રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Tragedy Inspirational

2  

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Tragedy Inspirational

કૂવામાંનો દેડકો

કૂવામાંનો દેડકો

1 min
74


આ કહેવત કદાચ ઘણાએ સાંભળી હશે પરંતુ આ કહેવત પાછળની વાર્તા કંઈક આવી છે.

એક દેડકીનું બચ્ચું જે કૂવામાં જન્મેલું અને તેમાં જ ઉછરેલું તે એક દિવસ પાણીના ઘડામાં કૂવાની બહાર અનાયાસે નીકળી આવ્યું. બહાર એક મોટો બળદિયો ઊભો હતો. તેનું મોટું પેટ જોઈને આ દેડકીનું બચ્ચું ડરી ગયું અને ફરી પાછું કૂવામાં ઝંપલાવ્યું. ગભરાઈ ગયેલું તે તેની માને, કે જે અંધારિયા કૂવામાંથી જિંદગીમાં કોઈ દિવસ બહાર જ નીકળી ન હતી તેને કહેવા લાગ્યું કે " મા ! મા ! મે આજે બહાર એક મોટો બળદિયો જોયો, એનું પેટ ખુબજ મોટું હતું. "

એની મા દેડકીએ પોતાનું પેટ ફૂલાવીને પૂછ્યું કે આવડું હતું ! તો બચ્ચાએ કહ્યું કે ના , એથી મોટું હતું. માએ વધારે પેટ ફૂલાવીને પૂછ્યું કે આવડું હતું ? તો કહે ના,એથી પણ ઘણું મોટું હતું. આમ વારંવાર દેડકી વધારે ને વધારે પેટ ફૂલાવતી ગઈ અને પૂછતી ગઈ કે આવડું ? આવડું ? અને બચ્ચું દરેક વખતે ના ના કરતું રહ્યું.

આખરે દેડકીનું પેટ ફસકીને ફાટી ગયું, પરંતુ તે બળદિયાના પેટ જેવડું ના થઈ શક્યું ; ના જ થઈ શકે ને ! કોઈ કાળે ન થઈ શકે.

આમજ આ કહેવત પડી હશે. અનુભવ વગરનું અનુમાન પણ દુર્ઘટના સર્જી શકે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy