STORYMIRROR

RATILAL VAYEDA

Abstract

3  

RATILAL VAYEDA

Abstract

જાદુઈ પંખી

જાદુઈ પંખી

1 min
169

એક રાજા પાસે એક પંખી વેચનાર આવ્યો. તેને રાજાએ સો સોના મહોર આપી તે પંખી ખરીદી લીધું. રાજકુમાર આ પંખી સાથે રોજ રમે અને આનંદ કરે. રાજકુમાર મોટો થઈ ગયો. એક વખતે પંખીએ રાજકુમાર ને કહ્યું કે હું તારા માટે સુંદર રાજકુમારી શોધી લાવ્યો છું. તો તેની તું સાથે લગ્ન કરીલે.

રાજકુમારે પંખીને કહ્યુ," એ કેવી રીતે શક્ય  છે?"

પંખી:-"એ બધું હું કરી આપીશ તારે કાંઈ કરવાની ચિંતા નથી."

એક દિવસ પંખી રાજકુમારના માથા ઉપર બેસી ગયું અને તેની સાથે જ રાજકુમાર તે પંખી બની ગયો. પછી બંને આકાશમાં ઊડતાં ઊડતાં રાજકુમારીના મહેલમાં ગયા. ત્યાં જઈ અને રાજકુમારીને જોઈ .તેના સૌંદર્યથી રાજકુમાર આકર્ષાયો અને લગ્ન કરવા તૈયાર થઈ ગયો.

પંખીએ પોતાની જાદુઈ વિદ્યાથી રાજકુમારને પંખીમાંથી રાજકુમારનું સ્વરૂપ આપી દીધું. રાજકુમાર અને રાજકુમારી બંને મળ્યા એકબીજાને પસંદ કર્યા.

 લગ્નને માટે સંમતિ આપી. પંખીએ પોતાના જાદુઈ વિદ્યાથી રાજકુમારીના પિતાને પણ મનાવી લીધા અને બંનેનાં ધામધૂમથી લગ્ન કરી અને પોતાની કન્યાને રાજા એક વિદાય આપી.

ફરી પંખી રાજકુમારની માથે બેઠો ,ત્યાર પછી રાજકુમારીની માથે બેઠો અને આમ થવાથી તેઓ ત્રણે પંખી બની ગયા. ઊડતાં ઊડતાં રાજકુમારના રાજમહેલમાં આવી માનવ સ્વરૂપમાં આવી ગયા અને સૌને મળ્યા. પંખીએ રાજાને બધી વાત કરી.

રાજા પણ પોતાની પુત્રવધૂને જોઈ અને ખૂબ આનંદમાં આવી ગયો અને રાજ મહોત્સવની જાહેરાત કરી. પછી ધામધૂમથી રાજ્યમાં લગ્ન મહોત્સવ ઉજવાયો. રાજકુમાર અને રાજકુમારી આનંદથી રહેવા લાગ્યા પંખીને પણ ખુશી થઈ તે પણ મહેલમાં તેની સાથે રહેવા લાગ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract