મન મંથન સ્વનું
મન મંથન સ્વનું
ધરા પરના પ્રકૃતિ કે ચમત્કારોનું આલેખન પછી મારા મનનું મંથન અભ્યાસ તરફ વળે છે. અભ્યાસએ જીવનમાં પડતી ટેવોનેઆધીન હોય છે. ઘણીવાર આપણે કરવા ઈચ્છીએ છીએ તો પણ ધાર્યો અભ્યાસ કરી નથી શકતા. અભ્યાસ એટલે તમારું શું માનવું છે. . વાંચન, પરીક્ષા અને ડિગ્રીના કાગળો. . ની થપ્પી. . !
મારે મન અભ્યાસ એટલે કરેલા કાર્યોમાંથી મળતી શીખ અને વાંચન દ્વારા શિખવા મળેલું ચિંતન. એટલે જ ક્યારેક ખોવાયેલી ચીજ શોધવા આપણે ખૂબ મહેનત કરીએ પણ ન મળે ત્યારે શીખવા મળે કે હવે તેની આગળપાછળ કરેલા કામને યાદ રાખવું કે તેનો અભ્યાસ કરી રાખવો.
દા. ત. તમે લીધેલી ડાયરી ને તેમાં તમે કોઈક આવ્યું ને તેમના સરનામાની નોંધ તેમાં જ કરી હોય. હવે તે ગયા પછી તે ડાયરી પડી રહી, નજર જતાં તેને ઘરમાં રહેલા જ કોઈ કબાટમાં કે પલંગ આગળ કે સોફા આગળ મૂકી દીધી. પછી વિસરાય ગયું ને જરૂર પડી ત્યારે શોધવાં માંડી ત્યારે ન મળી. પણ યાદ કરતા જણાયું કે ફલાણાં ભાઈ આવ્યા ને તે સમયે તેમનું સરનામું તેમાં ટપકાવ્યું હતું. તે પછી શું કામ કર્યુ તે યાદ કરતા જ તે કેવું મળી જાય છે. શૈશવમાં ચોપડીઓ કે પુસ્તકો કે નોટબુકો ખોઈ નાંખતા પછી શોધી ને મળી આવે જૂની કિંમતી ચીજ. . ત્યારે જે આનંદ થાય તે આ અભ્યાસમાં જોડી દેવો જોઈએ એવું નથી લાગતું ?
“અમે બધાં” વાંચી હતી. . ? કોઈએ કેવું હાસ્ય ઉપજાવતું હતું પાને પાનું. . . શૈશવ જીવનનું મહત્વનું પાસુ છે. મારું માનો તો બાળપણની જે પળો યાદ હોય તે જરૂર ડાયરીમાં ઉતારો કંઈક નવું જ પામશો અને ક્યારે “યાદશક્તિ”ગુમાવવાનો વારો જ નહીં આવે. . એવા કેટલાય લેખકો છે જે તમારી સાથે છે એવું લાગશે. એ ક્યારે બને કે તમે અભ્યાસ ચાલું રાખો ને જીજ્ઞાસા પૂર્ણ કરો. . જયોતિન્દ્ર દવે નું લક્ષ્ય તો પોતાના વતન સુરતના સરેરાશ જીવનને હળવી નજરે નિહાળી એ લુપ્ત થઈ જાય તે પહેલાં ઝીલી લેવાનું છે. શિખામણ પર પણ તેમણે જગને કહ્યું કે આપવી સારી લાગે જ્યારે તેને અપનાવવી અઘરી લાગે. તેમની અનેક પુસ્તકોને વિસરી ગયા છે તો ચાલો શીખીએ અભ્યાસની ટેવો આવા લેખકો પાસેથી. આજે લોકો પત્ની કે સ્ત્રીને હાસ્યનું પાત્ર ગણી લખે છે ત્યારે. . તેઓ રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછાવજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સતત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે. ખોટી બે આની નિબંધ પણ ખરેખર વાંચવા જેવો છે. . તેથી શોધો ને અભ્યાસ કરો ને પોતાની ક્ષમતાને તોલો. વિસ્મૃતિ એક રોગ બની જાય તો દયાને પાત્ર બનાય.
વાંચન અને અભ્યાસ સાથે ડાયરી લખવી તેને વારંવાર વાંચવી ક્યારેય બધી પળો સાથે જીવી શકીશું. આ બધું બદામ ખાવા જેટલું જ મહાન છે.
