Kalpesh Patel

Classics

4.7  

Kalpesh Patel

Classics

મહાનાયકોનો નાયક - અલ પસીનો

મહાનાયકોનો નાયક - અલ પસીનો

3 mins
559


મારિયો પુઝોની 1969ની નવલકથા ધ ગોડફાધરનો માઇકલ કોર્લેઓન એક કાલ્પનિક પાત્ર છે અને તે મુખ્ય પાત્ર છે. ફ્રાન્સિસ ફોર્ડ કોપપોલા દ્વારા નિર્દેશિત ગોડફાધર ફિલ્મના ત્રણ ભાગમાં વહેચયેલી ફિલ્મોમાં, માઇકલનું પાત્ર અલ પસિનો નામના અદાકાર દ્વારા ભજવેલું હતું. તેના આ ફિલ્મમાં અભિનય માટે તેને બે વાર એકેડેમી એવોર્ડ માટે નોમિનેશન મળેલ હતું.

ફિલ્મમાં તેના બે મોટા ભાઈઓથી વિપરીત, અંધારી આલમના કારોબારથી દૂર રહી માઇકલ આરામદાયક અમેરિકન જીવન જીવવા ઇચ્છતો હતો અને તેટલેજ તેણે ડોન કોર્લીઓનના પ્રસ્થાપિત કરેલા "કૌટુંબિક વ્યવસાય"નો ત્યાગ કર્યો હતો છે. આ ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો વિટો કોર્લિઓનના નામથી માઇકલના પિતાનું અવિસ્મરણીય પાત્ર ભજવે છે, હ્યુમન સાયકોલોજીની લાક્ષણિક્તાવાળો વિટો કોર્લિઓન નથી ઇચ્છતો કે માઇકલ પોતાના ગુનાહિત સામ્રાજ્યમાં જોડાય. અને તેનો પ્રિય ત્રીજો પુત્ર માઈકલ અમેરિકના સ્ક્રીય રાજકારણમાં જાય. માઇકલને ડાર્ટમાઉથ કોલેજમાં પ્રવેશ અપાવે છે, પરંતુ પર્લ હાર્બર પરના હુમલા પછી યુનાઇટેડ સ્ટેટ્સ જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ બીજા વિશ્વ યુદ્ધમાં પ્રવેશ કરે છે. યુદ્ધ દરમિયાન, માઈકલ પેસિફિક અને યુરોપિયન દેશ તરફથી લડે છે, અને યુદ્ધમાં ઘાયલ થાય છે અને વિજય અપાવે છે. તેની બહાદુરી માટે, તે કપ્તાન પદ મેળવે છે, અને તેને સિલ્વર સ્ટાર અને નેવી ક્રોસથી સન્માનિત કરવામાં આવે છે. યુદ્ધ દરમિયાન તેની વીરતાની ચર્ચા લાઇફ મેગેઝિનમાં થતી ફિલ્મ માં બતાવેલી છે.

કેટલાક અદાકરો ફિલ્મના પાત્રને બેખૂબી જીવી જાણે છે અલ પસિનો તેવા જૂજ અદાકારોમાનો એક છે. ગોડફાધર ફિલ્મમાં તેનો સામનો જમાનાના ઓલ ટાઈમ બેસ્ટ અદાકાર માર્લોન બ્રાન્ડોની સાથે હતો, અને માર્લોન બ્રાન્ડોએ પ્રસ્થાપિત કરેલી ઇમેજની સામે ગોડફાધર ફિલ્મના બાકીના ભાગ બે અને ત્રણમાં તે ઈમેજને બરકરાર રાખવાની મોટી જવાબદારી હતી. જેમાં તે સફળ રહેલો હતો.

