STORYMIRROR

Bhavana Socha

Inspirational

3  

Bhavana Socha

Inspirational

વૃક્ષ એ જ જીવન

વૃક્ષ એ જ જીવન

2 mins
239

એક સાઠ વર્ષના વૃદ્ધ દાદા હતા. તેઓ પોતાના વતનમાં દર વર્ષે આવતા. આમ તો દાદા અને તેનો પરિવાર શહેરમાં રહેતા પણ ઉનાળુ વેકેશન ગાળવા આખોય પરિવાર ગામડે જ આવતો. ગામડે દાદાને મકાન હતા. માસ્ત મોટું ફળિયું અને ફળિયામાં કેટલાય ઝાડવા હતા. આ ઝાડવાના લીધે ક્યારેય તેમને ઉનાળાની લૂનો આભાસ પણ ન થતો. ઉનાળામાં જાંબુ, કેરી રાયણ ખાવાની બધાને મજાજ પડી જતી. 

એક દિવસ દાદા એક મોટા ઘટાદાર વૃક્ષ નીચે બેઠા હતા. વૃક્ષની છાયા જોવો તો છત્રી હોય જાણે કુદરતીની. તે વૃક્ષ ખૂબ મોટું અને જૂનું પણ હતું. આશરે એ વૃક્ષ પાંત્રીસ વર્ષનું હશે. દાદા બેઠા હોય છે એ વૃક્ષની છાયામાં ત્યાં કેટલાક લોકો ત્યાં આવે છે હાથમાં એટલા હથિયારો લઈને. તે લોકો કઈ પૂછ્યા વગર એ વૃક્ષ ઉપર કુહાડીનો પ્રહાર કરવા જાય છે ત્યાં જ દાદા તેને રોકે છે કે,

"ભાઈ તમે આ વૃક્ષને કાપસો નહિ. કેમ કે આ વૃક્ષ ખાલી વૃક્ષ નથી પણ મારો જીવ છે. આ વૃક્ષને મેં મારા સંતાનની જેમ મોટું કર્યું છે. આને કાપસો નહિ."

આ સાંભળી પેલો વૃક્ષ કાપવાવાળો બોલ્યો "દાદા પણ આ વૃક્ષના પાળીયા બધાને ક્યાંય સુધી નળે છે ને આવતા જતા રાસ્તમાં પણ એની ડાળીઓની શાખા નડે છે. તો અને વળી આ વૃક્ષમાં કેટલાય જાનવર રહે. સાપને એવુ તો અમે આ વૃક્ષને આજે રહેવા જ નહીં દય."

દાદા એ લોકોને શાંત થવા કહે છે અને તે તેની વૃક્ષ સાથે જોડાયેલ વાત કહે છે, "કે તમને ખબર છે હું આ વૃક્ષને મારો જીવ કેમ કહું છું કેમ મેં આ વૃક્ષને છોડમાંથી ઉછેરી એક નાના બાળકની જેમ પાણી રેડી આજ આવડું કર્યું છે. ભલે હું શેરમાં હોવ તોય આ વૃક્ષ મને એની પાસે ખેચી લાવે છે. રહી વાત તેના પાળીયાની તો એ તો ગમે ત્યાં હવે નીકળવાના જ. એ એક વાતના લીધે એને કાપી થોડી નખાય. આ વૃક્ષનો છાંયડો ઉનાળામાં એરકનડીશનરનું કામ કરે છે. તેમજ પોતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ આપણે શુદ્ધ ઓક્સિજન આપે છે. આ વૃક્ષના ફળો આપણે માણસ ઉપરાંત પંખી પણ ખાય છે. રહી વાત જનાવરની તો એ તો બધે જ રહેવાના અમે પૃથ્વી બધાની છે આપણા એકની નહીં. વળી વૃક્ષો વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે. આમ જોવા જઈએ તો વૃક્ષ એ જ આપણું જીવન છે માટે આપણે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ અને આગલી પેઢીને પણ વૃક્ષો વિશે જણાવવું અને સમજાવવું જોઇએ જેથી આગલી પેઢીમાં વૃક્ષો વિશે જાગૃતિ આવે અને પૃથ્વી પર વૃક્ષોનું પ્રમાણ વધે."

આ સાંભળી વૃક્ષ કાપવા આવેલ લોકોની આંખમાં પાણી આવી જાય છે અને દાદાના પગમાં પડી કહે છે કે દાદા આજ તમે અમને મોટું પાપ કરતા રોક્યા છે ને તમે અમને સાચો રસ્તો બતાવ્યો છે . આજથી અમે તમને વચન આપીએ છીએ કે અમે પણ અમારા શરીરમાં શ્વાસ રહેશે ત્યાં સુધી વૃક્ષો વાવીશું, તેનું જતન કરીશું અને બીજાને પણ વૃક્ષો વિશે માહિતી આપીશું. ચાલો તો દાદા હવે અમે રાજા લઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational