STORYMIRROR

RATILAL VAYEDA

Abstract

1  

RATILAL VAYEDA

Abstract

કોરોનાનો કહેર

કોરોનાનો કહેર

1 min
50

૨૦૧૯માં ચીનમાં શરૂ થયેલો કોરોનાએ આજે દુનિયામાં કરોડો લોકોના જાન લઈ લીધા છે અને આજે પણ તેનો કહેર દુનિયાના જુદા જુદા દેશોમાં ચાલુ છે.

આ મહામારીથી દુનિયા ત્રસ્ત થઈ ગઈ છે. હમણાં થોડી રાહત છે. લોકડાઉનમાં માનવજીવન ભારે ખતરામાં મૂકાયું હતું.

તમામ પ્રકારના કામ બંધ થઈ ગયા હતા. લોકોએ ઘરમાં ભરાઈ રહેવું પડ્યું હતું. બહાર નીકળી શકતા નહિ. વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. માનવને ઘરે ખાવાના સાંસા પડયા હતા.

મૃત લોકોનું લોકો મોઢું પણ સ્વજનો જોઈ શકતા ન હતા. તેની અંતિમ ક્રિયા પણ કરી શકતા ન હતા. સ્વજનોને ગુમાવતા લોકો આંસુ સારતા હતા. હજારોની સંખ્યામાં તેઓનો દાહ સંસ્કાર કરવો પડ્યો હતો.

આવા સમયે કોરીનાગ્રસ્ત લોકોની સેવામાં ડોકટર,નર્સ અને કોરોના વોરિયર ખડે પગે તૈયાર હતા. સરકાર ,આરોગ્ય વિભાગ, ખાનગી સંસ્થાઓ, અનેક દાતાઓ, નિસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ આપી રહ્યા હતા.દવાઓ ,અનાજ,ખાદ્યપદાર્થો ,જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને ઘરે ઘરે પહોંચાડતા હતા ,અને દીન દુખિયાની મદદ કરતા હતા.

આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પણ કોરોના ગ્રસ્ત લોકોનું જીવન બચાવવું મુશ્કેલ બની ગયું હતું અને નજર સામે લોકો મરતા હતા.

દુનિયામાં કોરોનાની દવા માટે સંશોધનો થવા લાગ્યા અને રસી પણ આવી ગઈ. કરોડો લોકોને આ રસી આપવામાં આવી અને તેનાથી થોડી ઘણી લોકોને રાહત થઈ.

 આમ કોરોના કહેરથી આખી દુનિયા ત્રસ્ત થઈ ગઈ હતી. પરંતુ હાલમાં રાહત છે.આવી મહામારી ફરી ના આવે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract