STORYMIRROR

Jagruti rathod "krushna"

Classics Inspirational

4  

Jagruti rathod "krushna"

Classics Inspirational

મરણ મૂડી!

મરણ મૂડી!

2 mins
263

મોંઘીબા હવે ઉંમરનાં એ પડાવે પહોંચી ગયા હતા કે, ગમે ત્યારે ઈશ્વરના ઘરનું તેડું આવે ! જિંદગીનો હવે કોઈ ભરોસો નહીં !

બન્ને દીકરાઓને પેટે પાટા બાંધી ભણાવી ગણાવી, પરણાવી ચુક્યા હતાં. એ બન્ને એ પોતપોતાનો અલગ પરિવાર બનાવી લીધો હતો. રહ્યાં મોંઘીબા, એ તો ખર્યું પાન !

બાળકોની માયા માને મરતા સુધી રહે. સંતાન ભલે ભૂલી જાય. પતિનાં અવસાન પહેલા તો સારો, સુખી કહી શકાય એવો પરિવાર હતો એમનો. એક પછી બીજો દિકરો એમને મન તો પૃથ્વી પર જ સ્વર્ગ હતુ ! પણ ઈશ્વરને કાંઈક બીજુ જ મંજુર હતુ. પતિ ગુમાવી સંતાનને સાચવવાની જવાબદારી બખૂબી નિભાવી. આજ એજ સંતાનોને માને માટે વરસમાં એક વાર મળવા પણ સમય નથી. મોંઘીબા રાહ જોયા કરે અને રોજ રાત્રે એક ખૉખુ ખોલી ક્યાંય સુધી જોયા કરે અને પછી પથારીમાં પડતું મુકે ! હમણાંથી તો ઉંઘને પણ એમનાથી થોડુ છેટું પડ્યું હતુ.

આમજ અચાનક એક દિવસ સવારના આઠ વાગવા છતાં મોંઘીબાનો દરવાજો ખુલ્યો નહીં એટ્લે પાડોશીને થયું કે રોજ વહેલી સવારથી પૂજા અને ટંકોરીનો અવાજ આવતો આજ તો બધું સૂનકાર લાગે છે. નક્કી કાંઈક અજુગતું બન્યુ હોવું જોઈએ. સૌ ભેગા મળી દરવાજો ખખડાવવા જાય ત્યાં તો બારણું ખુલી ગયું.

મોંઘીબા જમીન પર જ સુતા હતા અને બાજુમાં પેલું ખૉખુ ! કોઇ એ જઇ જોયું તો મોંઘીબા તો પરધામ પહોંચી ગયા હતાં. બાજુમાં પડેલું ખૉખુ જોઇ કોઇએ કહ્યુ કે "આ ખૉખુ એ ખૂબ સાચવીને રાખતાં. મે ઘણીવાર જોયેલું રાત્રે એ આ ખોખાને ખોલી ક્યાંય સુધી કાંઈક જોયા કરતા અને સાચવીને ફરી બંધ કરી દેતા. કદાચ એમાં એમની મરણમૂડી જમા કરી રાખી હોય."

પાડોશીએ એમનાં દીકરાઓને જાણ કરી તાત્કાલિક આવવા જણાવ્યું. દીકરાઓ એ આવીને જે કરવા જોગ વિધિઓ હતી એ પતાવી પોતાને ઘર જવા ઉતાવળ કરવા લાગ્યા. બાજુમાં જ રહેતાં સવિતામાસીએ કહ્યુ કે "બેટા તમારી મા તમને સૌને બહુ યાદ કરતી પણ ક્યારેય કોઈ ફરીયાદ નથી કરી. એમણે ખૂબ જતનથી સાચવેલી એક વસ્તુ જેનાં પર હવે તમારો જ હક્ક હોય. કદાચ એમણે એમની મરણમૂડી પેટે કોઈ રકમ જમા કરી રાખી હોય."

દીકરાઓના ચહેરા તો ખીલી ઉઠ્યા જાણે મહિને મહિને એ મોટી રકમ માને ખર્ચ પેટે કેમ મોકલતા હોય ! ખૂબ જ અધીરાઈથી બોક્સ ખોલ્યું.

જોયું તો અંદર નાના નાના બે ચાર ઝબલા અને ભાંગ્યા તૂટ્યા થોડા રમકડાં હતાં. જે જોઇ બન્ને ભાઈઓને પોતાનુ બાળપણ નજર આગળ તરવરી આવ્યુ. અને આંખોમાં કદાચ ગંગા જમુના !


Rate this content
Log in

Similar gujarati story from Classics