RATILAL VAYEDA

Abstract

3  

RATILAL VAYEDA

Abstract

સુપરમેનનું સુપર કામ

સુપરમેનનું સુપર કામ

1 min
198


સુપરમેનના કાર્યોથી પ્રભાવિત થઈ અને બાળકોને ઘણું મનોરંજન મળતું હતું, અને સાહસિક કાર્યો કરવાની પ્રેરણા મળતી હતી.

એકવાર બધા બાળકો ભેગા થઈ અને સુપરમેનને વિનંતી કરી,"સુપરમેન, તમે તો ઘણા બધા કાર્યો કરી શકો છો પરંતુ કેટલાક કાર્યો એવા છે કે જેને કારણે થઈને અમારા મા-બાપ અમને રમવા પણ નથી જવા દેતા અને કોઈ સાહસના કાર્યો પણ કરવા નથી દેતા. જો તમે મદદ કરો તો અમે ઘણું બધું કરી શકીએ."

સુપરમેન એ કહ્યું," બોલો શું વાત છે ? તમે કેમ મૂંઝાવ છો ?"

બાળકોએ કહ્યું,"ગુંડાઓ બાળકોને ઉપાડી જાય છે, ચારે તરફ આતંકવાદ,ચોરી, લૂંટફાટ, દગાબાજી, હિંસા, લાંચરૂશ્વત, બળાત્કાર આવા બનાવો રોજબરોજ બને છે. જો તમે આવા કામ કરનાર લોકો સામે પગલાં લો તો દેશમાં શાંતિ સ્થપાઈ જાય અને અમને તો ખૂબ મજા આવે."

સુપરમેને જવાબ આપ્યો," હા તમારી વાત સાચી છે, પરંતુ તમે કોઈ મને આ બાબત જણાવતા નથી તેથી હું શું કરું ?"

બધા બાળકો એકી અવાજે બોલ્યા કે,"હા, સુપરમેન, આ કાર્યો તમારે જ કરવાના છે જલ્દીથી શરૂ કરી દો."

ત્યાર પછી સુપરમેને પોતાના સુપરપાવરથી આ બધા ગુંડા તત્વો તરફ સપાટો બોલાવ્યો. આતંકવાદીઓનો નાશ અને જેલ ભેગા કર્યા, ગુંડાઓને ફટકાર્યા, દુરાચારીને સરકારમાં જાગૃતિ લાવી અને જેલ ભેગા કર્યા. આમ તેણે કામ આરંભી દીધું છે. હવે જ્યારે જ્યારે જ્યાં સુપરમેનની નજર પડે છે, ત્યારે આ કાર્યો તરફ તે આગળ વધે છે અને આવા દુષ્કૃત્યોમાં થોડો થોડો ઘટાડો થતો આવ્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract