RATILAL VAYEDA

Abstract

1  

RATILAL VAYEDA

Abstract

પર્યાવરણ બચાવો ! વૃક્ષો વાવો !

પર્યાવરણ બચાવો ! વૃક્ષો વાવો !

2 mins
1.8K


પાંચમી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .જગતના મહાન વૈજ્ઞાનિકો ભેગા મળ્યા અને તેઓએ ચિંતા વ્યક્ત કરી કે જ્યારે આપણે વૃક્ષોનું નિકંદન કાઢીયે છીએ ત્યારે વાતાવરણમાં પલટો આવે છે .જેને કારણે માનવજીવનને અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે.

પહેલાના જગતમાં ૩૦થી ૪૦ ટકા જેટલા જંગલો હતા વૃક્ષોને કાપીને આજે તેનું આપણે નિકંદન કાઢી રહ્યા છીએ અને તેના પરિણામે આખા જગતમાં પર્યાવરણમાં અસંતુલન પેદા થયુછે.

૧. વૃક્ષો એ કુદરતની શોભા છે .તેના મૂળિયા જમીનમાં સેન્દ્રિયપદાર્થને પકડી રાખે છે,અને વરસાદમાં વહેતું અટકાવે છે. તેની ફળદ્રુપતા જાળવી રાખશે.

૨. વૃક્ષોના કારણે પર્યાવરણ સંતુલનમાં રહે છે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને હવામાં તેઓ ઓક્સીજન આપેછે .લાખો અને કરોડો પ્રાણીઓનું, પંખીઓનું નિવા સ્થાન બને છે અને સુંદરતામાં વધારો કરે છે.

૩. વૃક્ષો ફળ, ફુલ અને ઘણી બધી વસ્તુઓ તેમજ લાકડું આપે છે.

૪. વૃક્ષો વરસાદને લાવે છે અને પર્યાવરણને સંતુલીત રાખે છે.

૫. લાખો વર્ષોથી વૃક્ષોને કારણે આપણે જમીનમાંથી ખનીજ તેલ મેળવી શક્યા છીએ. લાખો વર્ષ થયાં સંગ્રહ થયેલો ખનીજતેલના ભંડારો ચાલીશ વર્ષમાં માનવે ખાલી કરી નાખ્યા છે.

આ વૃક્ષોના અનેક ઉપકારો છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે જંગલોનો નાશ કરે છે. તેઓ વસવાટ માટે, ખેતી કરવા માટે ,તેમજ ઘણા બધા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે, લાખો વૃક્ષોનું નિકંદન કાઢે છે. તેના પરિણામે આપણે ઘણું બધું સહન કરવું પડે છે.

વૃક્ષોના નિકંદનને કારણે આજે જ્યાં જુઓ ત્યાં પર્યાવરણમાં ૪0થી ૪૮ ટકા જેટલો ગરમીનો પારો વધી રહ્યો છે. તેને કારણે ઠંડા દેશોનો બરફ પીગળી રહ્યો છે.પુર આવવાની સંભાવનાઓ છે. બીજી તરફ પાણીની તંગી પડે તેવી પરિસ્થિતિ આ જગતમાં ઉભી થશે.

આ પ્રકારની પરિસ્થિતિ જો ચાલુ રહે તો આવતા ભવિષ્યમાં માનવજીવન એ વધારે દુઃખમય બની રહેશે. માટે આજે જાગૃત થાઓ અને વૃક્ષો ઉગાડો, તેનું જતન કરો, વધુ વૃક્ષો વાવો તમે જીવો અને બીજાને જીવવા દો.

દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે. તમે તમારા ઘર પાસે, બગીચામાં ,ફ્લેટમાં રહેતા હોય તો કુંડામાં જ્યાં તમારી અનુકૂળતા પડે ત્યાં ફૂલ, ફળ ના છોડ,વૃક્ષો વાવો તેનું જતન કરો ફરી પાછી આ ધરતીને હરિયાળી બનાવવા માટે માનવ જ કામ કરી શકશે અને કુદરતી વાતાવરણને ફરી પાછું લાવી શકશે.

કુદરતમાં ચારે બાજુ વૃક્ષો ,લીલુંછમ વાતાવરણ, પંખીઓના કલરવ ,પ્રાણીઓની અવરજવર ,સુગંધિત વાયુ ફરી પાછું લાવવું હોય તો જાગૃત બનો વૃક્ષો વાવો. પર્યાવરણ બચાવો અને માનવજાત ઉપર ઉપકાર કરો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract