STORYMIRROR

Shree Patel

Others

3  

Shree Patel

Others

મન મંથન સ્વનું - ૯

મન મંથન સ્વનું - ૯

2 mins
197

આપણે અભ્યાસ વિશે જોયું કે જીવનના ક્રમને કરતા કરતા અભ્યાસ શીખી જવાય છે. માનવ માનવના જીવનનું એક અદભૂત આકર્ષણ હોય છે તેનું રહસ્ય શું ?

મારું માનવું છે જીવનમાં કોઈ તરફ, ચીજ તરફ કે વસ્તું તરીકે મનમાં રહેલી ઈચ્છાઓ તરફ રહેતું આકર્ષણ તમને સફળ બનાવે છે. એ તમને મેળવવા એક અદ્રશ્ય શક્તિ જે અઢળક ચુંબકત્વ ધરાવે છે તે જ મદદ રૂપ થાય છે.

     દેશ વિદેશ હોય બધે જ આ અદ્રશ્ય શક્તિની પૂજા થાય છે. તેના નિયમો વિરૂધ્ધ કોઈ કાર્ય કરીજ શકાતું નથી. માટે તેને આપણે હરિ કે ભક્તિનું નામ આપ્યું છે..તેને માટે શ્રી હરિહર ભટ્ટની એક પ્રાર્થના યાદ આવે છે.

એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,

જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી,

મહાનલ… એક દે ચિનગારી..

        આજે તો આપણે સૂરજને ચાંદ સુધીની સફર ખેડીએ છીએ પણ કવિનું આકર્ષણ તો હતું પ્રકૃતિની ભેટ સમાન ચાંદ ને સૂરજતેની પાસે તેઓ એક સમજણની ચિનગારી માંગી રહ્યા છે..જે વિશ્વમાં સર્વે લોકો તે જ ઈશ તરફના આકર્ષણ ચુંબકત્વ માંગે છે. જીવનમાં બનતી બધી ઘટના જ તમને તે આકર્ષણ તરફ લઈ જાય છે. જેમકે કંઈક ખુશી મળી તો તમારી શ્રદ્ધા મજબૂત રૂપ ધારણ કરે છે ને જો દુ:ખ મળ્યું તો પણ તમારી શ્રદ્ધા તેની તરફ મીટ માંડે છે જે અંતરમાં કંડારી ને મૂકી છે ઈશની અનુભૂતિ ને તેનું આકર્ષણ.

       વર્ષોથી હિન્દમાં શિલાલેખોની છણાવટમાં પણ આ એક આકર્ષણ મળે છે,પછી તે હિન્દુ ધર્મ હોય કે બીજા જુદા જુદા ધર્મ પંથ.આકર્ષણ એ એવો નિયમ છે કે પૂરા વિશ્વ કે બ્રહ્માંડને સંચાલિત કરે છે.જીવનની દરેક પળ તમે તેને અનુભવો છો. તમે તેથી જ આકર્ષણ ને નીચેથી ઉપર તરફ જોઈ અજ્ઞાત અદ્રશ્યનો સાથ શોધો છો.

મારા મતે મારું કાવ્ય મંથન..

આકર્ષણ

ઊગ્યો આ પ્રભાતે,

ભાનુ લાલ રાતો..!

શશિની શુભ્ર શ્વેતતા,

ચાંદનીની શીતળતા,

અદ્રશ્યમાન થાતા,

સર્વત્ર છાયો પ્રકાશ,

હૈયાના આ ઉજાશમાં,

શાને ક્ષણ તમસમય ?

દૂર ઘૂઘવતા જલધિ પર,

આંધી આવી ને ધરા પર,

આભમાંથી પડે અમી સર,

ધરાની મીઠી સુંગંધે..!

થાય હૈયામાં મીઠો મૂંઝારો

 શું તુજ હૈયે એજ ..

વીજળીનો ઝબકારો..?

સમયના વિવિધ રંગો..

પકડાશે તુજ સંગ,

જો જે વિતી ન જાય..!

માનવી રમતમાં આ સુંદર..

કુદરતી પળોનું આકર્ષણ..!


Rate this content
Log in