NIMISHA LUMBHANI

Tragedy

3  

NIMISHA LUMBHANI

Tragedy

સાસુ નામે ભાવના

સાસુ નામે ભાવના

2 mins
184


નીરજ અને નીરજા આઠમા ધોરણથી એકબીજાનાં પ્રેમમાં હતાં. બંનેનાં કુટુંબમાં તેમનો સ્વીકાર થયો હતો. બંને કૉલેજમાં આવ્યાં ત્યારે લગ્ન ક્યારે કરવાં તે પણ નક્કી કરી લીધું. માસ્ટર ઑફ બિઝનેસ મેનેજમેન્ટની પદવી લેતાં જ કૉલેજનાં કૅમ્પસમાં રાખેલ રોજગાર મેળામાં એક જ કંપનીમાં બંનેને એકસાથે નોકરી મળી ગઈ.

હવે સાસુ ભાવનાએ નીરજાને વહુ તરીકે તાલીમ આપવાનું શરૂ કર્યું. નીરજ પણ નીરજાને દરેક વાતમાં મમ્મીને પૂછીને કરવાની ટેવ પાડવા લાગ્યો.

નીરજાનો દર મહિને બ્યૂટીપાર્લરનો ખર્ચો જ વીસ હજારનો રહેતો. પગરખાંની કોઈપણ જોડી પાંચ હજારથી શરૂ થતી.

લગ્ન પછી શું કરીશનાં જવાબમાં તે 'ચલાવી લઈશ' એવો જવાબ આપતી. ખૂબ ધામધૂમથી તેનાં પિતાએ લગ્ન કરાવી આપ્યાં. ભાવના દીકરાનાં આવાં લગ્નમાં વટથી સાસુ તરીકેનો રોફ જમાવતી હતી. વહુને ઘરે લાવીને પોરસાતી હતી.

હનીમૂન પરથી પાછાં આવીને બંને નોકરી પર હાજર થઈ ગયા. અમદાવાદમાં અત્યાર સુધી અલગ અલગ હૉસ્ટેલમાં રહેતાં હતાં, હવે ઘર ભાડે લીધું. ભાવનાએ ત્યાં જઈને પોતાની રીતે ઘર ગોઠવી આપ્યું.

છ મહિના પછી નીરજાનાં પપ્પાએ દીકરીની પસંદ પ્રમાણે ઘર લઈ આપ્યું અને તેની ઈચ્છા પ્રમાણેની સજાવટ ચાલુ કરાવી દીધી.

દીકરાએ ખુશ થઈને મમ્મીને ખબર આપ્યાં. પોતાને પૂછ્યા વગર વહુએ આટલો મોટો નિર્ણય લઈ લીધો...ભાવના કાળઝાળ થતી અમદાવાદ આવી, વહુનો ઉધડો લીધો.

'ઘર નીરજનાં પપ્પાનાં રૂપિયે નથી લીધું, મારાં પપ્પાનાં રૂપિયે મારાં નામે લીધું છે.' નીરજાએ ઠંડે કલેજે જવાબ આપ્યો.

ભાવનાનાં માથે વીજળી પડી. મોટાં ઘરની દીકરીને વહુ બનાવવાનો ગર્વ બરફની જેમ ઓગળી ગયો. પોતાની જ ઈચ્છા હતી, દીકરો મહેલમાં રહીને ગાડીમાં ફરે. પતિ ભાવેશનાં લાખ સમજાવવા છતાં તેણે દીકરાને સાથ આપ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy