મરચાની મીઠાઈ.
મરચાની મીઠાઈ.
😂 “મરચાની મીઠાઈ "
અમદાવાદની મરચી પોળ હતી, નામ મરચી પણ કામ બધાનું મીઠુ.અહીં શાંતિ ભુવન હતું.
પણ અંદર રહેતી એક ટોળીના કારણે એનું નામ થવું જોઈએ હતું—“શોરભુવન ” 😄
આ ભુવનમાં ચોથે માળે રહેતો હતો ચંદુ ટપોરી.
નામ: ચંદ્રકાંત,
પણ સ્ટાઈલ: “ચંદુ ભાઈ” 😎 શૅર માર્કેટનો જૂનો ખેલાડી.
ચંદુનો ડાયલોગ ફિક્સ: “બોસ, લાઈફ ને ફુલ સેટિંગમાં જીવવાની… ટેન્શન લેવાની નહિ, ટેન્શન ને પેન્શન ઉપર ઉતારો !” 🔥
🎭 એક દિવસ…
શાંતિ ભુવન માં નવો ભાડુત આવ્યો.
નામ: પ્રવીણભાઈ, અને તેની વહું પન્ના પટેલ.
બંનેની સ્ટાઈલ એકજ : કોઈ પટલાઈ નહીં. ભુવનમાં “રૂલ્સ એન્ડ રેગ્યુલેશન” નું રાજના આગ્રહી 📋
પ્રવીણભાઈએ ભુવન ના દરવાજે નોટિસ લગાવી : 👉
આજથી
“સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો હોબાળો નહિ ચાલી શકશે .”
ચંદુએ નોટિસ વાંચી ને, અને નોટિસ માં "નહિ" ને બદલે, "અહીં " ચાક થી લખી નાખ્યું.
હવે નોટીસ ..હતી..
અહીં
"કોઈ પણ પ્રકારનો હોબાળો અહીં ચાલી શકશે ".
તે બોલ્યો....
“અરે યાર, લાઈફ પર કોઈ બેન,થોડી હોય?!” 😆.
એતો ફ્રી થઇ જીવવાની વાત છે.
🎬 તેજ રાતે 10 વાગ્યે…
ચંદુ અને એની ગેંગ. ગંગુ ગોલીબાર, મિયા મન્સૂરી અને પિન્કુ પંડ્યા, ડી જે પાર્ટી લઇ.
છત પર બેઠા, ભજીયાની તાવડી અને ચૂલા પર ચા નું તપેલુ તપે . ભજીયા તળાય અને ચા ઉકળે ,
અને Bluetooth સ્પીકર મોટો અવાજ ઉગલે.
ચા અને ભજીયા ની લહેજત લેતા
“ડી જે ઓપરેટર પિન્કુએ , એક ફુલ બેસ વાળું ગાયન લગાડ્યું !”
“ચંદુ બોસ, આજ તો આખુ ભુવન ડોલાવી દેશું!”
સંગીત શરૂ…
ધડક-ધડક-ધડક! 💥
🚨 ત્યાં
પ્રવીણભાઈ ગુસ્સે થઇ ધાબે ચડી આવ્યા: “આ રાતે શું માંડ્યું છે?!
મેં નોટિસ લગાવી હતી!”
ચંદુ સ્માઈલ સાથે: “બોસ, કઈ નોટિસની વાત છે. અમે તો આજે Netflix પણ પહેલીવાર Skip કરી દીધું છે !” 😎
મિયાં મન્સૂરી લૂંગી ટાઈટ કરી બોલ્યા,“પ્રવીણભાઈ, જીવનમાં થોડી મોજ મજાક પણ જરૂરી છે… એથી બી પી , અને સુગર પણ ઓછું થાય!” 😄
પ્રવીણભાઈ ગુસ્સે: “હવે મારે પોલીસને બોલાવી પડશે !”
