કેમ પૂજનીય ?
કેમ પૂજનીય ?
ત્રણે લોકમાં રાધાજીનાં જ ગુણગાન સંભાળી નારદજી મનમાં વિચારે છે ; હું પણ શ્રીકૃષ્ણને ખૂબ પ્રેમ કરુ છું, રાતદિવસ નારાયણ..... નારાયણ...જાપ કરૂ છું, તો મારુ નામ કેમ કોઈ
નથી લેતું. આજ વાત સમજમાં નથી આવતી. એ તો ગયા શ્રીકૃષ્ણ પાસે આ વાતનો મર્મ જાણવા. ત્યાં જઈને જોયું તો! શ્રીકૃષ્ણ તો અસહ્ય માથાના દુઃખાવા થી પીડાઈ રહ્યાં છે.નારદજી એ કહ્યુ હે પ્રભુ! આપનું આ દર્દમારા હૃદયના રક્તથી પણ જો શાંત થતુ હોય ,તો હું આપવા તૈયાર છું.ભગવાન કહે,મારા કોઈ ભક્તનું ચરણામૃતમળે તો આ મારુ દર્દ દૂર થાય ! નારદજી કહે, પ્રભુ ભક્ત નું ચરણામૃત ? શ્રીકૃષ્ણ કહે હા. નારદજી મનમાં વિચારે કે,
પ્રભુને પોતાના પગ ધોયેલું પાણી પીવરાવી કોણ નર્ક માં જવા તૈયાર હોય! કૃષ્ણ નારદજીને રુકમણી પાસે જવાનું કહે છે.
 
;નારદજી જઈને પ્રભુનાં દર્દની અને નિવારણની વાત કરે છે. આ સાંભળી રુક્મિણી તરતજ ના કહે છે, હું આ ઘોર પાપ ના કરી શકુ. નારદજી પાછા શ્રીકૃષ્ણ પાસે આવી ને સઘળી વાત કહે સંભળાવે છે. કૃષ્ણ કહે કે હવે તમે રાધા પાસે જઈને મારી પીડા જણાવો. નારદજી રાધાજી પાસે જઈને કૃષ્ણની પીડા જણાવે છે અને રાધાજીને ચરણામૃત આપવા કહે છે. નારદજીની વાત સાંભળી રાધાજી તરતજ એક તાસક માં પાણી લઈ પોતાના બન્ને પગ બોળી એ પાણી નારદજીને આપી તરતજ કૃષ્ણને આપવા કહે છે.
નારદજી રાધાને પૂછે કે ; પ્રભુને આપનું ચરણામૃત આપી તમને નર્કમાં સ્થાન મળશે! રાધાજી બોલ્યા મારા કૃષ્ણની પીડા શાંત કરવા અનંત યુગો સુધી પણ નર્ક ભોગવવા તૈયાર છું. દેવર્ષિને સમજમાં આવી ગયું કે કેમ રાધા પૂજનીય છે ! એ પણ રાધે રાધે કરતા ચાલી નીકળ્યા.