rekha shukla

Abstract Comedy Action

3  

rekha shukla

Abstract Comedy Action

પારલે જી બિસ્કૂટ

પારલે જી બિસ્કૂટ

2 mins
198


બકુલેશ આમ તો નામ તેમનું બકુલભાઈ ને તેમની પ્રેમીકાનું નામ હતું ઇશિતા. ઇશા કહીને બોલાવે કે ઇશુ...કે કહે ઇશિતા તો સામેથી ..."ઇશ્શ્શ્શ" જવાબ દેતી. થવા કાળે એવું થયું કે છેવટે ઘોડે ચડ્યા ને હસ્તમેળાપ થયો ત્યાં તો શરમના ફૂટ્યાં શેરડાં વરરાજાને ને સામેથી ફટ કરતી બોલી 'ઇશ્શ્શ્શ' મહારાજે ચશ્માંમાંથી ઊંચે જોયું બકુલેશ ને થયું મહારાજે ડોળાં કાંઢ્યાં...કુંભે ચશ્માં ના કાચ નો વાંક હતો હોં. મહારાજે અરે...અરે કહ્યું કેમકે ઇશિતાએ હાથ હલાવ્યો ને બધુ પડવા લાગ્યું. પણ એમ બકુલ જાવા દે થોડુ...બીજા હાથે પકડતો હાથ ઝાલી લીધો. ને બોલ્યો બસ કરો ઇશ્શ્શ...હું થોડો શાહરૂખ છું કે તમે ઇશ્શ્શ કેહશો ને હું સાંભળે રાખીશ. ચાલો મહારાજ ઝટ કરો અમારેય બહારગામ જાવાનુ મોડુ થાય છે હોં..ત્યાં તો ફરી 'ઇશ્શ્શ્શ' બોલી ઇશિતા.  ઓમ સ્વાહા ઓમ સ્વાહા..ફટાફટ મંત્રોચ્ચાર પતાવી મહારાજ ઊભાં થયા..યજમાન ને દક્ષિણા દઈ દો તો હુંય રવાના થાંઉ મહારાજ બોલ્યા. ને ઇશિતા એ મંગળસૂત્ર ખસેડી એના બ્લાઉઝમાં સાઈડમાં હાથ નાખી હજાર હજાર ની બે નોટુ કોઢી...મહારાજ ના હાથ માં મૂકી દીધી..મહારાજ ચિમળાયેલી ગરમ ગરમ ને હજુય ધબકારા અનુભવતી નોટુ સામે ને પછી ઇશિતા સામુ તાકી રહ્યા.

ત્યાં તો બકુલ બોલ્યો...'ઇશ્શ્શ્શ' ...બસ ત્યારથી એમનું નામ બકુલેશ પડ્યું ...!! નામકરણ માટે લગ્ન થયા...ને એમણે ઘર લઈને ગૃહ પ્રવેશ કર્યો.

 માંડ માંડ ત્રણ દિવસે જ્યાં બહાર પગ મૂક્યો ત્યાં બાજુવાળા જાણે રાહ જોઈને જ ઊભાં હતા. એમનો ડાઘીયો સીધો આવી ગયો ઘરમાં ને એકના ધર્મપત્નિ વાંચતા હતાં ' બકુલેશભવન' ..ત્યાં તો તેમના ચાર બાળકો તોફાન મસ્તી કરતા ધસી આવ્યા..પાછળ સંતોકમાસી પણ હાયવોય કરતા આવતા હતા. બીજા કંઈ બોલે એ પહેલા ઇશિતા બોલી ઇશ્શ્શ ને સાચુ કહુ છુ હોં ઓલા ડાધીયા યે પણ બત્રીસી દેખાડી ને એક પંજો ઉંચો કરી મોંઢુ સંતાડ્યાનો ડોળ કર્યો...જાણે એય શરમાયો હોય. બારણા ખોલતા મારા હાળા કૂતરાં ને ય આવડી ગયું બાકી બહાર જાવ તો મોટરું ને મા'ણા મારે...ને ઘરમાં એય ને જલસા. સંતોકમાસી પ..હે..લા એને ખાવા મળે...બોલો.

 તયેં તમેય બત્રીસી કાં દેખાડ્યા કરો છો..? 

બકુલ બોલ્યો અમારે ત્યાં એવું જ છે હોં ...!! એક જમવા સિવાય બધે પહેલા ઇશિતા...!! બકુલભાઈ એ ફાંદ પંપાળતા કહ્યું. આવો, બેસો...બોલો શું લેશો ?' બા ને ગરમ ફાવશે.. આ તો શું ઝટ ગળે ઉતરે, મારા એમને ને ડાઘીયા ને બિસ્કિટ ભાવે ને છોકરાંઓ તો એમની મેળે ખોળી લેશે ને હું કોફી લઈશ.' આટલું ટૂંકુ લીસ્ટ આપતાં ઘરમાં પ્રવેશ્યા ને બોલ્યા બહુ રૂપાળુ ઘર છે તમારું તો..સામે જવાબ મળ્યો...'ઇશ્શ્શ' ને સામે બોલ્યા...હાય હાય તમેય શારૂખના ફેન છો મારી જેમ ! આપણું જામશે હોં...!! પણ તે દી' ને ઘર ઉપર બીજુ પાટિયું લાગી ગયું 'ઇશ-સદન' .


Rate this content
Log in

Similar gujarati story from Abstract