ધ ગોડફાધર ટ્રાયોલોજીનો આખો પ્રોજેકટ અદભૂત હતો. આ પ્રોજેક્ટનો પહેલા ભાગની વાર્તા, 1945થી 1955 સુધીના સમય ફલકમાં વિસ્તરેલી છે । વર્ષ 1972માં, અલ પસિનોએ ફિલ્મ ધ ગોડફાધરમાં માઇકલ કોર્લિઓનનું પાત્ર ભજવ્યું હતું. અલ પસિનોને તેના અભિનય માટે, પ્રથમવાર ઓસ્કાર નોમિનેશન પણ મેળવેલ હતું. શરૂઆતમાં અલ પસિનો માઈકલ કોર્લિઓનની ભૂમિકા માટે દ્વિઘામાં હતો, પરંતુ પાછળથી તે ફિલ્મમાં અભિનય આપવા માટે સંમત થઈ ગયો. અને તે પછી તેના અભિનયે રચેલા ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે. સોલોઝોઝો અને મેકક્લુસ્કીની હત્યાનો સીન આજે પણ હોલિવૂડમાં ફિલ્મના ગ્રામર તરીકે લેખાય છે.પ્રથમ ભાગમાં ચાહકોનું મનોરંજન કર્યા પછી, અલ પસિનોની ફિલ્મના બીજા ભાગની તેની ભૂમિકા આજે પણ લોકો યાદ કરેછે સાથે ચાહકોને પૂરા દિલથી વધાવ્યો પણ ખરો, અને અલ પસિનો ફરી એકવાર એકેડેમી એવોર્ડમાં નામાંકિત થયા હતા.

ધ ગોડફાધર ટ્રાયોલોજીના ત્રીજા અને અંતિમ હપતામાં, માઇકલ કોર્લિઓન તરીકે અલ પસિનોની વાર્તા વસ્તુઓનો અંત લાવે છે અને કોર્લીઓન પરિવારનો પિતૃશક્તિ બનીને. તે પોતાના વારસો જૂના ગુનાહિત સામ્રાજ્યને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરે છે. ગોડફાધર ફિલ્મના માયકલના પાત્રના લગભગ પચાસ વરસના પિરિયડ અને તેના ત્રણ શ્રેણીમાં પથરાયેલ અભિનય જોતાં, કોઈ પણ દર્શક અલ પસિનોએ ભજવેલ માઈકલના પાત્રમાં વખતો વખત ઉમર અનુસાર આવતી પાકટતાની કોઈ પણ નોંધ લીધાવગર રહી ન શકે. આ ફિલ્મ ઓસ્કારના સાત એવોર્ડ માટે નોમિનેટ થયેલી હતી.

અમુક ફિલમ અને પાત્રો ડાયરેક્ટર ઉપસાવતા નથી, પણ આવા પાત્રો આપોઆપ બની, દંતકથા બની જતાં હોય છે અને, સાંપ્રત સમાજ નું સતત માર્ગદર્શન કરતાં રહે છે. અલ પસિનોએ ગોડફાધર ફિલ્મમાં ભજવેલું માયકલનું પાત્ર તેમાંથી બાકાત નથી.તેના દ્વારા બોલાયેલા નીચેના ડાયલોગો આજે પણ લોકો જીવન જીવવાના સહારા માટે અનુસરેછે.

“તમારા શત્રુઓને કદી નફરત ન કરો. તે તમારી કામગીરીને અસર કરી શકે છે. "“મારા પિતાએ મને ઘણી વસ્તુઓ શીખવી હતી. તેઓ કહેતા હતા કે : તમારા મિત્રોને ભલે નજીક રાખો, પરંતુ તમારા શત્રુઓને મિત્રો થી પણ વધારે નજીક રાખો. ”“તમે નિર્દોષ છો તે મને વારંવાર કહો નહીં,. કારણ કે તે સાંભળી મને મારી અક્કલનું અપમાન થતું હોય તેમ લાગેચે, જે મને ખુબજ ગુસ્સો કરવા પ્રેરે છે. સદીમાં જૂજ જ્ન્મ લેતા અભિનેતા અલફ્રેડો જેમ્સ પસિનો, અલ્પ્સીનોના નામથી પરિચિત અભિનેતાનો જ્ન્મ 25 એપ્રિલ, 1940 થયેલો હતો. પાંચ દાયકાથી વધુની કારકીર્દિમાં, તેમને ઘણા એવોર્ડ અને નામાંકનો મળ્યા, જેમાં એકેડેમી એવોર્ડ, બે ટોની એવોર્ડ, અને બે પ્રાઈમટાઇમ એમી એવોર્ડ્સનો સમાવેશ છે. એક્ટિંગનો ટ્રિપલ ક્રાઉન પ્રાપ્ત કરનારા કેટલાક કલાકારોમાં તે એક છે. તેમને એએફઆઈ લાઇફ એચિવમેન્ટ એવોર્ડ, સેસિલ બી. ડિમિલ એવોર્ડ અને નેશનલ મેડલ AFI આર્ટ્સથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.આજે તેઓ એંસી વરસની ઉમરે પણ સક્રિય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Classics