STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

4  

Kalpesh Patel

Abstract Drama Classics

મમતાનું મોસાળ.~સ્ટોએટ્રી

મમતાનું મોસાળ.~સ્ટોએટ્રી

3 mins
3

મમતાનું મોસાળ.~સ્ટોએટ્રી

વાચક નોંધ : સ્ટોએટ્રી વિષે

આ રચના પરંપરાગત કથારૂપી બંધારણથી  થોડીક જુદી છે.
અહીં “સ્ટોએટ્રી”  એટલે,
કથા અને કાવ્યના સંગમનો એક પ્રયત્ન, પ્રસ્તુત છે।

જ્યાં શબ્દ ફૂલ બની કથાનકને આગળ ધપાવે છે,
ત્યાં કાવ્ય કથા ના ભાવોને ઊંડાણ આપે છે.

એમ કહેવાય છે કે જ્યાં, ભાવનાઓ શબ્દોની સીમા પાર નથી કરી શકતા, ત્યાં કવિતા પોતાની નિર્ભાષિત ઉપસ્થિતિથી વાચકના અંતરમાં કાયમી સ્પંદન જગાતા હોય છે.

આ પ્રયોગનો હેતુ માત્ર વાર્તા કહેવાનો નથી,પણ વાચકને એની અનુભૂતિમાં સહભાગી બનાવવાનો છે.

જ્યાં કથા વાંચાતી નથી,
પણ અનુભવી શકાશે ।

🌸 કાવ્ય પુષ્પ પહેલું 

"લોહીનો ડર હતો તેને,
પણ ડરથી મોટી હતી ખોટ…
એક “નિકાલ”ના પાપે,
જીવનભર રહી ખાલી ખોટ."

કથા.

વાલ્કેશ્વરના કોસ રોડ પર સી-ફેસ એપાર્ટમેન્ટના એકત્રીસમા માળે, ડિઝાઇનર બાથરૂમમાં સિલ્વર ફ્રેમમાં મઢાયેલ બેલ્જિયમના આદમકદ અરીસામાં પોતાને જોતી રાધિકા આપ્ટે આજે પહેલી વાર પોતાની કાયાને ઘૂમાવી-ફરાવીને નિહાળી રહી હતી.

શાવરના હૂંફાળા પાણીથી ભીંજાતી કાયામાં હવે થાક દેખાતો હતો. પેટ થોડું બહાર નીકળી ગયું હતું. આંખોની નીચે ફેફર જામ્યા હતા. જેને લઈને કદી ગર્વ હતો, એ મુખાકૃતિમાં હવે ઢીલાશ આવી ગઈ હતી.

વીસ વર્ષ સુધી જતનથી સાચવેલી દેહાકૃતિ હવે સાથ છોડી રહી હતી.

વીકએન્ડમાં બાબા અમરના આશ્રમમાં યોગ, પ્રાણિક હીલિંગ—બધું અજમાવી લીધું, પણ ઉમરનો પડાવ હવે હાવી થઈ રહ્યો હતો.

આજે દુનિયાની આખી સાહેબી તેને નિરર્થક લાગી રહી હતી।
વિચારોના વમળમાં એના હાથ અચાનક પેટ પર ફર્યા…
અને જાણે ૪૬૦ વોટનો ઝટકો લાગ્યો હોય એમ તે ચમકી ઊઠી.
શાવર બંધ કર્યો. પિંક ટર્કિશ ગાઉન પહેરી બહાર નીકળવા જતી હતી ત્યારે અચાનક તેના પગને કાંઈ ધારદાર વાગ્યું.
તેની કોમળ પાનીમાં ખૂંપેલું હતું—તે જ ડાયમંડ સ્ટડ…
જે વર્ષો પહેલા તેના ડાબા કાનમાંથી પડ્યું હતું.

લોહી વહેવા લાગ્યું.
બાથરૂમની સફેદ ફર્શ પળવારમાં લાલ થઈ ગઈ.
રાધિકાને જીવનમાં કોઈ ડર હોય તો એ હતો—વહેતું લોહી.
પણ આજે તે સામે જ હતું.
તે સ્ટડ કાઢી ફેંકી દેવાની ઈચ્છા થઈ…
પણ તે કરી શકી નહીં.
અને સાથે જ… જૂની યાદોએ તેને ઘેરી લીધી.
વીસ વર્ષ પહેલા…
અઢાર વર્ષની રાધિકા. શ્રીરામ પરફોર્મિંગ આર્ટ્સ કોલેજનું પહેલું વર્ષ.
સતેજ, ખીલી રહેલી, અને ભમરાઓથી દૂર રહેતી.
એક્ઝામ પ્રોજેક્ટ દરમિયાન શૈશવ વોરા મળ્યો.
વેકેશનમાં વિરહ…
પછી ઓરિએન્ટેશનમાં બંનેએ સાથે “મધુબન મેં રાધિકા નાચે રે…” પરફોર્મ કર્યું.
સાપુતારાની ટ્રિપમાં… વરસાદ… કોતર…
અને પ્રથમ પ્રેમનું નિઃશબ્દ સાક્ષ્ય.
ત્રણ કલાક…
અને જીવનના ચક્રમાં એક વળાંક.
બીજા મહિને…
“શૈશવ… આઈ એમ કેરીંગ…”
ફોન પર મૌન.
પછી જવાબ—
“રાધિકા, હજી મારે કેરિયર બનાવવાનું છે…”
અને બીજા દિવસે—
એક “નિકાલ”.

નાની ક્લિનિક.
ચંદ રૂપિયામાં એક જીવનો અકાળે અંત.
ટ્રેમાં લઈ જાતા અડધા બનેલા ગર્ભ ને જોઈ…
રાધિકાના મનમાં જીવનભર નો લોહીનો ડર જન્મ્યો.

સમય વીત્યો.
શૈશવ અમેરિકા ગયો—અને ક્યારેય પાછો આવ્યો નહીં।
રાધિકા તૂટી…
પણ ફરી ઊભી રહી.
કોરિયોગ્રાફીમાં નામ કમાયું.
આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સફળતા ગેરંટી ગણાતી.
પણ અંદર?
ખાલીપણું.
જીવન હવે માત્ર “નિકાલ” બની ગયું હતું.
આજનો દિવસ.
‘જૂઈ’—એક નવયુવતી, જેને તે ટ્રેન કરી રહી હતી—છેલ્લા દિવસોમાં ગેરહાજર હતી.
રાધિકા તેને મળવા ગઈ.
દરવાજો ખુલ્યો.
અંદરથી અવાજ—“બા, તેમને મારી પાસે મોકલો”
જૂઈ સામે હતી—નમણો ચહેરો, ભીંજાયેલી આંખો.

“મેમ… મેં મોટી ભૂલ કરી છે…”
કાસ્ટિંગ કાઉચ…, કેરિયર ની લાહ્ય માં મનોહર લાલસા અવગણી શકી નહિ.
અને હવે… ત્રીજો મહિનો ચાલી રહ્યો છે .

“કાલે એબોર્શન ની તારીખ મનોહરલાલે ગોઠવી આપી છે છે…”

🌸 કાવ્ય પુષ્પ બીજું.

"જૂઈના આંસુઓમાં જોયું,
પોતાનું જ અધૂરું ચહેરું…
આ વખતે હાથ નહીં કંપ્યો,
મમતા એ પકડી લીધું વહેલું"

રાધિકાની મમતા પોકારી ઉઠી...

“નો એબોર્શન!”

રાધિકાનો અવાજ ગુંજી ઊઠ્યો.

“પણ મેમ… મારી કેરિયર…”

“નથી કંઈ એટલું મહત્વનું!”
રાધિકાએ શાંતિથી કહ્યું—
“આ બાળકને જન્મ આપ, પછી તે  નવજાત બાળકને  મને સોંપી દેજે.
હું તેને મારું નામ, મારા ઘરમાં રાખીશ , એને મમતા આપી વસાવીશ .”

જૂઈ તૂટી પડી.

“પણ તમે કેમ…આ મારી બલા માટે તૈયાર થયાં છો ?”

રાધિકાની આંખ ભીની થઈ.
જૂઈ, તને ક્યારેક સમજાશે કે..
“દરેક સ્ત્રી જન્મથી જ ‘મા’ હોય છે…
જીવન માં સમસ્યા નો ‘નિકાલ’ નહી …
તેનો ઉકેલ શોધવો જોઈએ.”

જૂઈના હાથમાંથી સ્લીપિંગ પિલ્સની બોટલ નીચે પડી ગઈ.

તે રાધિકાના ખોળે માથું મુકી, હિબકે ચડી. તેચોધાર આંસુડે રડવા લાગી.

રાધિકાની આંખોમાં પણ આંસુ હતા।
આજે…
વીસ વર્ષ પહેલા કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવાની, તેણે તક મળી હતી.

આ વખતે—
લોહી નહીં વહે…
આ વખતે—
કોઈ ના જીવનનું અંકુર ધીમે ધીમે ફૂટશે.

મમતા ની જૂનું ઘર હવે ખાલી નહીં રહે।
એક નવો આત્મા તેમાં વસશે।
અને નવજાત બાળક માટે મમતા નું મોસાળ બનશે.

🌸 કાવ્ય પુષ્પ ત્રીજું અને છેલ્લું.

"જૂનું ઘર ખાલી હતું,
સાંજ સવાર નિરર્થક ચાલ…
એક નવો શ્વાસ આવ્યો,
અને બની ગયું—મમતા નું મોસાળ".

~~~
🌸 પુષ્પનો ગુલદાસ્તો 

જૂનું ઘર,નવો શ્વાશ.

લોહીનો ડર હતો તેને,
પણ ડરથી મોટી હતી ખોટ…
એક “નિકાલ”ના પાપે,
જીવનભર રહી ખાલી ખોટ।

જૂઈના આંસુઓમાં જોયું,
પોતાનું જ અધૂરું ચહેરું…
આ વખતે હાથ નહીં કંપ્યો,
મમતા એ પકડી લીધું વહેલું।

જૂનું ઘર ખાલી હતું,
સાંજ સવાર નિરર્થક ચાલ…
એક નવો શ્વાસ આવ્યો,
અને બની ગયું—મમતા નું મોસાળ।



Rate this content
Log in

Similar gujarati story from Abstract