STORYMIRROR

Kalpesh Patel

Comedy Drama Inspirational

4  

Kalpesh Patel

Comedy Drama Inspirational

ફેની ની કથની.

ફેની ની કથની.

3 mins
1



“ફેની ની કથની”

મુંબઈના દાદર પરાની એક પારસી ચાલમાં દસ્તુરજી દારૂવાલા એકલા રહેતા હતા.નામ પરથી કોઈને લાગે કે દારૂનો ધંધો કરે,પણ હકીકતમાં તેમની નાની ચાયની દુકાન હતી.
દસ્તુરજી ચાય વેચતા…પણ લોકો તેની સાથે “વ્યંગ” ફ્રીમાં પીતા
અને “ટિપ્પણી” બોનસમાં લઈ જતા!

પાર્ટ-ટાઈમ જાસૂસ દસ્તુરજીનો રોજનો ડાયલોગ:
ડિકરાઓ..
“આજના જમાનામાં પ્રેમ કરતાં, મારી દુકાનનું Wi-Fi વધુ સ્ટેબલ છે!”. 

એ જ ચાલના ચોથા માળે થોડાક દિવસ માટે ડોલી ચિલબુલ ભાડે રહેવા આવી.

પૂરું નામ — ડોલી રંગવાલા.
રંગોની દુકાન ચલાવતી… દીવાલોની તિરાડો પૂરી, નવા રંગ ચઢાવતી.

પણ દસ્તુરજીની જાસૂસી નજરે એક વાત પકડી લીધી હતી —
સદાય મુસ્કુરાતી ડોલીના જીવનમાં અસલમાં બધું ફીક્કું હતું.

એક દિવસ ડોલી દસ્તુરજીની દુકાનની દીવાલ રંગવાનું કામ માંગવા આવી.

દસ્તુરજી કાઉન્ટર પરથી તેમની દુકાન ના છોકરા ને બોલ્યા:

“એ દીકરા, બે કોમ્પ્લીમેન્ટ્રિ ચાય લાવ — મલાઈ મારકે!”

પછી ટેબલ સાફ કરી, ડોલીને બેસાડી અને કહ્યું:

“એય ડોલી, આ દીવાલની તિરાડો તો તારા બ્રશથી પુરાઈ જશે…
પણ દિલની ક્રેક માટે કયો ચૂનો વાપરશે?”

ડોલી હસીને બોલી:

“બાવા, આજકાલ માર્કેટમાં નવી સ્કીમ ચાલે છે…
ક્રેક દિલ માટે — ‘હિંમત બ્લુ’ રંગ સાથે ‘વિશ્વાસ વ્હાઇટ’ ચૂનો ફ્રી !”

એ દિવસથી વાતો શરૂ થઈ…
ચા, બિસ્કિટ છોડી  લેમન સોડા અને શીંગ સાથે ટિપ્પણીઓ વચ્ચે બન્ને વચ્ચે “ચુપચાપ લાગણી”ની આપલે થવા લાગી.

💔

આજ દિન સુધી એકલા રહેલા દસ્તુરજીને આખરે ડોલી ગમવા લાગી…પણ એ ક્યારેય બોલી શક્યા નહીં.
કારણ? જાસૂસી મન વિચારે...
“આ વયે પ્રપોઝ કરું તો લોકો કહેશે —
‘આ એન્ટીક પીસના હજુ પણ લપકારા ચાલુ છે!’”

ડોલી ચુલબુલી હતી, પણ સમજદાર… અને તે ઘા ખાઈ તૂટેલી પણ હતી .
એને આ લાગણી તરત સમજાઈ ગઈ હતી.
એના જીવનમાં પણ પહેલેથી જ એક અધૂરો અધ્યાય હતો.
કોઈ એના દિલના રંગોને ક્યારેક ફીક્કા કરી ગયો હતો.

એક દિવસ દસ્તુરજી બોલ્યા:
“ડોલી, તું હા કહે તો આજે ચાય નહિ… બીજું કઈ થઈ જાય!
આગળ વધી બોલ્યા..
ડોલી 
પ્રેમ એટલે શું, એ તને ખબર છે?
પહેલાં લોકો દિલ સરેઆમ આપતા…
હવે તો આપવું હોય તો પણ સસ્પેન્સ મુવી ના ‘લાસ્ટ સીન’ જેમ છુપાવે છે!”

ડોલી હસતી રહી…
પણ આંખોમાં આજે થોડું પાણી ઝળહળ્યું.

ડોલી ધીમેથી બોલી:

“દસ્તુર…સાચો 
પ્યાર કોઈ લેમન સોડા નથી. લેમન સોડા ની બાટલીમાં ગેસ હોય છે, જે અવાજ વધારે, અસલ ઓછું.
ચાલ તું પણ યાદ કરીશ...
આજે તો આપણે, લેમન સોડા મૂકી,શુદ્ધ ફેની લઈએ…
ફેની સીધી દિલમાં ચડે છે…
એ પણ કોઈ સીડી વગર.”
એ દિવસ પછી…
રોજ સાંજે 
ફેનીના જામ સાથે વાતોનો દોર ચાલુ થયો.
હાસ્યમાં વ્યંગ હતું…
અને વ્યંગમાં છુપાયેલું સ્નેહ.
પણ એક દિવસ…
ડોલી ચુપચાપ ચાલ છોડી ગઈ.
કોઈ નોટ નહીં… કોઈ “બાય” નહીં…
ફક્ત ફેનીની ખાલી બોટલ નીચે એક ચિઠ્ઠી:
“દસ્તુર,
તું ભારે રંગારો નીકળ્યો… મને હસાવી દીધું.
પણ હું ફરીથી રંગ ભરતા ડરી ગઈ છું.
કદાચ… કોઈ દિવસ દિલની દીવાલ માટે ‘હિંમત બ્લુ’ મળશે,
તો હું પાછી દોડી આવીશ.”

દસ્તુરજીએ ખાલી ફેનીની બોટલ છાતીએ લગાવી.અરીસા સામે ઊભા રહીને ધીમેથી બોલ્યા:
“એય ડોલી…
તું રંગ વેચે છે…
પણ આ દસ્તુરતો રંગ બનાવે છે.
દિલના કલરના બજાર નથી હોતા…એ તો કાયમ ‘આઉટ ઓફ સ્ટોક’ જ રહે છે.”

થોડી વાર પછી…
દસ્તુરજીએ નવી ફેની બોટલ ખોલી. પીધા પહેલા પોતે જ હસ્યા…
પણ આ વખતે એ હાસ્યમાં કોઈ વ્યંગ નહોતો.

ખાલીપણું હતું.

“કેટલીક પ્રેમ કથાઓ પૂરી નથી થતી…એ ફેનીની જેમ દિલમાં વગર સીડી એ ચડીને,જીવનને વ્યંગ બનાવી શાંત થઈ જાય છે.”



Rate this content
Log in

Similar gujarati story from Comedy