RATILAL VAYEDA

Abstract Inspirational

2  

RATILAL VAYEDA

Abstract Inspirational

યૌવન વીંઝે પાંખ

યૌવન વીંઝે પાંખ

2 mins
176


એક અંદાજ પ્રમાણે ભારતમાં ૩૦ ટકા જેટલું યૌવનધન છે. જે દેશના રાજકીય, સામાજિક, આર્થિક, ઔદ્યોગિક પ્રગતિ, અને દેશના સાર્વભૌમત્વ માટે મહત્વનું પરિબળ છે.

દેશના યુવાનો માતા-પિતા, ગુરૂ અને વડીલોનું સન્માન કરે. સરકાર દ્વારા તેમજ અન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી છે. આ સંસ્થાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધે અને સંસારિક પ્રવાહમાં ભળતા પહેલા પોતાની આર્થિક ક્ષમતા ઊભી કરે. એ આજના યુવાનોને ખાસ જરૂર છે.

દેશના યુવાન-યુવતીઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને, પોતાનું નામ આગળ વધારે, મા-બાપને, કુટુંબ, જ્ઞાતિ સમાજને સન્માન પ્રાપ્ત થાય. દરેેક યુવાન ઈજ્જત  અને ગૌરવથી માથું ઊંચું કરી અને પોતાનો જીવન નિર્વાહ થઈ શકે, તે પ્રમાણેની જીવન પધ્ધતિનો આ યુવાન અવસ્થા દરમિયાન સંપૂર્ણ વિકાસ કરી અને અમલ કરવાની ખાસ જરૂર છે.

યુવાનોમાં આત્મસન્માન,માયા, મમતા, દયા, પ્રેમ પ્રમાણિકતા વગેરે ગુણોને ખાસ જરૂરત છે આ બાબત ઉપર ધ્યાન રાખી અને દરેકે પોતાનું જીવન ઘડતર કરવું જોઈએ.

તમે કોઈ પણ ક્ષેત્રમાં હો તમારી પ્રમાણિકતા અને નિષ્ઠાને કદી ન છોડતા.અપ્રમાણિકતાની પીઠ થાબડનારા ઘણા બધા લોકો મળશે, પરંતુ તમારા દુઃખના સમયે તમારી પીઠ કોઈ નહીં થાબડે. તમારા કર્મો પ્રમાણે તમને જે કંઈ મળે તેમાં સંતોષ માનો અને આગળ વધો.

હે યુવાનો તમારી સામે દેશમાં અનેક પ્રશ્નો પડેલા છે. ગરીબી, બેકારી, દરિદ્રતા, અપ્રામાણિક, અન્યાય, દુરાચાર, વગેરે બાબતો તરફ લક્ષ આપી અને તેના નિવારણ માટે તમારે જે કંઈ બની શકે તે, ભલે કામ નાનું હોય, તો પણ એ કરવું બહુ જરૂરી છે.

જે દેશના યુવાનોના પગમાં થનગનાટ હોય અને પ્રગતિની પાંખે ઉડવાની તમન્ના રાખતા હોય આવા યુવાનો જ દેશને આગળ લઈ જઈ શકે છે અને ગૌરવ અપાવી શકે છે . યુવાન મિત્રો,દેશને અને તમારી જાતને સમાજને આગળ લાવો. ભગવાને તમને સત્કાર્ય માટે આ પૃથ્વી ઉપર અવતાર આપ્યો છે. ઈશ્વરનો આભાર માનો, પહેલું કામ કરો તમે શાંતિથી રહો અને એકબીજાને મદદરૂપ થાવ તેજ આજના યુવાનો પાસેથી આપણે અપેક્ષા રાખી શકીએ.

હજારો વર્ષોથી ભારત દેશનું નામ દુનિયાના લોકોમાં સન્માનનીય છે. દેશને વધુ સન્માન અને ગૌરવ પ્રાપ્ત થાય તેઓ દરેક યુવાન કોશિશ કરશે એવી આપણે તમન્ના રાખીયે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract