મન મંથન સ્વનું - ૧૨
મન મંથન સ્વનું - ૧૨
આપણે જોયું કે હકારાત્મક વલણ માનવીને પ્રભુ તરફની આસ્થાને વધારે છે. તો હવે આપણે લાગણીની વાત કરીએ. મનમંથન કરતા માનવીની લાગણીઓ આપણને આનંદ આપે છે, તે જ સારું લાગતી લાગણીઓ વિચારતા જ તે બ્રહ્માંડ સુધી પહોંચી આપણા જીવનની હર ક્ષણ આનંદમય બનાવે છે. તેથી વધુ લાગણીઓ પણ સારી સારી અનુભવાય છે, જીવન આનંદમય બની જાય છે.
નિરાશાઓ તો સંજોગો ઊભી કરે, પણ એ જ સંજોગોને પણ બદલી શકાય છે. જો આપણું મન તે તરફ વધુ ન રાખી આપણે મનગમતા કામ કે શોખ તરફ જ વળી જઈએ. તમને થશે એ શું કરી શકે ? તો જુઓ તમને સંગીત પ્રિય છે તો એમાં વળો સાંભળો ને મગ્ન બનો, જો તમને વાંચન પ્રિય છે તો તે તરફ વળી તેનો આનંદ ઉઠાઓ, તમને લખવું ગમે તોતે કામ શરું કરો સૌથી સુંદર લેખ વાર્તા કે કાવ્ય ઉદ્દભવશે, અનેક ગમતા કાર્યો છે. . રખડવું કે દરિયા-નદીનાં કિનારે ટહેલવા જાઓ. . નિરાશા ભાગી જશે. અરે ! જે વહાલી વ્યક્તિ છે, જેની સાથે આનંદની પળ વિતાવી છે એ પળો પણ તમને આનંદ આપશે.
એક શબ્દ છે લાગણી સાથે માંગણી. . તમે સવાર જ ઈશ્વર પૂજાથી કરો છો, તો ઈશ્વર પાસે સુખ વૈભવ ન માંગો એવું માંગો કે ઈશ્વર પણ આપવા લાચાર થઈ જાય. રોજ પલ અને વિતતો સમય પણ ઈશ્વરને આભારી છે. કહો છો ને, ”હે ઈશ્વર ! તારી મરજી વિના તોપત્તું પણ નથી હાલતું. ” તો આ ક્ષણે લીધેલો શ્વાસ કે તમને અનુભવાતી તમારી જીવતા હોવાની અનુભૂતિ એ જ ઈશ્વરની ભેટ છે. તો સ્વીકારો કે તેણે જ આપ્યું, આપશે તે સ્વીકાર્ય છે.
આ સ્વીકૃતિ એ જ તમને આનંદની લાગણી સાથે જોડશે. . . બાલાશંકર કંથારિયાની 'કાલાન્ત'જીનું બોધ કાવ્ય મારુંપ્રિય કાવ્ય છે. જે નિજાનંદમાં રહી ઈશ્વર સામે સદા બાલ બની મસ્તીમાં મઝા લેવાનું સમજાવે છે.
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
-બાલાશંકર કંથારિયા
સુંદર રચના છે ને મિત્રો ? અહીં લાગણીઓ તો દર્શાવી દીધી પણ સાથે ભરોસો વિશ્વાસ પણ રાખો કલ્પો કે તમે જે ઈચ્છ્યું તે મળી જ ગયું છે. મે અનુભવ્યું છે રોજ ઈચ્છ્યું હતું પ્રિયજન થોડી ઘડીનો સાથ પણ સરસ રીતે મળી ગયો છે. . જે બાકીની જિંદગી પણ મારી હું આ જ હકારાત્મક લાગણીને ઈચ્છીત કલ્પના સાથે એકાકાર થઈ જીવી લઈશ. આજે આ લખવું કે લખી રહી છું એ વિચારો પાછળ એ પળ ને ઘડીનો જ આનંદ વધુને વધુ પ્રેરણાદાયી છે. મારા માટે અને મૃત્યું પર્યંત રહેશે. અહીં નાની અમથી મારી રચના એ પળનાં આનંદથી જ મૂકું છું.
વહાલા,
આ જો ને
ભલે જગ વિસરે. . !
મુજ હૃદયેથી
તુજ સ્મરણ કેમેય
ન વિસરાય. . . !
યાદોનું બ્રહ્માંડ કેમેય
ન થાય વિચલિત. . !
ફક્ત તુજ વિશ્વસનીય,
વિશ્વાસની વિસાળતા. . !
મુજ હૈયાને સાથ. . !
કદી ન તું વિસરાય. . . !
વહાલા,
આ જો ને
ભલે જગ વિસરે. . . !
અહીં પ્રભુ અને વિચારોની કલ્પના જે તમને આનંદ અર્પી જાય છે તે જ છે. સકારાત્મક લાગણીને સકારાત્મક તેનો વિશ્વાસ ઈશ્વરને પણ ખુશ કરી આપણા તરફની ઋજુતા જરૂર અનુભવશો. આ મારું મન મંથન છે. જે મને સકારાત્મક ઊર્જા અર્પે છે.
