Shree Patel

Others

3  

Shree Patel

Others

મન મંથન સ્વનું - ૧૫

મન મંથન સ્વનું - ૧૫

2 mins
202


આપણે વિચારોને બ્રહ્માંડ સુધી પહોંચાડવા ચિંતનની વાત કરી તો હું હવે સ્વને ઢંઢોળી જીવનને એવા મોડ પર જોઈ રહી છું જ્યાં માનસ સ્પર્ધાત્મક જીવન જીવતા ઈર્ષાળુ બનતું ગયું છે ..શા માટે ઈશ્વરે તો બધાંને ધરા પર માનવ કે પશુ કે પંખી રૂપી જીવન ધરી જીવવા સરસ સુંદર જિંદગી આપી છે તો તેને ઘડી ઘાટ આપવો જોઈએ કે બાળી રાખ કરવી જોઈએ.બાજુના ઘરમાં સોનાની કિટલી અને કપરકાબી તો મારે ત્યાં ચાંદીના કેમ નહીં..? નવું વોશીંગ મશીનઆવ્યું તો હું હાથથી કપડાં કેમ ધોઉં..? આ આપણાં મનની જ ઉપજ છે ? બીજાની વાવેલી ફસલ કરતાં મારી ફસલ ઉત્તમ જ થાય..તો જરૂર આ સ્વાર્થી વિચારને માપ તોલ કરી તમારી ફસલ સારી જ ઉગાડશે પણ પેલો અસંતોષી વિચાર તમને એમ જ કહેશે ભગવાને જો એને જસારી ફસલ આપી..કારણ મનની એ ગ્રંથી તમને સારું વિચારવા જ દેતી નથી.

હરિદાસ મહારાજના કાવ્યની (ભજનની)પંક્તિઓ મારી ખૂબ જ મનગમતી પંક્તિઓ છે

ન જાણ્યું જાનકી નાથે,સવારે શું થવાનું છે, 

અરે એ કેમ કહેવાયે, પ્રભુ તો સર્વ જાણે છે..

પછીની પંક્તિઓ જવા દઉં ને વચ્ચેની પંક્તિ મારા મંથનની જોડે જરૂર વિચારવા મને પહેરે છે.

સવારે તો રહ્યું આઘું, ઘડીપલની ખબર કોને,

છતાં મિથ્યાભિમાની જન, અહંકારે છકે જોને.

અહા ! એ નાથની માયા, સહું તેમાંય સપડાયા,

ન ચાલે કોઈનું કાંઈ, અવિદ્યામાંય અટવાયા.

પછી કહો કોઈ શું જાણે સવારે શું થવાનું છે.

નહીં અચરજ કશું એમાં, બધાંયે જીવ એવા છે,

પરંતુ જીવના સરખા, પ્રભુને કેમ લેખાયે,

પ્રભુ મહિમા ન જાણીને, ગમે તે કેમ બોલાય,

તેમનાં ભજન કે કાવ્યની આ પંક્તિઓ માનવીને કેટલું કહી જાય છે. છતાં માનવી તો અસંતોષ ને કારણે પ્રભુના અસ્તિત્વથી પણ મુખ ફેરવી લે છે.શા માટે તેણે જ પલ

ક્ષણ નક્કી કર્યા છે ધાર્યુ તો ધણીનું થાય તો શા માટે ઈર્ષા અને અંહકારને પ્રવેશ કરવા દેવો. માનવી ને માનવ થવું જ છે પણ ઝંઝાવાતથી ડરવું છે..અરે પરીક્ષાઓ તો આપવી જ રહી તેમાંથી બાકાત તો કોઈ જ નથી. પશુ પણ નસીબની બલિહારીથી રાજપાટ તો કોઈ ગલી, જંગલ પામે છે..કોઈને ચારોમળે છે તો કોઈને ચરવા જવું પડે છે તો આટલા દ્રષ્ટાંતથી સમજી જાય તો માનવીને

દુ:ખ કે તુલના જ ન હોય.

નથી સૂઝતું કાંય 

ભૂલા પડી જવાય

માર્ગ ન મળતા ક્યાંય ..!

પ્રભુ ત્યારે યાદ આવે સદાય..!

નથી વિશ્વાસ આત્મ તણો

ત્યારે અંધવિશ્વાસ જાગે ધણો

શોધતા ફરીએ ત્યાં આતમ સાણો..!

પ્રભુ ત્યારે લાગે આપણો...!

પ્રેમની ભાવના જન્મે અંતરે

સર્વ ઘાટ ત્યારે અંત સુધારે

નહીં જાવું પડે ત્યારે જાત્રે..!

પ્રભુ ત્યારે તારે સાથ..રે...!


Rate this content
Log in