ચંદુ શાંતિથી બોલ્યો: “બોલાવો બોસ… ભજીયા - ચા ના સ્ટોકમાં તેઝી છે, વાંધો નહિ આવે.પણ પહેલા, ઓ મારાં પન્નુ એક ચા તો પી લે … અમારી પાર્ટીમાં મહેમાન ભગવાન છે. અમે તેને ચા નાસ્તા વગર જવા દેતા નથી ☕”
પ્રવીણભાઈ અટકી ગયા…
ચા પીધી…મરચાના ભજીયા પણ ખાધા. થોડી વાત શરુ થઈ…
10 મિનિટ પછી…
પ્રવીણભાઈ જ બોલ્યા: “એ પિન્કુ… d j નું થોડું વોલ્યુમ વધાર… મારો ફેવરિટ સોંગ આવતો લાગે છે!” 🎶
ચંદુ: “વાહ પન્નુ બોસ! તમે તો અમારાં જેવા જ રંગીન ટપોરી નીકળ્યા!” 😂🔥
ચંદુ, તું સમજ,
“લાઈફમાં રૂલ્સ હોવા જોઈએ… એવું હું માનતો હતો.પણ તું સાચો છે.થોડીક મોજ મસ્તી વગર, લાઈફ બોરિંગ થઈ જાય, ભાઈ ” 😎
આમ રાતે DJ પાર્ટી ફુલ મોજમાં ચાલી રહી હતી…
ધડક-ધડક-ધડક! 💥
ચંદુ, મંગુ અને પંગુ, પિંકુ અને હવે પન્નુ, છત પર ડાન્સમાં ગૂમ હતા 😎
🚨 અચાનક…
“અરેએએએ… બચાવો!!!” હું પડી 😱
એક ચીસ ગુંજી…
બધા ચોંકી ગયા…
પ્રવીણભાઈની નાની પોયરી, ભજીયાની સોડમથી ધાબે આવેલી. અને ભજીયા ખાતા ખાતા,ધાબાની (છતના કિનારા) પરથી સરકી ગઈ… 😨
⚡
ચંદુએ એક સેકન્ડ પણ ના ગુમાવી —
“મંગુ! પંગુ! મ્યુઝિક બંધ! નીચે દોડો!” 🔥
DJ પિન્કુ પણ એકદમ સીરિયસ…
ત્રણે દોડી ગયા…
પોયરી જમીન પર પડી હતી, રડી રહી હતી… 😢
ચંદુએ એને સંભાળીને ઉઠાવી:
“ડરતી નહી, છોડી … ચંદુ ભાઈ છે ને!”

એણે બાઈક સ્ટાર્ટ કરી —ટકકકક! 🏍️અને
ત્રણેય પોયરીને લઈને સીધા ગયા બાજુની પતાસા પોળે રહેતા હસુ હાડવૈદના ઘેર 😄
હસુભાઈએ ચેક કર્યું:
“કોઈ મોટી ઈજા નથી… પગે ટચાકા બોલાવી બામ લગાવ્યું. માથે પટ્ટી લગાવી ઘા સાફ કરી લોહી નીકળતું બંધ કર્યું. અને બિલકુલ ફ્રી માં પાટો પણ બાંધી આપ્યો . બસ થોડી મચક છે સવારે ઓકે થઇ જશે .”
બધાએ રાહતનો શ્વાસ લીધો… 😌
પાછળ દોડી આવેલા
પ્રવીણભાઈ અને તેની વહુ પન્નાની આંખોમાં પાણી…
એમને સમજાયું—
આ જ લોકો જેને એ “હોબાળો” માનતા હતા…એ જ તો ફરિશ્તા છે ❤️
પન્નુ ની વહુ પન્ના એ કહ્યું:
“ચંદુ… કોઈ ને ચંદ્રવિલાસ મોકલ, એકલા ભજીયા થોડી ચાલે,જલેબી મંગાવ…” પેમેન્ટ અમે આપશું.
ચંદુ સ્માઈલ સાથે:વાહ શું વાત બની?
“બોસ… આપણું શાંતિભુવન એટલે એકજ ફેમિલી… અહીં ભજીયા સાથે હવેથી જલેબી પણ ખવાશે 😎
થોડા દિવસ પછી…શાંતિ ભુવન માં નવું બોર્ડ લાગ્યું:
👉 “શાંતિભુવનની રેસ્ક્યુ ટીમ”
સભ્યો:
ચંદુ ભાઈ 😎
મંગુ 💪
પંગુ 🤓
DJ પિન્કુ 🔊
અને નવી કેન્ટીન કમિટી … પન્નુ અને પન્ના 🧠✨
પન્નુ—એવો છોકરો જે હંમેશાં પ્રોબલેમ શોધે! અને તેની વહુ,પન્ના તેનો ઉકેલ આપે હવે મોજ સાથે જવાબદારી પણ ફૂલ સ્પીડમાં .
“લાઈફમાં મોજ મસ્તી હોવી જ જોઈએ બોસ…
જ્યારે દિલ સાફ હોય—
તો મરચું પણ મીઠાઈ બની જાય! 🌶️🍬
ટેન્શન ને પેન્શન પર મૂકી દો…
અને માણસાઈને પ્રમોશન આપો—
ત્યારે દરેક ટપોરી પણ હીરો બની જાય!” 🔥❤️
