STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

4  

Kalpesh Patel

Drama Classics Inspirational

વાતનો તાગ.

વાતનો તાગ.

2 mins
1





વાતનો તાગ.

રાતના ૧૧ વાગ્યા હતા.
અજય તેના રૂમમાં એકલો બેઠો હતો. બહાર વરસાદ વરસી રહ્યો હતો… અને અંદર, શાંતિ અજીબ રીતે ભારે લાગતી હતી.

એના ફોન પર એક મેસેજ આવ્યો.

“તું આજે ફરી ખોટું બોલ્યો…”

અજય થોડી પળ માટે સ્થિર થઈ ગયો.
નંબર અજાણ્યો હતો.
થોડી વારમાં બીજો મેસેજ.

“મમ્મીને કહ્યું કે તું ઓફિસમાં છું … પરંતુ તું ત્યાં નહોતો.”

અજયના હાથ કંપી ઉઠ્યા.

આ વાત તો કોઈને ખબર જ નહોતી…

બીજા દિવસે, કોલ આવ્યો.

“હું તને જોઈ રહ્યો છું…”

ધીમો, ઠંડો અવાજ.

“કોણ છો તમે?” 

અજય બોલ્યો.

“જે તને તારા કરતાં વધારે ઓળખે છે.”

કોલ કટ.

દિવસો પસાર થતા ગયા…

અને એ અજાણ્યો માણસ અજયની અંદર ઉતરવા લાગ્યો.

એ એની દરેક ભૂલો યાદ કરાવતો…
એના ડરને નામ આપતો…
એને પોતાથી જ અજાણ બનાવતો.

એક  મેસેજ બ્લીન્ક થઈ આવ્યો.

“ચાલ , જૂના મકાનમાં છેલ્લી વાર આંટો મારવા આવ…”

અજય ગયો.

મકાન ખાલી. અંધકારથી ઘેરાયેલ.

અચાનક પાછળથી અવાજ.

“આખરે આવી ગયો…”

અજય વળ્યો…
એ સામે ઉભેલો માણસ.
એનો જ ચહેરો…
એની જ આંખો…
અરે ભાઈ 
“તું કોણ?”
અજયનો અવાજ કાંપતો હતો.
પણ 
એ માણસ હળવેથી સ્મિત કરતો હતો …

“હું… તું જ છું.”

અજય બે ડગલા પાછળ ખસી ગયો.

શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો.

“તે જે દબાવી રાખી છે,
દરેક ખોટ, દરેક ડર…
અને સૌથી મોટી 
વાસના 
હું એ બધું છું.”

એ ક્ષણે, અજયને સમજાયું.

આ લડાઈ બહારની નથી…

આ તો પોતાની અંદર ચાલતી હતી.

અચાનક, બધાં અવાજોને ચીરીને
એક,
આદેશાત્મક અવાજ ગુંજ્યો.

“ઓ મારા રખ્યાના રમકડાં…
હવે ભાગવાનું બંધ કર…
બહુ દોડ્યો… હવે શાંત થા…”

આંખો તો હજુ ખુલ્લી હતી…
પણ તેની નજર ક્યાંક ખોવાઈ ચુકી હતી.

હજુ કાન સાંભળતા હતા…

પણ આ શું?
માતા છાતી ફાડી રડી રહી હતી…
પ્રેમિકાના રૂદનનો કોઈ તાગ નહોતો…
અને ભાઈ,
રડતા રડતા પણ અંદરથી હળવું હસતો હતો…
કદાચ…
એનો ભાગીઓ ઓછો થયો હતો.
એ ક્ષણે…
અજયને પહેલીવાર સૃષ્ટિનો ક્રમ સમજાયો—
જે આવે છે, તે જાય છે.
અને
એણે આખરે પોતાના અનંત અંધકારને સ્વીકારી લીધો.
એ અજાણ્યો માણસ…
ધીમે ધીમે ઓગળી ગયો.
પણ એક સવાલ હજી બાકી છે…
શું એ ખરેખર ગાયબ થયો હતો કે હજુ હયાત છે ?
હવે…
અજય.
પહેલી વાર 
બધા ડરથી મુક્ત થઈ…
અભય બની ગયો હતો!!!!!

મોડું તો હતુજ 
પરંતુ સ્વીકાર કરવો પડ્યો.
કે,
એનો સમય પૂરો થઈ ગયો હતો.
સૃષ્ટિએ લખેલો
એનો આ જગતનો ફેરો પૂર્ણ હવે થતો હતો.

આખરે સરળ વાતનો તાગ મળ્યો.

"મૃત્યુ"નો સાક્ષાત્કાર થતાં…જ,

હવે 
નથી દિવસ કે રાત 
નથી કોઈ મોહ…
નથી કોઈ માયા…
નથી આનંદ કે દુઃખ…
નથી “હું”…
નથી “તું”…
નથી રહેતું મારું કે તારું 
બાકી  છે.
તો 
કેવળ
મુક્ત વિહાર.
અને
શાશ્વત શાંતિ.

નામ જગતે તો આપ્યું હતું.

અજય…

પણ નિયતિ સામે,

એ હારી ચૂક્યો હતો.

~~~~~
મહિમા ~~

ઘોર અંધકારમાં
સ્વને મળ્યો અંતરે હું
મુક્તિ શાશ્વત હતી ॥



Rate this content
Log in

Similar gujarati story from Drama