Jagruti rathod "krushna"

Inspirational

3  

Jagruti rathod "krushna"

Inspirational

વિશેષ વ્યક્તિત્વ પિતાનું

વિશેષ વ્યક્તિત્વ પિતાનું

2 mins
189


પિતા વિશે શું લખવું, કલમમાં સ્યાહી અને કાગળનો પનો ટૂંકો પડે !

વ્યક્તિત્વ જ એ એવું કે એનો બીજે ક્યાંય ન જોટો જડે !

બાળકના જીવનમાં માતા અને પિતા બંનેનું સ્થાન સર્વોપરી હોય છે. મા ના પાલવમાં બાળકને હૂંફ મળે છે તો પિતાની છત્રછાયામાં સંપૂર્ણ સુરક્ષા ! પિતા એ બાળક અને મુસીબત વચ્ચેની અભેદ દીવાલ !

પિતા બાળકનો અદ્ર્શ્ય પડછાયો બની જીવનભર સાથ રહે છે. બાળકના જન્મથી લઈ પોતાના અંતિમ સમય સુધી માત્ર ને માત્ર સંતાન માટે જીવતું વ્યક્તિત્વ એટલે પિતા. કોઈપણ મુશ્કેલીમાં પરિવાર સમક્ષ હસતું વદન રાખી કોઈને જાણ પણ ન થવા દે એ પિતા. સુખનું સરનામું અને મુસીબતનો હલ એટલે પિતા. ઘરનું અસ્તિત્વ અને અજવાળું એ પિતા. પિતાનું સાચું મૂલ્ય એની ગેરહાજરીમાં જ સમજાય ! "પિતા વગરનું ઘર એટલે ભગવાન વગરનું મંદિર !"

 નાનપણમાં પપ્પાની સાઇકલ પર બેસી રવિવારે બજારમાં ફરવાની જે ખુશી મળતી એ કદાચ આજે કારમાં બેસીને પણ નથી મળતી. રોજ રાત્રે સાથે બેસી જમવાની ટેવ, આખો દિવસ રાહ જોયા બાદ રાત્રે નોકરી પરથી આવતા પપ્પાને જોઈ જાણે ગોળના ગાડા મળ્યા હોય એવો આનંદ ! જમ્યા પછી આખા દિવસની વાતો કરતા કરતા એમના ખોળામાં ક્યારે નીંદર આવી જતી ખબર જ ન રહેતી. અને સવારે ફરી પાછા એ નોકરીએ જતા રહે અને ફરી રાત સુધીની રાહ આમ જ ક્યારે બાળપણ વીત્યું અને થોડા મોટા થયા. બહુ બધા સપના નહોતા બસ નાની નાની વાતોમાં પણ અઢળક ખુશીઓ મેળવી લેતા. પપ્પાના ગુસ્સામાં પણ સ્નેહ જ છલકતો. સૌની ઈચ્છા પૂરી કરવામાં પોતાની જરૂરિયાતને સદા નજરઅંદાઝ કરનાર પપ્પાને સમજવા ખુદ પપ્પા થવું પડે. આંગળી પકડીને જીવનના દરેક પડાવ હિંમતથી પાર કરવા, જૂઠું ન બોલવું, હંમેશા સંતોષ રાખવો આ શીખ આજ પણ જીવનમાં અપનાવેલી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational