નવી ઉડાન
નવી ઉડાન


ચેતના, રોહિણી, રિનલ અને હિરલ. ચારેય સખીઓ. લગ્ન બાદ મળ્યા હતા એકબીજાને. ખૂબ સારી દોસ્તી.
ચેતના પહેલેથી જ ખૂબ સુઘડ અને વ્યવસ્થિત કામકાજ. હિરલ ખૂબ ચપળ. ક્યાંય પણ ભાગદોડ કરવી હોય તો પહેલી. રીનલ અને રોહિણી બંને રસોઈમાં એક્સપર્ટ. પણ બધાની એક જ ફરિયાદ કે લગ્ન કરવાને કારણે એમનું કૌશલ્ય ક્યાંય સંતાઈ ગયું. અભ્યાસ કરતા હતા ત્યારે તો કેટકેટલા સપનાં જોયાં હતાં! અને અત્યારે જુવો બસ ઘર અને એજ ઘટમાળ.
બધા ભેગા થાય ત્યારે બસ એક જ નિસાસો નીકળતો કે જીવનમાં કઈ ન કરવાનો ખૂબ અફસોસ છે. ચેતનાને જોબ કે પોતાનો બિઝનેસ જોઈતો હતો. રીનાલને રસોઈ ખૂબ ગમતી એટલે પોતાનું એક રેસ્ટોરાં ખોલવું હતું. રોહિણીને શિક્ષક કે શેફ બનવું હતું. હિરલને પોતાની શોપ નાખવી હતી જેમાં એણે જાતે કપડા પર પેઇન્ટિંગ કર્યું હોય! આવા તો કઈક સપનાં મનમાં ઢબુરીને બેઠા હતા બધા.
જાહેરખબરો પર હિરલનું હંમેશા ધ્યાન રહેતું. એણે જોયું કે પોતાના શહેરમાં એક ખાણીપીણીનો મેળો લાગવાનો હતો. જેણે એમાં ભાગ લેવો હોય તેઓએ રજિસ્ટ્રેશન કરવાનું હતું. હિરલની આંખમાં ચમક આવી. બધાને કોલ કરીને ભેગા કર્યા અને જાહેરાત બતાવી.
હિરલ બોલી, "આપણે આપણી ઈચ્છાનો અમલ અહીંથી કરી શકીએ છીએ. જો તમે બધા તૈયાર હોવ તો!"
બધા થોડીવાર તો કંઇ ન બોલ્યા, થોડીવાર પછી બધાજ એકસામટા હુરિયો બોલવ્યો અને એક નવી ઉડાન માટે પોતાની આશાઓની પાંખો પસારી.
બસ હિરલે મેળામાં નામ લખાવી દીધું. હિરલને બહારનું કામ સંભાળવાનું હતું. વસ્તુ લાવવા મૂકવાની. ચેતના હું કામ મેનેજમેન્ટનું હતું. દરેક હિસાબ કિતાબ રાખવાનો. રીનાળ અને રોહિણી બંને મળીને ડિશ તૈયાર કરવાના હતા. બધાએ નક્કી કર્યું હતું કે આપનું દેસી ખાણું જ ખવડાવવું છે. લોકો પીઝા, બર્ગરમાં પાગલ થયું ગયા છે.આપનો ભાતીગળ સ્વાદ તો ભૂલી જ ગયા છે !
બસ,પછી તો મેનુ તૈયાર. રીંગણાંનો ઓળો,બાજરીના રોટલા, લીલી હળદરનો શાક,દહીંની તિખારી, લસણની ચટણી,વઘારેલી ખીચડી,છાસ અને પાપડ. ખૂબ તૈયારી અને ભાગમ દોડ પછી આજે સ્પર્ધાનો દિવસ આવ્યો. મનમાં કંઇક થઈ રહ્યું હતું બધાને. ઘરમાં રસોઈ કરો એને બહાર કરો. બંનેમાં ખૂબ ફરક પાડી જાય. ડિશ ખૂબ જ સરસ રીતે સજાવી. વ્યાજબી ભાવ રાખવામાં આવ્યા. હરીફાઈ તો હતી ખૂબ જ.
શરૂઆતમાં તો કોઈ ન્હોતું આવતું. બધાને થયું કે બધી મહેનત માથે પડી ! કંઈ નહિ શીખવા તો મળ્યું .કેવી રીતે આટલી બધી તૈયારી કરવાની. કોઈ એ હિંમત ન હારી . જાણે કે પ્રભુની ધીરજની કસોટી પૂરી થઈ હોય એમ એક પછી એક માણસો આવતા ગયા. બધા જમ્યા બાદ કહેવા આવતા કે ખૂબજ સ્વાદિષ્ટ જમવાનું છે.
ચારેય સહેલીના ચેહરા પર કઈક પામ્યાની ખુશી સાફ દેખાઈ રહી હતી. ખૂબ જ મજા આવી ચારેય ને. ખરી મઝા તો ત્યારે આવી જ્યારે એક વ્યક્તિએ કહ્યું કે 'તમે એક કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ખોલી દો ને. તો અમે અવારનવાર એનો આનંદ લઇ શકીએ.'
બસ આજ એ ક્ષણ હતી. અને ચારેયના મનમાં એક જ વિચાર આવ્યો. પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાનો. ધૂળ ખાયેલા સપનાં પરની ધૂળ ઉડી રહી હતી. જેમ પહેલા વરસાદ બાદ બધું જ ચોખ્ખુંને નિર્મળ અને ચમકીલું દેખાય એમ એ લોકોને પોતાના સપના દેખાઈ રહ્યા હતા.
આજે એમની શોપ સામે સાંજે છ વાગ્યાથી ભીડ ચાલુ થઇ જાય તે મોડી રાત સુધી. બધાનો સહકાર અને સથવારા એ એ લોકોને પોતાની મંઝીલ દેખાડી.