STORYMIRROR

Shree Patel

Others

3  

Shree Patel

Others

મન મંથન સ્વનું - ૧૧

મન મંથન સ્વનું - ૧૧

3 mins
179

 આકર્ષણને તેમાંથી ઉત્પન્ન થતી મનની સંવેદના જે ટેલીપથી એટલે આત્મ અનુભૂતિનું સંવેદન. જોડાયેલું હોય છે વિચારના વિમર્શ સાથે. બહું જ વિચારતા રહીએ કે એકના એક વિચાર કર્યા કરીએ તેને માનસિકતાથી મજબૂત રીતે બાહ્ય અને આંતરિક આચરણમાં નિરંતર રટીએ તે પછી જેના પણ માટે હોય વસ્તુ કે ધર્મ કે વ્યક્તિ કે સફળતા..તે પ્રાપ્ત થાય છે જ. ખુશીઓની ઝોળી ભરાય જાય છે, પણ તેમાં એક પણ નિરાશાનો વિચાર પ્રવેશે કે મન પાછું પડવા માંડે. ત્રુટીઓ શરૂ થાય. સફળતા હોય તો પણ નિષ્ફળતા જ ઘેરી વળે. કામ અટકે, ઘોર નિરાશાની ગર્ત તમને ક્યાંતો જીવવા ન દે, ક્યાંતો તમારા સ્વજનોથી દૂર કરી દે.

 અહીં ફરી મારું મન મંથન કરે છે રટણ તરફ. મારા બા હતા, આમ જોવા જાઉં તો મારી મોટીબેનના સાસુ,પણ એમને મે ખૂબ જ નજીકથી એક વડીલ કે એક સ્વજન કરતા સારા મિત્રરૂપે જોયા છે. તેઓ કોઈ પણ કાર્ય હે શ્રીજી બાવાથી શરૂ અને હે શ્રીજી બાવાથી પૂર્ણ કરતા. તેમના એ રટણને હું તેમનો સાચો મિત્ર સૂત્ર માનતી. દરેક કાર્ય તેમનું વિના વિલંબ કે સંકટ વગર પૂર્ણ થતા જોયું..નાની ઉંમરે વિધવા થયેલા. પોતાના બાળકોને એક સૂત્ર હે ! શ્રીજી બાવા તું કરે તે સાચું.. કરી ઉછેર્યા જે થોડામાં ઘણું નું રટણ જ તેમને માનસિક મનોબળ પૂરું પાડતું. તે જ તેમને કપટ અને કંકાસથી દૂર રાખતું. તેમનું અંક પ્રિય ભજન હતું.

ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે;

અનેક જન્મથી જીવ આથડે, આપ શરણની ખબર ના પડે...

વાટ જોવા કરતા અંતકરણનું રટણ વધું હતું, ત્યારથી મારા મનોમંથનમાં રટણની પરિભાષા બદલાઈ ગઈ ને તે વિચારવિમર્શ સાથે જોડાઈ ગઈ ને મે અનુભવ્યું કે જે મનમાં ચાલ્યા કરતું ને મારું હકારાત્મક વલણ મને યેનકેન ખરા સમયે મળ્યું જ છે. એ મનોબળ કે માનસિકતાનો મજબૂત પાયો ત્યાંથી જ પ્રાપ્ત થયો. તેઓનું નામ પણ લક્ષ્મી હતું એટલે કે હું મનથી તેમને સદ્વિચારોના વિમર્શની દેવી જ સમજતી.

રટણ આપણાં ભક્ત કવિઓ ઘણાં એવા કાવ્યો આપી ગયા છે જેમાં હરિનું રટણ જ ભવસાગર પાર કરાવે તે સમજાવી ગયા છે. જેમકે નરસિંહનું રટણ કૃષ્ણ અને મીરાંનું રટણ પણ કૃષ્ણ. નરસિંહ ભરોસો રાખતાને તેથી તેમના દરેક કાર્ય અદ્રશ્ય માનસિક મનોબળથી પૂર્ણ થતું. મીરાં વિરહમાં પણ રિસામણાં નહિ મનામણાંની ભાવના રાખતા તેથી અંતે હરિ પામ્યા જ. તો દયારામનો ગોપીભાવ પણ મનને જ કહી ગયો.

ચિત્ત તું શીદને ચિંતા ધરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે?

કૃષ્ણને કરવું હોય તે કરે !

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;

સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે..

કૃષ્ણને કરવું હોય તે કરે !

-દયારામ 

હા મનનાં વિચાર વિમર્શને નિરાશ નહીં પણ ઈશ્વર પર છોડી દેવા કહી દીધું. હરિનું રટણ જ..તેવી જ રીતે ચીજ વસ્તુ કે સમયસર પૈસાની લેણી દેણી કરવી કે કોઈને મદદ કરવી એ મન સાથે જ જોડાયેલા હોય છે. તેથી તે માટે મનના વિચારોની ગતિને ચોક્કસ ગતિમાં રાખો નહીં કે શેખચલ્લીની જેમ ઘોડા દોડાવી ને નિરાશાની ગર્તતા પામો. સાચું કહું તોઆપણે એક હકારાત્મક કિરણો ઝીલનારા સારા સ્તંભ બનવું જોઈએ. વિચારોના પ્રસરણ દ્વારા જ પરિણામ મળે છે તે હકારાત્મક મનોબળવાળા ને સશક્ત જ હોય ને હોવા જોઈએ એ જ વિચારવું.કહેવાય છે સારું વિચારતા રંધાય ને સારું વિચારતા ખવાય તો તેનો સંતોષ પણ સત્ય નેસારા પરિણામ રૂપ હોય છે. મારા આ સ્વના મન મંથનને પણ સકારાત્મક જ રૂપ આપવા મારા કાવ્યના બે શબ્દ..

મન

કેમ શાંત થયું ? 

ન ઉત્પાત રચ્યો..

ન આકળ વિકળ થયું ! મન.

અંતરના ભાવ અદ્રશ્ય,

ચહેરો વિચાર શૂન્ય..!

તુજ લીલા ને ન વિસર્યુ..! મન.

ક્યાંક મન ન તૂટ્યું,

પણ તે ન તુજ સાધ્યું..!

ખરેખર ! એ જ મુજ મન ! મન.

છૂટ્યું મનનું પટ,

તે ન તો સુંવાળું રહ્યું ..!

પણ રહ્યું સહ્યું ધર્યું ...! મન.

જીવનને મનનાં વિચારને સોંપી દો ને વિશ્વાસ રાખો સકારાત્કતાનો જેથી સર્વ જ લાધશે.


Rate this content
Log in