એક દ્રષ્ટિ ~ જો હૃદયને જીભ હોય તો?
એક દ્રષ્ટિ ~ જો હૃદયને જીભ હોય તો?
એક દ્રષ્ટિ ~ જો હૃદયને જીભ હોય તો?
ઝેરા જન્મથી જ ઘેરા અંધકારમાં જીવી રહી હતી. તેની આંખો માટે કેસરિયુ પ્રભાત અને ચાંદી જેવી ચાંદની માત્ર કલ્પના હતી. સિરાજ જ તેનો એકમાત્ર તેના અંધકારમય જીવન નો દીવો હતો.ત
પરંતુ કુદરતે ક્રૂર પ્રહાર કર્યો; એક ગોઝારા અકસ્માતે સિરાજના ધબકારા હંમેશા માટે શાંત કરી દીધા.
કહે છે કે સાચો પ્રેમ ક્યારેય મરતો નથી.
સિરાજનું હૃદય, ભલે અનંત નિંદ્રામાં હતું, છતાં તેની આંખો દ્વારા બોલતું રહ્યું.
આવી કપરી ક્ષણે—વિયોગ અને વૈરાગ વચ્ચે,ઝેરાને પહેલી વાર દ્રષ્ટિ મળી. સિરાજે દાનમાં આપેલી આંખોથી તેણે જ્યારે દુનિયા પહેલી વેળાએ જોઈ, ત્યારે લીંબડો રક્ષકની જેમ વળી તેને છાંયો આપી રહ્યો હતો. રાત્રે ઘરનો દીવો બાળકના હાસ્ય જેવો ઝબૂકી રહ્યો હતો, અને દરેક પ્રભાતે આકાશ કેસરિયા અને ગુલાબી રંગોથી રંગાઈ જતું હતું. ધારા ના દરેક રંગ, હવે તેનો અવાજ હતો, દરેક છાયો તેની નિર્ભતા.
ઝેરાના દિવસો રાતોમાં વહેતા ગયા અને રાતો ઋતુઓમાં. હોળીના દિવસે, તેણે બાળકોને રંગો સાથે પતંગિયાની જેમ દોડતા જોયા,હવામાં રંગો ઉડી રહ્યા હતા અને હાસ્ય છલકાઈ રહ્યું હતું.
તે સ્વગત બોલી,
“સિરાજ, જોતો ખરો, આ તારું આપેલું આકાશ આજે આનંદથી રંગાઈ ગયું છે. તેની દરેક લાલ છાંટ મને તારા હૃદયના ધબકારા જેવી લાગણી આપે છે.”
ચોમાસું આવ્યું ત્યારે વરસાદ છાપરાઓ પર તાલ પાડી સંગીતની સુરાવલી રચતો હતો. પડોશીનું કૂતરું કાદવમાં લપસી ગયું હતું અને સિરાજનું જૂનું જૂતું ચાવી રહ્યું હતું. આ જોઈ ઝેરા હસી પડી.
“સિરાજ, જો ! આ કૂતરું પણ શરારત કરી તને યાદ કરે છે!”
વરસાદના ટીપાં મોતી જેવા પડતા અને પાણી ભરાયેલા ખાબોચિયાં અરીસા જેમં ચમકતા હતા .
બગીચામાં મેરીગોલ્ડના ફૂલો નાનકડા સૂર્ય જેવી જ્વલંત લાગતા હતા , અને વેલ પર પાંગરેલો મોગરો પોતાની સુગંધથી મૃદુતા ફેલાવતો આખુ ઉપવન મહેકવી રહ્યો હતો . બગીચા ના ફુલોની દરેક પાંખડી જાણે માત્ર એક જં શબ્દ બોલતી હતી.. આભાર .
ઝેરા કુદરતે બક્ષેલી નિર્ભતા સાથે બગીચાના ફૂલોને એવી મૃદુતાથી સંભાળતી, જાણે તે સૌ પણ તેના સંતાનો હોય.
ફૂલો તો કુદતાતના ક્રમ અનુંસાર દરેક ઋતુએ કરમાતા અને ફરી ખીલતા હતા.
વર્ષો વીતી ગયા, છતાં ઝેરા રોજ આ ફૂલો સાથે વાત કરતી
“સિરાજ, હું તારી આંખોથી દુનિયા જોઈ રહી છું. શુ તું પણ,એ બધું અનુભવે છે ને?
આવતા જન્મે આપણે જરૂર બે દ્રષ્ટિ, પણ એક હૃદય બની જીવશું.”
હવે ઝેરાને સિરાજની ગેરહાજરી માં જીવનમાં ખાલીપો લાગતો નહોતો . સિરાજની હાજરી ઝેરા ની લાગણી માં રૂપાંતરિત થઈ તેની આસપાસ જ હતી. તેનો પ્રેમ તેની આંખો બની ગયો હતો, અને તેની નિર્ભતા ઝેરાના જીવનનું સંગીત.
અને આ રીતે, સિરાજના હૃદયની જીભ જીવંત રહી ઝેરા ણે સાથ આપતી રહી.
ઝેરાની આંખોમાં અને સિરાજની યાદોમાં વહેતી.ઝેરાની નવીન દ્રષ્ટિ અને પ્રેમ હવે એવી નદી બની ગઈ હતી,
જે ક્યારેય સુકાવા ની નહોતી .

