Shree Patel

Others

3  

Shree Patel

Others

મન મંથન સ્વનું - ૧૦

મન મંથન સ્વનું - ૧૦

2 mins
211


આકર્ષણનું જીવનમાં કેટલું મહત્વ હોય છે, તે આપણે જોયું. તેવી જ રીતે જીવનમાત્ર એ કેવું લાગણીથી

બંધાવેલું છે. તે વિશે વિચારીશું. મનને તેની વિચાર શક્તિ જે હૃદયની લાગણી સાથે બંધાયેલી છે. જેમ આપણે ઘણીવાર કોઈકનો ફોન આવે કે આપણે કરીએ

તો કહેવાય જાય, ”યાર ! સો વર્ષનો થવાનો કે થશે..! કેમ ? જાણો છો મનની લાગણી હૃદયના તાર સાથે જોડાય

ત્યારે તે જ લાગણી હવાના કે હૃદયના પ્રવાહથી સામેના

વ્યક્તિને ઝંઝોડે છે ને તે કરે કે આપણે કરીએ પણ જે

ટેલીપથી(અનુભૂતિ સંવેદન) જાગૃત થાય. આપણે ખુશ

થઈ જઈએ..કારણ ઈચ્છા પૂર્તિ થાય છે માટે ખુશ.

તેવી જ રીતે મારું માનવું છે કે વિચાર વિમર્શ કરતા મનને આપણે જરૂર નકારાત્મકતામાંથી હતારાત્મકતા તરફ વાળી શકીએ.જે અણગમતી વિચારસરણી છે, જે ડરાવે છે તેને ભૂલવા માટે ગમતા વ્યવહાર તરફ વળીએ નકારાત્મકતાને ધકેલીએ..આખા દિવસમાં એકવાર પછી બે વાર પછી ત્રણવાર એમ કરતા અનેકવાર આમ કરતા રહીએ તો એકવાર જરૂર જીત થશે જ થશે. ભૂતકાળમાં સભાનતાથી કર્યુ પણ કાર્ય તો ખોટું જ હતું તો વર્તમાનમાં કેમ ખોટું કરવું.. અરે તમે જ જાગૃત થશો તો કોઈને બદલે જે લઘુતાગ્રંથી બાંધી હશે એમાંથી બહાર નીકળી જશો. કદાચ ત્યારે જ એવી જ અદ્રશ્ય વ્યક્તિના પરિચયમાં આવશો જેનાથી વંચિત હતા તમે..એટલે કે ઈશ્વર, ખુદા,  ગોડ કે બ્રહ્મ શક્તિ જે તમારામાં જ વાસ કરે છે ને તેથી ભય નાશ પામશે. મનની શક્તિ મજબૂત થશે અવિશ્વાસ મરશે ને શ્રધ્ધા સાથે વિશ્વાસ અડગતાથી સાથ આપશે.

ગંગાસતીનું ભજન યાદ છે...

મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે,

ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં,

સોહી હરિજનનાં પ્રમાણ રે. ...મેરુ.

 મનની મનો વ્યથા મેરુ સાથે કરી, પણ મન મજબૂત થાય તો મેરુથી મજબૂત થઈ જાય. પછી કેટલાય

પ્રયત્ન કરે દુનિયા કે આસપાસનો માહોલ પણ મન અચળતાના આંચળા નીચે હકારાત્મક વિચારસરણી

જ ધરાવતું થાય અને કોઈની જરૂર ન પડતાં સાચા ખોટાની પરખ કરતા થઈ જવાય.

મારા મનની વાત નાની ચાર પંક્તિઓમાં..

મનનો પ્રેમ

મીઠો કે કડવો 

પણ હોય તે ભૂતકાળ...!

માનવ તો જો જીવવો

કેમે નથી એને વર્તમાનકાળ..!

ક્યાં તો કહે કળવો

એને અજાણ્યો ભવિષ્યકાળ...!

મનની વેદના મનથી જુવો

જગ જાહેર તો એ તમાશાની જાળ..!

તમારી જિંદગી નો બાહ્ય દાવો

તમારી જ કિંમત ની આળ...!

મનનો પ્રેમ મન માં રાખવો

એતો ફક્ત પ્રભુ ની કરાવે ભાળ...!

 મન જ જો માની જાય તો, કેવા વળીએ હકારાત્મક ઊર્જા તરફ..ન તેમાં ડર ન ભય ફક્ત લાગણીને અનુભવાય તેવી હકારાત્મક સાકાર અનુભૂતિની જ સંવેદના.


Rate this content
Log in