હે જાદુઈ ચિરાગ તમે આવો
હે જાદુઈ ચિરાગ તમે આવો


વેદ, પુરાણ, શાસ્ત્ર, સંતો, મહંતો, મહાવીર, બુદ્ધ,જગતના ચૌદ મહાન ધર્મો, ગાંધી અને મોદીએ અત્યાર સુધી આ બધાએ ભેગા મળીને આ દુનિયાના દુઃખ દર્દ દૂર કરવા પ્રયત્નો કર્યા, પરંતુ હજુ પણ તેનો કોઈ અંત નથી.
આજે દુનિયા દુઃખી છે. ગરીબી, શસ્ત્રો, યુદ્ધો, આતંકવાદ,જાતિવાદ, આંતરિક ઝઘડાથી દેશ દેશ ના ઝગડા ભાષાના ઝગડા, પ્રાંતવાદ આ માનવજીવનને પીડે છે.
દુનિયામાં કોરોનાએ કરોડોને પોતાના ખપ્પરમાં હોમ્યા છે, હજુ તેનો કહેર ચાલુ જ છે. ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ થઈ રહી છે. જો આ યુદ્ધ થશે તો જગતમાં ચોથું વિશ્વ યુદ્ધ લડવા માટે એક પણ પથ્થર જડસે નહી.
દુનિયામાંથી સુખ-શાંતિ ચાલી ગઈ છે. લોકો ભારે દુઃખી છે. સમાજમાં, કુંટુંબમાં
, આંતરિક ઝગડા, ખેંચા ખેંચી, કોઈને પણ શાંતિ નથી. માણસ પૈસાની દોડમાં છે અને શાંતિ ગુમાવી ચુક્યો છે. દોડા દોડીમાં માનવે શરીરનો ખો કર્યો છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય છે. આવી સ્થિતિમાં દુનિયા ક્યાં સુધી ચાલશે?કુદરતપણ.રૂઠીછે.. ભૂકંપ,ભૂસ્ખલન,પર્યાવરણનું અસુંતુલન,કુદરતી હોનારત,જેનો માનવી સામનો કરેછે.
હે જાદુઈ ચિરાગ તમે પ્રગટ થાવ. પાર્થે જે રીતે બાંણ ચઢાવ્યું હતું તે રીતે તમે તમારા ચિરાગથી આ બધાં દુઃખોને દૂર કરો. માનવજાતિને શાંતિ આપો.આવો તમે જ હવે આ કામ કરી શકશો. હે જાદુઈ ચિરાગ તમારી આ દુનિયાને સખત જરૂરત છે, સખત જરૂર છે સખત જરૂરત છે, તો જલ્દી આવો અમારા દુઃખ-દર્દ દૂર કરો. બીજો કોઈ રસ્તો અમને દેખાતો નથી.