Shree Patel

Others

3  

Shree Patel

Others

મન મંથન સ્વનું - ૭

મન મંથન સ્વનું - ૭

1 min
192


પ્રકૃતિ માનવની પછી તેના મનની વાત કરીએ તો તે ચમત્કાર તરફ વળે છે. જિંદગીની એક એક અવસ્થાએ તે ચમત્કાર તરફ વળે છે. ઘણાં ચમત્કારો જીવનમાં બનતા હોય છે, જેવાકે ખૂબ દુ:ખ, કષ્ટ, ભયાનકતા જીવનમાં આંધી તોફાન લઈને આવે..શારીરિક રૂપે થાકી જઈએ ક્યાંય પણ માર્ગ દેખાતો નથી ત્યારે હૃદયના ખૂણામાં પડેલી એક શ્રધ્ધા આપણને અજાણી અજ્ઞાત શક્તિ તરફ વાળે ને થોડી ક્ષણો સુખની મળે તે આપણા જીવનનો ચમત્કાર બની રહે તે આર્થિક અને શારીરિક રૂપે પ્રગટે છે. માનસિકતાને તે સમતોલન કરે ને પછી આપણે તેને ચમત્કાર રૂપી વંદનીય માનીએ.

આપણાં કવિઓમાં આખ્યાન કરનારા માણભટ્ટ કવિઓ આપણને ઘણાં આખ્યાનો ભેટ રૂપે આપી ગયા છે.

સુદામાને થયેલા ચમત્કાર મિત્ર તરફની ભેટ રૂપી હતા. દરિદ્રતા દૂર થઈ એક એક તાંદૂળનું ઋણ કૃષ્ણ ઉતારતા ગયા..ને પ્રેમાનંદે કેવું સુંદર આખ્યાન કર્યું..કે ચમત્કારમાં ન માનનાર પણ તે માનવા લાગ્યા.

પ્રેમાનંદ આખ્યાનની શરૂઆત ગણપતિ અને સરસ્વતીમાં ના સ્મરણથી કરતાં તે હિન્દી અને સંસ્કૃતમાં કાવ્ય રચવા લાગયા, ગુરુરામચરણની શુખમણ “ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ ?’ ગુજરાતી ભાષામાં કવિતા રચવા કહ્યું અને તમને ગુરુના વચનનું પાલન કર્યું તેમાં મહા કાવ્યોના ચમત્કારીક વર્ણનોનો સમાવેશ કર્યો.

આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાન દ્રારા તેમણે લોકશિક્ષણનું કામ કર્યું છે, પ્ર્જકીય સંસ્કાર વારસા ને સાચવવાનું, પોષવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું છે આવા કવિઓને નમન કરવાનું મન થાય છે. તેઓ માટે કહેવાય છે કે ચાલતી ફરતી શાળા હતા.


Rate this content
Log in