મન મંથન સ્વનું - ૧૬
મન મંથન સ્વનું - ૧૬
આપણે જોયું કે માનવનું માનસ સ્પર્ધા કરી કરી ઈર્ષાળું થતું જાય છે. તે કૃતજ્ઞતા વિસ્તરીને કૃત્ઘન થતો જાય છે. મોટા મોટા સંતો તેથી કુદરતથી લઈ જે ધરા પરના નાના મોટા જીવનો કૃતજ્ઞતાપૂર્વક આભાર વ્યક્ત કરવો જોઈએ. ઊઠતાં બેસતા કણ કણ ને પલપલ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. જીવનની કોઈ પણ નાનામાં નાની ક્ષણનાં પણ કૃતજ્ઞ રહેવું જોઈએ. જેથી મન તમને પૂરેપૂરી રીતે દ્વેષ ભાવથી મુક્ત થતા અનુભવશો. નાનપણથી મન ક્યારેય મારું મારી દ્રષ્ટિએ કૃતઘ્ન નથી થયું..મા બાપ ,ભા બહેન,મિત્રો કે સખીઓ કે જોડાયેલા શત્રુ ,ગુરૂ શિક્ષક અને શિક્ષિકાઓ બધા કુટુંબીઓ વગેરે સર્વે મારા જીવનમાં આવનાર વ્યક્તિ અભિવ્યક્તિઓની હું ઋણી અનેઆભારી રહી છું.તેથી હું બે હાથ જોડી ક્ષમા માંગતા કે વંદન કરતા ક્યારેય ખચકાય નથી કે મિથ્યાભિમાનથી ક્યારેય તેઓને મેતરછોડ્યા નથી.મારું માનસ તેથી ક્યારેય ઉદ્વેગ પામતું નથી કે ક્યારેય મનોવ્યથા અનુભવતું નથી. કૃતજ્ઞતા જ
જીવનની સાચી કડી છે.ઉઠતા બેસતા નાનામાં નાના કાર્યને આભાર વ્યક્ત કરી ઋણ અદા કરો..ક્યારેય કોઈથી પણ અસંતોષ નહીં પામો.
મે ઘણાં લોકોને અસંતોષપૂર્ણ જીવન જીવતા જોયા છે ને કારણ પણ તારવ્યું છે કે તેઓ બીજાની ચીજો વસ્તુઓ કે કુટુંબીઓથીઆર્કષાયા છે, તેથી પોતાના દરેક પાસાને અસંતુષ્ટ દ્રષ્ટિથી જુએ છે.તેને બદલે એ માત તાત, પોતાના અંગત લોકો કે બાળકો..કે નોકરીપર સાથે કામ કરતા , કે મિત્ર બોસ બધાં જ કુદરતે બનાવેલા વર્તુળના પરિસરને વ્યાસ છે, તેની અંદર આપણો આત્મસંતોષ છે.
કવિ શ્રી રામનારાયણ પાઠક “શેષ”ની કવિતા મારી મનગમતી કવિતા છે.
પરથમ પરણામ (પ્રણામ) મારા, માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતનજી;
ભૂખ્યાં રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા, એવાં
કાયાનાં કીધલાં જતનજી..
કવિશ્રીએ દરેકની સાથે છેલ્લે જગતને પ્રણામ કર્યા છે કે જેણે લીધું કાંઈ નથી પણ આપ્યું છે તેણે. આપણે પૃથ્વી પર દરેકનો આભાર માનવો જોઈએ અરે ઈશ્વરની આપેલી હર ક્ષણનાં આપણે ઋણી છીએ. માટે તેનો આભાર વ્યક્ત કરતા શાનો ખચકાટ ? તે તો ઈશ પ્રત્યેની કૃતજ્ઞતા છે. હું માનું છું કૃતજ્ઞતાનો અભિગમ રાખવો જરૂરી છે..જેથી સંતોષ મળશે ઉણપ કોઈ જ નહીં દેખાય.
મારી નાની સમજ કૃતજ્ઞતા પ્રભુને કાજ..
ઋણ
કહે મનડું આજ
લાધ્યું જ્ઞાન આજ,
કદીય પ્રભુ તુજ,
વિધિ ન તેમા નીજ,
ભૂલ ન કરી તે લગાર જ,
સદાય તકદીરની બાજી,
ગોઠવી દીધી તે યોગ્યજ,
સાચું કહ્યું કે ...
પોતાના તે પોતાના જ
પારકા સદા ક્ષણ ભર જ,
આજ પરીક્ષા મુજ પ્રેમની,
પ્રભુ તું રહ્યો સફળ...!
ધન્ય સમજણ આપવા જ
દિ ઊગાડ્યો સફળ..!
કદી ન કરું પરીક્ષા તારી,
તે અર્પ્યું તે મુજ નસીબ..!
આભાર તુજનો આજ
ઋણ ચૂકવ્યું મેં તે જે કહ્યું !
એ જ મુજ કૃતજ્ઞતા આજ,
ધન્ય ક્ષણ મુજને અર્પી તે,
ભૂલીશ બધુ ન ભૂલીશ,
તુજ પળે પળે ઋણ..!
મુજ પર મુજ પર !
