મહેક
મહેક
શીર્ષક: મહેક
✍ કલ્પેશ પટેલ
વિમલાબેનનો દરેક દિવસ સવારે એકજ કરી થી શરૂ થતો હતો —બગીચામાં જઈને રોજ એક તાજું ગુલાબ તોડી લાવવું અને તેમના નાનકા ભાઈ વસંતના ફોટા ને અર્પણ કરવું. એ ગુલાબ ફક્ત એક ફૂલ નહોતું, એ હતી એક ભીની બચપણ ની યાદ.
અને આ યાદ વારસો પછી પણ જીવંત રાખી રહ્યો હતો એ ગુલાબનો વારસો ના વાહણાં વીતે વિકસેલ ગુલાબી ગુલાબનો છોડ, જે તેમના નાના ભાઈએ ભાઈએ વર્ષો પહેલા વિદાય લેતા તેમના આંગણાંમાં રોપેલો હતો .
"વિમલા તાઈ, હું ક્યાંક ફરી ન પણ આવું... પણ આ છોડ તારા આંગણે રહેશે , અને તું દરરોજ મારી યાદમાં એક ફૂલ ખીલાવતી રહે." કોને ખબર કે વસંત અને વિમાલાતાઈની એ છેલ્લી મુલાકાત હતી. ભાઈ ગયાં પછી આવી વિમલબહેનના ઘરમાં રોનક ક્યારેય નહોતી આવી...
પણ વસંતે આપેલો એ ગુલાબના છોડને બારેમાસ વસંત રહેતી અને કોઈ દૈવી આલમની કૃપાએ જીવંત રહ્યો, દરરોજ એક ગુલાબી ગુલાબનું ફૂલ અચૂક આપી વિમલાબેનના સરાય ઘરમાં મહેક પ્રસરાવીને ભાઈની યાદ તાજી કરાવતો રહ્યો.
એક સવારે તેમની નાની પૌત્રી ચહકે પૂછ્યું:"દાદી, બીજું કોઈ ફૂલ નહીં અને આંગણાનુજ ગુલાબ રોજ તોડીને આ મામૂના ફોટા પાસે મૂકો છો, તેનાથી પણ સરસ ગુલાબ રોજ માળી આપીજાય છે, પણ આ ફૂલમાં એવી ખાસ વાત શું છે?" વિમલાબહેને , એક છૂટલી ચાહકને ભરી કહ્યું , "બેટા, આ ફૂલ જેવી મહેક બીજા કોઈ ગુલાબની પાંદડિઓમાં નથી. ગુલાબમાં માત્ર સુગંધ નથી , એમાં એક નાના ભાઈના નિર્દોષ પ્રેમની મહેક છે તેની યાદ છે . જ્યારે દિલમાં સાચી લાગણી હોય, ત્યારે એ ફૂલો પણ લાગણીની આપલે કરી લઈ સંદેશાવાહક બની જાય છે."
આખરે ચહક દુવિધીમાં પુછી બેઠી:"દાદી, તો શું આ ગુલાબનો છોડ માં તમારાં ભાઈની યાદ છે?" વિમલાબેનની આંખે ઝળહળીયા આવી જાય છે :"હા, મારો નાનકો આજે હયાત નથી , પણ તેની શ્શ્વત યાદ દરરોજ આ ફૂલ ખીલે ત્યારે મહેકે છે, ત્યારે મને લાગે છે કે મારો નાનકો ભાઈ અહીં મારી પાસેજ છે ."
અવિરત ક્રમથી વર્ષો આવી રીતે વહેતાં રહ્યા...અને એક દિવસ—રક્ષાબંધન નો દિવસ હતો . સવારથી વિમલાબેન ખૂબ ઢીલા હતા . એમને ભાઈના કોટને આંગી કરી , હાથ પર પકડી રાખેલી રાખડી સાથે વસંત ની યાદમાં ગુમ હતા . ચહક ઊંઘમાંથી ઉઠીને દોડતી આવી અને ઉલ્લાસથી બોલી:
"દાદી! આજે રક્ષાબંધન છે ને...પણ મામૂના ફોટા પાસે તમારું ગુલાબી ગુલાબ ક્યાં ? તમે તો રોજ ગુલાબી ગુલાબનું ફૂલ ચડાવો છે ને પણ આજે કેમ નહીં ?"
વિમલાબેન શાંત હતા ... બેટા આજે વસંતના છોડની ગુલાબની કળી ઠીંગરાઈ ગયેલી છે . લાગે છે કે કદાચ મારો સમય .....
વિમલાબેને નિરાશ વાદને બગીચા તરફ જોયું... આખરે વસંતે વાવેલો છોડ હવે સૂકાઈ રહ્યો હતો.
એજ વખતે ચહકે માળી એ આપેલી ફૂલની ટોકરીથી લાલ રંગનું એક તાજું ગુલાબ લઈને આવી. તેની આંખોમાં ચમક હતી:"દાદી, આજથી તમારાં માટે , ભાઈ બની રોજ ગુલાબ લઈ આવીશ!"
નાની ચાહકની કાલી વાણીમાં બોલાયેલી મોટી વાતથી વિમલાબેન સ્તબ્ધ થઈ ગયા . આંખમાંથી આંસુનાં બંધ વછૂટી ગયા . ભીની આંખે તેમણે ચહકને કળજીથી ખોળે બેસાડી ભરી આંખે કહ્યું:
"બેટા, ભાઈ કદીય બહેનથી દૂર નથી હોતો . દૂર હોય, તો પણ પ્રેમના તાંતણે તે બહેનની આસપાસ અચૂક રહે છે. આજે રક્ષાબંધનના દિવસે ભગવાને ફરી મને ભાઈનો પ્રેમ આપી દીધો... તારી થકી "
એ દિવસે આટલા વારસોથી ગુલાબ વિમલાબેને નાનકા ના ફોટાને ચડાવ્યા હતા , , એ બધામાં કરતાં આજેના ગુલાબની મહેક અદ્વિતીય હતી. સંસ્કાર , આત્મીયતા થી અવિસ્મરણીય શાશ્વત મહેક .
અંતિમ સંદેશ:
ગુલાબની સુગંધ ફૂલમાંથી આવે છે, પરંતુ સાચો પ્રેમ તો સંબંધોના સૂત્રથી વહે છે. રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નહીં, એ છે લાગણીઓનો અદૃશ્ય ધાગો, જે સમય, અંતર અને જીન્દગીના તૂફાનોને પાર કરી જઈ શકે છે.
