NIMISHA LUMBHANI

Classics

4.3  

NIMISHA LUMBHANI

Classics

નટવર પ્રભુ

નટવર પ્રભુ

3 mins
306


પિયરમાં હર્ષા પોતાનાં ઠાકોરજીની સેવા પોતે જ કરતી. લગ્નનાં ફેરા ફરતી વખતે ઠાકોરજી હાથમાં જ હતાં. જેણે જેણે આ જોયું, તેઓએ ખૂબ વાતો કરી. ઠાકોરજીની લીલા તો જુઓ, નવવધૂને લગ્નનાં બીજે જ દિવસે ઠાકોરજીને પધરાવવા માટે ઘર ગોતવા નીકળવું પડ્યું. સૂતક આવતાં ઘરે સેવા કેમ પહોંચવી ? સયુંકત કુટુંબમાં તે રહેતી હોવાથી થોડી ઘણી ચડભડ થતાં સાસુએ જુદી કરી દીધી.

પોતે વિશારદ હોવાથી ક્લાસ ચલાવતી હતી. છોકરીઓ કથ્થક શીખતી પણ ખરી અને સાથે અપરસમાં રહીને ઠાકોરજીની સેવામાં સાથ પણ આપતી હતી. દીકરાનાં જન્મ વખતે પણ કોઈ અડચણ ઊભી ન થઈ. બધું જ સચવાય જતું હતું. દર નવરાત્રિમાં છોકરીઓ માટે તે વિલાસનું આયોજન કરતી. તેમાં તેની વિદ્યાર્થીનીઓ ન હોય તેવી છોકરીઓ કે બહેનો પણ ભાગ લેતાં હતાં. બાકીની બધી જ વ્યવસ્થા તેનાં પતિ અને શેરીનાં પુરુષો સંભાળી લેતાં હતાં. ધીરે ધીરે તેણે પોતાનાં ક્લાસની શાખાઓ શરૂ કરી.

દીકરો ઉંમરલાયક થતાં તેનાં માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું. ઠાકોરજીની સેવા, અપરસ અને સાથે આખો દિવસ ચાલતાં ક્લાસ, સાથે વ્યવહાર તો ખરાં જ. આમ બધું જ સંભાળી શકે અને રહી શકે તેવી છોકરી મળવી મુશ્કેલ હતી. કદાચ છોકરીએ કે તેનાં માવતરે હા પાડી પણ દીધી હોય, છતાં....હર્ષાનું મન ન માનતું.

એક દિવસ તેનાં સાસુ સાથે છોકરી જોઈને ઘરે આવી. મનમાં થોડો અજંપો હતો. 'છોકરી તો ઘરમાં જ છે અને તું ગામ ભટકે છે ?' સાસુએ કહ્યું.

તેમની પારખું નજરે હર્ષાની જ એક વિદ્યાર્થીનીને પસંદ કરી લીધી. એમ બોલવાથી કામ સહેલું બની જતું ન્હોતું. વિદ્યાર્થીનીનાં ઘરમાં વાત કરી, ત્યાંથી હા મળી. પછી બન્ને ઉમેદવારોને સમજાવવાનું શરૂ કર્યું. બન્ને વચ્ચે કેટલીય મુલાકાતો ગોઠવવી પડી. દીકરો ઘરમાં આખો દિવસ બધું જ જોતો હોય, વિદ્યાર્થીની પણ ઘરે આવતાં જતાં તેનો સ્વભાવ જાણતી હોય ! અંતે વાત પરિણયમાં પરિણમી.

બીજા શહેરોની જેમ હર્ષાનાં શહેરમાં પણ પ્રેક્ષકો માટે સંગીતનાં શૉ યોજાવાનું શરુ થયું, એ પણ પ્રેક્ષકો પાસેથી એક પણ રૂપિયો લીધાં વગર ! આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારોને બોલાવવામાં આવતાં હતાં, જેમણે માણવા માટે સામાન્ય માણસને ટિકિટ લઈને જવું પોષાય તેમ ન જ હોય ! આ શૉમાં દરરોજ નવા કલાકારને રાઈઝિંગ સ્ટાર ઑફ ધ સિટી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું. હર્ષાએ પોતાની ત્રણ વિદ્યાર્થીનીઓને પસંદ કરીને અરજી કરી. તેમાંથી એક તેની વહુ હતી.

તેમનાં નામની પસંદગી થતાં તેઓએ એક વર્ષ સુધી તૈયારી કરી. જે દિવસે તેમણે પરફોર્મન્સ કરવાનું હતું‌, તેનાં ત્રણ દિવસ પહેલાં તેઓ સ્ટેજ પર પ્રેક્ટિસ કરવાં જતાં હતાં. સ્ટેજ પર જે ચટ્ટાઈ કે ગાલીચો પાથરવામાં આવ્યો હતો તેનાં પર જ પ્રેક્ટિસ અને પરફોર્મન્સ કરવાનું હતું.

પરંતુ....આ શું....હર્ષાને લાગ્યું પોતાનું વહાણ મઝધારમાં આવીને ડૂબી જ શે? તેણે નટવર પ્રભુને બધું સંભાળી લેવાની પ્રાર્થના કરી.

ત્રણેય છોકરીઓનું પરફોર્મન્સ અદ્ભૂત હતું. પ્રેક્ષકોએ ઊભા થઈને તેમને વધાવ્યાં. હર્ષાએ નટવર પ્રભુને મનોમન વંદન કર્યાં, સાથે જ મનોમન પોતાની સાસુનો પણ આભાર માન્યો. પોતાની વહુ ઘર, વર અને પોતાનો વારસો સાંભળવા સક્ષમ હતી.

પ્રેક્ટિસ વખતે સ્ટેજ પર પાથરેલી ચટ્ટાઇ કે ગાલીચાથી પડેલાં છાલાંની વેદના તેની વહુનાં ચહેરા પર લગીર પણ જોવા મળી ન હતી. પાટા બાંધેલી એડીની અસહ્ય વેદના મુખ પરનાં હાસ્યમાં પરિવર્તિત થઈ ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics