાએ મોઢું પણ જોયું ન હતું, તેથી તેઓ તેને જોવા માટે ખૂબ તલસતા હતા.

દેવેન્દ્રભાઈ અને તેના પત્ની બંને પુત્ર વિરહમાં તડપતા હતા. દિવસે દિવસે તબિયત પણ લથડતી હતી. એક વખતે તેના પુત્રનો ફોન આવ્યો કે હું ભારત આવી અને તમને કેનેડા તેડી જવા માગું છું. માતા-પિતા ખૂબ જ રાજી થઈ ગયા.

એક દિવસ શ્રીધર એકલો જ આવ્યો. તેના માતા-પિતાને મળ્યો. થોડા દિવસ સાથે રહ્યા ત્યાર પછી શ્રીધરે કહ્યું કે આપણું આ જૂનું મકાન છે તે વેંચી દઈએ અને હવે તમારે અહીંયા રહેવું નથી. આપણે બધા સાથે કેનેડામાં રહેશું. પિતાએ પણ ખુશી બતાવી. બે કરોડ રૂપિયાની કિંમતમાં મકાન તેણે વેંચી નાખ્યું. પૈસા પુત્રના હાથમાં આપ્યા. 

બે ત્રણ દિવસમાં કેનેડા જવાનું છે અને આપણી ટિકિટ આવી ગઈ છે. તેવું દેવેન્દ્રએ તેના માતા પિતાને જણાવ્યું.

કેનેડા જવા માટે ઘરેથી ત્રણે જણા નીકળ્યા. માતા પિતાને એરપોર્ટ ઉપર બેસાડી અને તેને જણાવ્યું કે તમે અહીંયા બેસો, આપણા પ્લેનને હજુ વાર છે. અને હું તપાસ કરી અને આવું છું.

માતા પિતાનો પ્રેમ, તેણે આપેલું શિક્ષણ, બલિદાન, બધું ભૂલીને માનવતા રહિત, અને નિર્દય બનીને બંનેને એરપોર્ટ ઉપર છોડી અને તે પ્લેનમાં બેસી ગયો.

ત્રણ ચાર કલાક સુધી દેવેન્દ્ર પાછો ન આવતા માતા પિતા અકળાયા અને તેને તેની તપાસ કરી. એરપોર્ટ પરથી જાણવા મળ્યું કે કેનેડા જવાનું પ્લેન તો ક્યારનું રવાના થઈ ચૂક્યું છે અને શ્રીધર નામનો વ્યક્તિ પણ તેમાં સવાર થઈ અને નીકળી ચૂક્યો છે.

 તેઓ ઉપર જાણે વીજળી પડી ! પુત્રએ કરેલો આવો દગો માતા પિતા સહન ન કરી શક્યા. બંને ખૂબ જ આઘાતમાં પડી ભાંગ્યા અને એરપોર્ટ ઉપર પોકે પોકે રડવા લાગ્યા.

એરપોર્ટવાળા લોકોએ તેઓને આશ્વાસન આપ્યું અને એક વૃદ્ધાશ્રમમાં બંનેને મૂકી આવ્યા, કારણ કે હવે કોચીનમાં રહેવા માટે તેની કોઈ જગ્યા ન હતી.

દેવેન્દ્રભાઈએ પોતાના પુત્રને ઘણા બધા ફોન કર્યા પરંતુ તેનો ફોન બંધ હતો.

 તેનું પેન્શન ચાલુ હતું. તેથી ગુજારામાં કોઈ તકલીફ ન હતી. પતિ-પત્ની બંને ભારે દુઃખી હતા. બે એક વર્ષની રાહ જોઈ અને તેની તબિયત વધારે વધારે ખરાબ થવા લાગી. ત્યારે તેઓએ નક્કી કર્યું કે ચાલો આપણે પોતે જ કેનેડા ચાલ્યા જઈએ.

 પતિ પત્ની બંને કેનેડા શ્રીધરના ઘરે પહોંચ્યા.

 શ્રીધરને ભેટી પડે છે અને ખૂબ સ્મિત કરી અને કહે છે કે વાહ રે વાહ તે અમને આવો દગો દીધો ? એરપોર્ટ ઉપર અમને નોંધારા મૂકીને કહ્યા વિના તું ચાલ્યો ગયો ? ચાલ કાંઈ વાંધો નહીં ! અમે ખુદ તારી પાસે આવી ગયા. તું તો મારો પુત્ર છે. મારી જે કોઈ મિલકત છે એ બધી તારી જ છે. પરંતુ આવો દગો ન કર્યો હોત તો મને કોઈ ધોખો ન થાત. તેમ કહી માતા-પિતા રડી પડે છે. શ્રીધરે માતા પિતાને કરેલો અન્યાય બદલ ખોટા સાચા બહાના કરે છે. 

પુત્ર કરોડોની મિલકત હડપ કરી ગયો. માતા-પિતાને પાછલી જિંદગીમાં ભયાનક દગો દીધો અને છતાં પણ પિતાએ દરિયાદિલ રાખી સ્મિત પૂર્વક પુત્રને વધાવી લીધો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy