NIMISHA LUMBHANI

Inspirational

4.7  

NIMISHA LUMBHANI

Inspirational

સ્વમાન કાજે

સ્વમાન કાજે

3 mins
421


માતાને ગમેલી ગિરજા સાથે ગિરીશે લગ્ન કર્યાં. એવું ન્હોતું કે ગિરજા તેને ગમતી ન્હોતી, પણ પોતાનાથી પણ વધારે પૈસાદાર ઘરમાં લગ્ન કરવાની તેની ઈચ્છા હતી.

સંસ્કારી વહુ અને ભાભી મેળવીને ગિરીશનાં માતાશ્રી તેમજ તેની બહેન આનંદનાં હિંડોળે ઝૂલતાં હતાં. ગિરીશને બઢતી મળતાં સારાં પગલાંની વહુ તરીકેનું સન્માન મળ્યું. દોઢ વર્ષે ઘરમાં કુંવરનું આગમન થતાં આ ખુશી બેવડાઈ ગઈ.

ગિરીશ ધીરે ધીરે પોતાની સહકર્મચારી તરફ ઢળતો જતો હતો. દીકરો ચાર વર્ષનો થયો ત્યાં સુધીમાં તે તનમનથી સંપૂર્ણપણે પત્નીથી દૂર જતો રહ્યો. અંતે એક દિવસ તેણે છૂટાછેડાની માંગણી કરી. ગિરજાએ તે માટે ના પાડી.

'મારો ઉપકાર માન કે મેં તારા જેવી મધ્યમ વર્ગની છોકરી સાથે લગ્ન કર્યાં. અહીં જેટલાં મોંઘા ભાવનાં કપડાં પહેરે છે તેવા કપડાં પિયરમાં જોયા હતાં ? તારાં ઘરે વારતહેવારે બનતી મીઠાઈમાં સૂકો મેવો વપરાતો, જ્યારે અહીં તું ડાયેટીંગનાં નામે રોજ ખાય છે. સહી કરવાનાં તને વીસ લાખ રૂપિયા આપીશ. તેમાંથી તું રોજ સૂકો મેવો ખાઈ શકીશ.' ગિરીશે કહ્યું.

ગિરજા દીકરાને લઈને ખાલી હાથે નીકળી ગઈ. આમ પણ ગિરીશને દીકરા પ્રત્યે કોઈ લગાવ ન્હોતો. તેની આંખે રોશની નામનાં પાટા બંધાયેલા હતાં.

રોશની સાથે લગ્ન કર્યાં પછી ગિરીશનાં ઘરમાં અંધારું થઈ ગયું. થોડો સમય ગિરીશની બહેન અને માતાએ રસોઈ બનાવી. રોશનીને બેડ ટીની ટેવ હતી. એક પછી એક તેનાં નખરાં વધતાં જતાં હતાં. કંટાળીને એક બહેનને રસોઈ કરવા માટે રાખી લીધાં, બે સમયનું સાથે રાંધીને તેઓ જતાં રહેતાં. રોશનીને ઠડું ભોજન ભાવતું ન હોવાથી સાસુને રાંધીને ટિફિન મોકલવાનું કહેતી. સાંજે ઑફીસથી નીકળતા પહેલાં ફોન કરીને પોતાનાં આવવાનો સમય જણાવી દેતી. તેનાં સમય પ્રમાણે, તેનાં મેનુ પ્રમાણે બધું તૈયાર રાખવું પડતું, ન હોય તો ઘરમાં ધમાસાણ મચાવી દેતી.

છેવટે કંટાળીને માએ દીકરાને ઘરમાંથી નીકળી જવાનું કહી દીધું.

ગિરીશે રોશનીને સમજાવતા, તેણે ઠંડા કલેજે જવાબ આપ્યો, 'વર્ષે ત્રીસ લાખ રૂપિયાનું મારું પૅકેજ છે. રાંધવાનાં ચક્કરમાં મારી બઢતી અટકી જશે. આમ પણ મા દીકરીને કામ શું હોય છે ?

ગિરીશે છૂટાછેડા લેવાનું કહેતાં રોશનીએ મોટી માંગણી કરી, જે પોષાય તેમ ન્હોતું. તે બીજે રહેવા પણ તૈયાર નહોતી. મા બનવાનું તેને પસંદ ન્હોતું.

'તે લગ્ન શું કામ કર્યાં ?' એવાં ગિરીશનાં પ્રશ્નનાં જવાબમાં રોશનીએ કહ્યું, 'કુંવારી છોકરીઓએ ઘણું બધું સહન કરવું પડતું હોય છે. મારે 'લગ્ન' નામનો એક થપ્પો જોઈતો હતો. તું તો આમ પણ તારી પત્નીને છૂટાછેડા દેવાનો જ હતો.'

બહેનને લગ્ન કરાવીને સાસરે વળાવી દીધી. પણ.....તેની માતા..

ગિરજાએ પિતાનાં ઘરે જઈને ટિફિન સર્વિસ ચાલુ કરી દીધી. તેનાં માતાશ્રીનો પૂરતો સહકાર મળી રહ્યો. તે પોતે જ પોતાની રસોઈની ગુણવત્તા અને વાનગીઓમાં ફેરફાર કરતી રહેતી. તેનાં ગ્રાહકોને રોજેરોજ નવીનતા મળી રહેતી.

ગ્રાહકો વધતાં માતાને આરામ આપ્યો અને તેણે પોતાની મદદ માટે દસ મહિલાઓને કામે રાખ્યાં.

દસ વર્ષ પછી તેણે દીકરાની સલાહ માની કંપનીઓનાં ટેન્ડર ભરવાનું શરૂ કર્યું. કંપનીમાં કૅન્ટીનનાં કૉન્ટ્રેક્ટ તેને જ મળતાં. તેણે ફકત કૅન્ટીનમાં જઈને કામે રાખેલાં બહેનો પાસે રસોઈ બનાવડાવવાની રહેતી, બાકી બધું જ ત્યાં તૈયાર રહેતું.

દીકરો શ્રાવ્ય ભણવાનું પૂરું કરી મા સાથે કૅટરિંગનાં બિઝનેસમાં જોડાઈ ગયો.

દિવાળીની રજાઓમાં તેઓ પોતાનાં બધા જ કર્મચારીઓને સૂકા મેવાની ભેટ આપતાં. આ વર્ષે શ્રાવ્યએ નવો કૉન્ટ્રેક્ટ મળેલ કંપનીનાં કર્મચારીઓને એટલે કે પોતાનાં ગ્રાહકોને દિવાળીની રજાનાં આગલા દિવસે સૂકામેવાનો હલવો ખવડાવ્યો.

ગિરીશે હલવો ખાઈને શ્રાવ્યનો આભાર માન્યો.

'હું તમારી પાસેથી કમાવ છું, તમને સારું ખવડાવવાની મારી ફરજ છે. હું કોઈનાં પર ઉપકાર નથી કરતો.'

'હલવો બનાવનારને અમે મળી શકીએ ?' એક કર્મચારીએ પૂછ્યું.

'હા, ચોક્કસ મળી શકો.' શ્રાવ્યએ જવાબ આપ્યો.

થોડીવારમાં જ ગિરજા આવતાં પોતાની માતા તરીકે ઓળખ આપી. બે વ્યક્તિ સિવાય સૌએ તેને તાળીઓથી વધાવી લીધી.

ગિરીશ અવાચક બનીને મા દીકરાને જોઈ રહ્યો. પોતે પોતાનાં જ દીકરાને ઓળખી ન શક્યો !

રોશનીને હલવો કડવો લાગ્યો. ઉલટી કરીને કાઢી નાંખવાનું મન થયું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational