પરછાઈ
પરછાઈ
પરછાઈ
✍️ કલ્પેશ પટેલ
મેઘમય સાંજ હતી. અંધારું ધીરે ધીરે ઓછાયા દૂર કરી રહ્યું હતું. પીપળાની ડાળીઓથી છૂટેલી પાંદડીઓ માફક મનમાં પણ બેસુમાર બાકી ઈચ્છાઓની ભારમાર હતી. ગુરુ પોતાના જૂના ઘરની છત પર બેઠો હતો — ત્યાંથી તેને આખું ગામ દેખાતું. પણ એ જે જોઈ રહ્યો હતો, એ હતું તેનો ભૂતકાળ
પહેલા આ છત નીચે એક કલબલાટ કરતુ વસેલું ઘર હતું — જેમાં પરછાઇઓ હસતી રહેતી હતી. એક નાનકડો દીવાન પરિવારમાં, એક મોટી લાગણી વસતી હતી. તેના માતા અને નાના, પિતા, લાડકવાયા દાદી અને એક સાંકળ જેવો પડછાયો, જે હર પલ તેની સાથે રહતો તે — એની માનેલી મોટી બહેન “છાંયા”.
છાંયા હંમેશા એની સાથે રહી. બાળપણમાં, ગુરુ જ્યારે લાકડાના ઘોડે ચઢીતા ધરબાઈ પડે ત્યારે છાંયાની હસતી આંખો હોંસ આપતી.ગુરુ જયારે પણ લથડતો, છાંયાના હેતાળ પગલાં એને પાછા ઊભા કરતાં.
છાંયાનું અસ્તિત્વ કદાચ કોઈની દ્રષ્ટિથી ન જોવાય, પણ ગુરુએ તો એને હંમેશા અનુભવી. જ્યારે મા ગુજરી ગઈ ત્યારે ગુરુ કોઈને વાત ન કરી શક્યો — પણ છાંયા એની સાથે રહેલી. એક શૂન્યતામાં છાંયાની ઉર્જા ઊર્મિ બનીને વહેતી રહી સતત સહારો આપી રહેલ.
સમય વીતી ગયો. દાદી, નાના,અને બાપા પણ ગયા. ગામનું મેડાબંઘ ઘર ખાલી પડ્યું. ગુરુ ભણ્યો અને પરદેશ સ્થાયી થયો, કારકિર્દીમાં વ્યસ્ત થયો. પરદેશમાં વિશાળ હાઉસ પણ... છાંયાને તો માટે દિલના એક ખૂણે હમેશા રાખતો હતો.
આજે ઘણા વર્ષો પછી ગુરુ, વતનમાં એ તેના વારસાઈ ખંડર ધરના વહીવટ માટે આવ્યો છે. જૂની યાદ સાથે છત પર બેઠો છે. હવા ખુલી છે. પીપળાની પાંદડીઓ આજે પણ ઊડી રહી છે.

એણે આંખ જુકાવી... અને છાંયા ને તેની સામે ઉભી ભાળી. તેના જેવી આંખો. કેવળ કલ્પના હતી... કે એ એની અંદર હજી સુધી જીવી રહી હતી?
છાંયા હળવે બોલી, “ભાઈ, તું મને ભૂલી ગયો કે... હું તો તારી સાથે છાંયાની જેમ હમેશા રહી છું.”
ગુરુ ની આંખમાંથી એક બિંદુ ટપક્યું. એજ બિંદુ જે દરેક વખતે એને ખાલીપાની યાદ આપી હેરાન કરતુ હતું, એજ બિંદુએ આજે, છાંયાની ઓથે તે ભરાઈ ગયો.
આપણે જે ગુમાવીએ છીએ, એનું ક્યારેય અસ્તિત્વભંગ નથી થતો. તે ક્યાંક પડછાયાની જેમ, આપણાં ઊંડાણમાં જીવી રહ્યો હોય છે. બસ... સમજી શકીએ તો...
ગુરૂએ વારસાઈ ઘર નો આખરી વહીવટનો નિર્ણય અભળાયી એ કરી, હવે તેનો જીર્ણોદ્ધાર કરી ગામ ને ભેંટમાં અર્પણ કરી સ્કૂલ માટે વાપરવા આપી દીધું.
બીજા વર્ષે ફરી આવ્યો ત્યારે ઘર પીપળાના પાન સાથે અનેક ભૂલકાઓના કિલ્લોલથી આબાદ જોઈ, તેની પરછાઇ પણ મલકી ઉઠી.
દિલના ખૂણે આજે પહેલો પોકાર હતો..
છાંયાની જેમ રહી છું
તારાં પડછાયાંમાં,
તારાં સુનકારમાં,
હું તો ભાઈ... કદી ચૂકી નથી
શબ્દ થતી ગુંજી છું.. તારા જ શ્વાસમા 🌿
“પડછાયો કદી કોઈનો અદૃશ્ય નથી થતો—એ તો જે તે ની અંદર જીવી રહેલો લાગણી ભીનો અનોખો સ્પર્શ છે.”
પણ હાં, તેને સમજો, માણો તો...
અંત કે શરૂઆત એ, તો સૌ કોઈની ઈચ્છા ને આધીન.
