મરીચિકા
મરીચિકા
આજકાલની જનરેશનને ફેસબૂકમાં વધારે ને વધારે લાઈક, કોમેન્ટ મળે એ માટે નિતનવા નુસખા કરે છે.
આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
બોપલમાં રહેતાં એક પરિવારમાં હમણાં ખળભળાટ મચી ગયો. આશિષભાઈ અને હિનાબેન નોકરી કરતાં હોય છે.
ઘરમાં વૃધ્ધ માતા-પિતા અને બે સંતાનો છે. એક દીકરી શિખા અને દીકરો મલય.
કોરોના મહામારીના પગલે ઓનલાઈન શિક્ષણ થયું એટલે છોકરીઓને મોબાઈલ લઈ આપવા પડ્યાં અને પછી એનો ઉપયોગ ખોટી રીતે થવા લાગ્યો. મલય પંદરેક વર્ષનો હતો. ફેસબૂકમાં દાદા, દાદીના નામનું એકાઉન્ટ બનાવીને ઉપયોગ કરવા લાગ્યો.
શિખા મલયથી બે વર્ષ નાની હતી પણ ભાઈ જે કંઈ કરે એમાં ટેકો આપતી હતી.
મલયે એક દિવસ દાદા દાદી ને એક જૂના હિન્દી ગીત ઉપર ડાન્સ કરાવ્યો અને ફેસબૂકમાં મૂક્યું.
ગીત હતું. ગોરે રંગ પે નાં ઈતના ગુમાન કર.
ગોરા રંગ દો દીન મેં ઢલ જાયેગા.
મલયે ફેસબૂક માં વિડિયો મૂકયો.
લાખોની સંખ્યામાં લાઈક, કોમેન્ટ આવ્યા પણ મલયનાં ફોઈનો દીકરો મલયના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હતો એણે આ વિડીયો પોતાની મમ્મીને બતાવ્યો.
ફોઈબા એ પોતાના ભાઈને ફોન ઉપર વાત કરી.
આશિષભાઈ એ હીનાબેન ને ફોનમાં વાત કરી.
બન્ને જણાં ઓફિસમાંથી રજા લઈને ઘરે આવ્યા.
દાદા,દાદીને પૂછપરછ કરી એટલે એ લોકોએ ડરતાં ડરતાં મલય તરફ આંગળી ચીંધી.
આશિષભાઈએ મલયની સામે ગુસ્સાથી જોયું અને કહ્યું કે શું છે આ બધું.?
મલયે પહેલાં તો ગલ્લાંતલ્લાં કર્યા પછી કહ્યું કે એણે ફેસબૂક ઉપર દાદા, દાદીનું એકાઉન્ટ બનાવ્યું છે અને વધારે લાઈક, કોમેન્ટ મેળવવા માટે વિડિયો ઉતારી મૂક્યો છે.
આશિષભાઈ અને હિનાબેન એ ગુસ્સો કરી કહ્યું કે ડીલીટ કર એ વિડિયો સમાજમાં નામ ખરાબ થાય છે અને આ ઉંમરે તું દાદા, દાદીને ડાન્સ કરાવે છે તને શરમ નથી આવતી ?
મલયે ગુસ્સામાં ટીવીનું રીમોટ પછાડ્યું અને વસ્તુઓ ફેંકવા લાગ્યો અને કહ્યું કે જો મને રોકશો કે બોલશો તો હું આત્મહત્યા કરી લઈશ આમ કહીને બધાને બેઠકરૂમમાં પૂરીને જતો રહ્યો.
આશિષભાઈ અને હિનાબેન રડી રહ્યા. દાદા, દાદી લાચારીથી જોઈ રહ્યા.
આશિષભાઈ આજની જનરેશનને શું કહેવું હિના આ મૃગજળ પાછળ દોડતી જનરેશનને કેમ સમજાવવી કે આ ખોટી દોડ છે.
આ ઝાંઝવાના જળ જેવું છે..
આવી મરીચીકાથી કોઈ ફાયદો થવાનો નથી એમ કહીને રડી પડ્યા.
અને એક અઠવાડિયા પછી મલયે દાદા દાદીનો નવો વિડિયો ફરીથી મૂકયો.
ડરના માર્યા બધાં જ લાચારીથી આ બધું સહન કરી રહ્યાં.
