મન મંથન સ્વનું ૧૩
મન મંથન સ્વનું ૧૩
આપણે લાગણીના તાણાવાણા વિણ્યા તો, હવે ઈચ્છા તે પણ સિધ્ધાંતો સાથેના બાંધછોડ વગરની ઈચ્છા. સિધ્ધાંત આપણને જીવન જીવવા માટે એક બળ પૂરું પાડે છે, તમે સિધ્ધાંતને પકડી રાખશો તો તમારી ફિલોસોફી (આધ્યાત્મિક હશે કે પછીસામાજીક) તમને તમારી ઈચ્છાઓ પર કાબૂ કરતા શીખવાડશે. જો તમે તમારી લાગણી તમારા સ્વભાવને ઓળખી જશો તો તમને તમારીજિંદગીના દરેક પાસા સમજાતાં જશે.
તમારા વિચારને બળ આપે તે તમારી ઈચ્છાઓ છે અને ઈચ્છાએ જ તો આપણો વૈચારિક પ્રેમ છે.આપ્રેમને વિચારો સાથે ઐક્ય કરી તેમાં જ નિજાનંદ લો. આપણે જ આપણા મન સાથે ઐક્ય સાધી વિચારીએ કે મારી મન પસંદ ઈચ્છાઓ પૂર્ણતા પામી છે. તો એનકેન પ્રકારે આગળનાં સમયે તે પૂર્ણતા પામે છે. આમ નહિ થાય તો એ વિચારો જ નહિ. જુઓ હું જ અને મારી મનોકામના બન્ને સફળ થાઓ. તમારી વાત જરૂર મનના વિચારોદ્વારા તમારા ઈશ્વર સુધી જ પહોંચશે જ.
યાદ છે કવિ શ્રી નરસિંહ મહેતાનું સકારાત્મકતા સભર કાવ્ય ઈશ્વર સાથેનું સીધું જ જોડાણ કરાવે તેવું
કાવ્ય ...ચાલો જોઈએ..
"અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે."
= નરસિંહ મહેતા
જોયું જેહને જે ગમે. અહીં તમારી ઈચ્છા તમારા સિધ્ધાંત તમારી ગમતી વાત જ આખા બ્રહ્માંડમાં તમને નિજાનંદ આપે. બીજાનો બાધ નથી બીજા તો સર્વાંગ સ્વાર્થનું જ વિચારે. તમારી અંદર સત્ય જે સકારાત્મક છે તે જ છુપાયેલું છે તે તમારે જ ઢંઢોળી શોધવાનું છે. જિંદગીમાં તમારી ઈચ્છા તમારાસિધ્ધાંતથી મેળવ્યું તેના હકદાર તમે જ છો.તેને સકારાત્મકતાથી અપનાવો. જગમાં પ્રેમનો ભાવ સૌથી મહત્વની જીત છે. ઘૃણાતોબહુ જ દૂરની વાત રહેશે.
મારા નાના કાવ્યની મારી લાગણી .. જે મને સકારાત્મક ઉર્જા અર્પે છે.
જિંદગી માં આગળ વધો,
હારો નહિ મુસીબતોથી,
હાર જીત તો આવ્યા કરે,
કંઈક કરી જવું એ નક્કી ....!
જીંદાદિલી
જીવનમાં એક જ ધ્યેય રાખો, જીંદાદિલીનો. શા માટે કોઈની ટીકા કરવી ? શા માટે જગને વિકૃત વિચારોથી
પોંખવું ? નકારાત્મક ઉર્જા જ તમને કોઈ જ રીતે આગળ નહિ જવાદે. ઊઠો જાગો ને વિચારો તમારી ઈચ્છા તમારા સિધ્ધાતને જ તમારી ઉર્જા બનાવો.
