ચોકલેટ
ચોકલેટ


સાતમી જુલાઈને વિશ્વ ચોકલેટ દિન તરીકે ઉજવવામાં આવે છે.
ચોકલેટની બનાવટમાં મુખ્યત્વે કોકોના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. તે અમેરિકાના વર્ષા વનમાં, મેક્સિકો, બ્રાઝિલ આ ઉપરાંત દુનિયાના જુદા જુદા ભાગોમાં જેમકે આફ્રિકામાં કોંગોનો પ્રદેશ, ઘાના, આઇવરી કોસ્ટ, યુરોપના ભૂમધ્ય સમુદ્રનો પ્રદેશ, તેમજ આ ઉપરાંત દુનિયાના જુદા જુદા ભાગોમાં કોકોનું આજે ભારે ઉત્પાદન થઈ રહ્યું છે. ભારતમાં પણ દક્ષિણ ભારત ઉત્તર ભારત અને ઘણા બધા ભાગોમાં કોકોનું વાવેતર કરવામાં આવે છે. અને ચોકલેટ બનાવવાનો ઉદ્યોગ વિકાસ થયો છે.
કોકોના બીજ સામાન્ય રીતે કડવા હોયછે. તેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં મધ, ખાંડ તેમજ અન્ય મીઠાશ જરૂરત પ્રમાણે ઉમેરવામાં આવે છે અને દૂધની સાથે તેને પ્રક્રિયા કરી સ્વાદ અને સુગંધ વધારવા માટે જુદા જુદા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી પીવાની, તેમજ ખાવાની ચોકલેટ બનાવવામાં આવે છે. બ્લેક ચોકલેટ પણ બનાવવામાં આવે છે તેનો સ્વાદ સામાન્ય રીતે થોડો કડવો હોતો હોય છે.
૧૫૨૮ ની સાલમાં સ્પેનના રાજાએ અમેરિકાના મેક્સિકોની ઉપર હુમલો કરી અને ખાસ કરી અને કોકોમાંથી ચોકલેટ બનાવવાનાના ઉત્પાદનમાં જે સાધનો હતા તે સાધનો પોતાના દેશમાં લાવ્યા અને સ્પેનની અંદર વ્યવસ્થિત રીતે આ ચોકલેટનું ઉત્પાદન થવા લાગ્યું.
યુરોપમાં ૧૫૫૦ થી ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે, અને ત્યાર પછી તો દુનિ
યાના જુદા જુદા દેશોએ આ ઉજવણી ચાલુ કરી દીધી ૨૦૦૯થી તેનું વધારે પ્રચાર કરવામાં આવ્યો. કોકોનો સૌપ્રથમ પીણાં તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, અને ત્યાર પછી ધીરે ધીરે ડોક્ટર સર હેસ સ્લોને તેને પીવા યોગ્ય અને દૂધ ઉમેરી અને ચોકલેટ તરીકે તેને તૈયાર કરી અને દુનિયા સમક્ષ રજૂ કરી. દુનિયાના જુદા જુદા દેશો જુદા જુદા પ્રકારની ચોકલેટો બનાવવા લાગ્યા અને ખાસ કરી અને હાલમાં કેડબરી ચોકલેટ દુનિયામાં ખૂબ જ વખણાય છે. તે જુદા જુદા પાંચ અને તેના કરતાં પણ વધારે સ્વાદમાં આજે બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ચોકલેટ કોફી પણ બનાવવામાં આવે છે. બ્લેક ચોકલેટ પણ બજારમાં ઉપલબ્ધ છે.
ચોકલેટ ખાવાથી માનસિક આનંદ અને ઉત્તેજના રહે છે. મૂડ બનાવવાના કામમાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બ્લેક ચોકલેટ ખાસ કરીને હૃદય રોગના જે દર્દી હોય છે તેના માટે પણ ઉપયોગ કરવામાં આવે છે અને તે પણ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી લેખવામાં આવે છે.
ચોકલેટ ખાવાથી મગજમાંથી અંતર સ્ત્રાવોને કારણે આનંદમાં આવેછે. શુભ પ્રસંગોમાં ગિફ્ટ દેવા માટે ચોકલેટનો મોટાભાગે ઉપયોગ કરવામાં આવે છે. તેના નાના મોટા અનેકપ્રકારના આકર્ષિત પેકેટમાં બનાવવામાં આવે છે. લોકો એકબીજાને ભેટ તરીકે આપે છે. તેમાં પણ કેડબરી ચોકલેટની બોલબલા છે.
ચાલો તમે પણ વિશ્વ ચોકલેટ દિનના નિમિત્તે મીઠું મોઢું કરો અને બીજાને કરાવો.