નવદંપતી
નવદંપતી
નવદંપતી
એક નાનકડા ગામમાં, મફત અને રાધા તાજા લગ્ન કરીને નવા ઘરમાં પ્રવેશ કરે છે. ઘરની ચોખટ પર પગ મૂકતા જ, રાધા એ ચોખાના દાણા અને દીવા સાથે આરતી કરી મફત નું સ્વગત કર્યું. એ ક્ષણે મફત ને લાગ્યું કે આ માત્ર ઘર નવું નથી, પરંતુ એક નવું જગત છે જ્યાં બે દિલોનો સંગમ થવાનો છે.
સવારમાં રાધા રસોડામાં પહેલી વાર ચા બનાવે છે. મફત મજાકમાં કહે:આ ચા તો રાધા તારા સ્મિત જેવી મીઠીડી છે. બન્ને હસે છે, અને એ હાસ્ય ઘરની દિવાલોમાં ગુંજી ઉઠે છે.
સાંજે પડોશીઓ શુભેચ્છા આપવા આવે છે. કોઈ મીઠાઈ લાવે છે, કોઈ ફૂલ. રાધા સૌને આવકાર આપે છે.સંસ્કાર અને પ્રેમનો ઉદય થતાં,મફત ને સમજાય છે કે લગ્ન માત્ર બે લોકોનો સંબંધ નથી, પરંતુ આખા સમાજ સાથે જોડાણનો સેતુ છે.
રાત્રે, છત પર બેસીને બન્ને તારાઓને નિહાળે છે. રાધા કહે,આકાશમાં જેટલા તારાઓ છે, એટલા સપના આપણે સાથે પૂરાં કરીશું.
મફત હાથ પકડીને જવાબ આપતા કહે, હે રાધે, દરેક સપનામાં હું તારી સાથે હોઈશ. આમ
રાધા ના પ્રેમે આવી પહેલી રાત પછી આવતી રાતો પણ મફત માટે નવલી રહે છે.
આ રીતે, માનવ જીવન મા લગ્ન માત્ર એક વિધિ નથી, પરંતુ દરેક નવદંપતીના જીવનમા લગ્ન વેદીએ રચાતી નવી કવિતા છે, જેમાં પ્રેમ, હાસ્ય, સંસ્કાર અને સપનાઓનો સંગમ થાય છે.
