STORYMIRROR

Bhavana Socha

Classics Fantasy

3  

Bhavana Socha

Classics Fantasy

માયાનગરી

માયાનગરી

2 mins
189

એક જાદુઈ નગર હતું. આ નગરની વિશેષતાઓ ઘણી બધી હતી. તેની વિશેષતાઓના લીધે જ તે જાદુઈ નગરનું નામ માયાનગરી પડ્યું હતું. ત્યાં બધું જ બીજાને દેખાતા ભૂલ ભુલામણી વાળું લાગે. આ નગરમાં પાણી દેખાય ત્યાં રસ્તાઓ હોય. અને રસ્તાઓ દેખાઈ ત્યાં પાણી હોય. મેઘ ધનુષ્ય દેખાય ત્યાં રંગીન ધરતી હોઈ અને ધરતી હોઈ ત્યાં મેઘધનુષના સાત રંગો દેખાય. મહેલ દેખાય ત્યાં ખુલો પટ હોય અને આખો પટ દેખાઈ ત્યાં મહેલ હોય. નદી હોઈ ત્યાં વાદળો દેખાઈ અને વાદળો હોઈ ત્યાં નદી દેખા . આવું અદ્દભૂદ જાદુઈ નગર હતું.

આ નગરમાં બધા ખુશીથી રહેતા હતા. એક બીજા હળી મળીને રહેતા હતા. સૌના મોઢા ઉપર ખુશીની રેખાઓ હતી. અને આ માયાનગરી રાજા પણ ખૂબ દયાળુ અને પ્રેમાળ હતા.આ રાજાને એક રાજકુમારી હતી. રાજકુમારી ખૂબ જ સુંદર હતી. તે રાજકુમારી હોશિયાર પણ હતી. આ નગરમાં તેની વિશેષતાઓના લીધે જાદુની સ્પર્ધાઓ થતી અનેક વખત. સૌથી સારું જાદુ કરનાર વ્યક્તિને ઇનામ આપવામાં આવતું. 

એક વખત રાજા પોતાના રૂમમાં એકાંતમા ખુરશી પર બેસેલ હોય છે તો રાણી તેને કહે છે કે 'તમે કંઈક ચિંતામાં લાગો છો એવા તમારા મોઢાના હાવભાવ કહે છે.' રાજા કહે રાણીને કે 'હા તમારી વાત સાચી છે હું આપણી આ ફૂલ જેવી રાજકુમારીના લગ્નની ચિંતામાં છું. મારી આ રાજકુમારીને કોની સાથે પરણાવું જેથી મારી દીકરીને કંઈ વાતની ખોટ ન રહે.' રાણી રાજાને કહે છે 'એ તો ભાગ્યમાં હશે તેમ જ થશે. તમે ચિંતા ન કરો એના માટે આપણે સારો વર મળી જશે. શાંતિ રાખો. રાજા સુઈ જાય છે.' 

બીજે દિવસે નગરમાં કોઈક અજાણ્યો યુવક આવી ચડે છે. આ યુવક બાજુના એક નગરનો જ રાજકુમાર હોઈ છે. આ રાજકુમાર જાદુમાં માહિર હોઈ છે. તે માયાનગરીમાં આવી ત્યાં દરવાજે જોવે છે એક મોટું પાટિયું ત્યાં લખેલ હોય છે કે માયાનગરીમાં તમારું સ્વાગત છે. આ જોઈ રાજકુમાર હરખાઈ જાય છે તે પોતાના જાદુથી માયાનગરીના લોકોને પ્રભાવિત કરે છે. આ વાત ઊડતી ઊડતી રાજા પાસે આવી ચડે છે કે કોઈક નવ યુવક છે કે નગરમાં કોઈક નવયુવક આવ્યો છે જે જાદુમાં ખૂબ જ નિપુણ છે. આથી રાજા તેને મહેલમાં બોલાવે છે. ત્યાં જ મહેલમાં એક ઘટના ઘટે છે. એક પંખી ઘાયલ અવસ્થામાં ઉડીને આવે છે. ત્યારે રાજકુમાર કોઈ પણ વાત વિચાર્યા વગર તે પંખીને હાથમાં લઈ તેની સેવા કરવા લાગી જાય છે. રાજકુમારનો નિઃસ્વાર્થ પ્રેમ જોઈ રાજાનું હૃદય પીગળી જાય છે. તે રાજકુમારને કહે છે. હું મારી રાજકુમારીના લગ્નવ તારી સાથે કરાવવા માંગુ છું બોલ તું કરીશ. ત્યારે રાજકુમાર કહે છે કે હા રાજકુમારીને કંઈ વાંધો ન હોય તો હું ત્યાર છું લગ્ન કરવા માટે.બંનેના લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે. ને બધા હસીખુશીથી બંનેને વિદાય આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics