STORYMIRROR

Bhavana Socha

Children

4  

Bhavana Socha

Children

શક્તિ બન્યો શક્તિમાન

શક્તિ બન્યો શક્તિમાન

2 mins
373

રામપુર ગામમાં એક શક્તિ નામનો દસ વર્ષનો છોકરો રહેતો હતો. શક્તિને ટી.વી જોવી,શક્તિમાનની અવનવી વાતો સાંભળવી ખૂબ ગમતી. શક્તિને કોઈ પણ પાત્ર નુંઅભિનય ખૂબ સરસ આવડતું હતું. શક્તિને ખાસ કોઈ બોલાવતું પણ નહીં નિશાળમાં પણ અભિનયના લીધે શક્તિ બધાના હૈયે સંભળાતું એક સ્પન્દન બની ગયો. દસ વર્ષ વીતે છે ને શક્તિ કોલેજ પૂરું કરી સરકારી નોકરીની તૈયારી કરે છે. બે વર્ષ ખૂબ મહેનત કરે છે. પરીક્ષાઓ ઘણી આવીને ગઈ પણ શક્તિ બધી પરીક્ષાઓમાં થોડા એવા માર્કસ માટે રહી જતો. આખરે તે કંટાળી ગયો બધાં સવાલોના જવાબો આપી આપીને કે તેને જોબ ક્યારે મળશે તે કમાતો ક્યારે થશે ? આવું બધું સાંભળી તે નિરાશ થઈ જાય છે અને પોતાની આવડત એને ભુલાય જાય છે.

શક્તિ ઘરે આવે છે તો તેના પિતા જોવે છે શક્તિને આ લોકોના ભાત ભાતના સવાલો કોરી ખાઈ છે. મારે તેના માટે કંઈક કરવું જોઈએ. ત્યારે શક્તિના પિતા શક્તિના બાળપણના મિત્ર કેતનને બોલાવે છે ઘરે.જેથી શક્તિનું મૂડ સારું થઈ જાય. 

કેતન શક્તિના ઘરે આવે છે. કેતન ચા પાણી પી શક્તિનું મૂડ સારું કરવાની બનતી બધી કોશિશ કરે છે. છેલ્લે કેતને કીધું કે મિત્ર તું પરીક્ષાઓમાં અમુક માર્કસથી રહી ગયો એ તો અફસોસ કેમ કરે છે મારી પાસે એક સુંદર તારા જેવું કામ છે અને મને એ પણ ખબર છે કે તું એ માટે મને ક્યારેય ના નહીં કહે. એ વાત સાંભળી તારું મૂડ તરત સારું થઈ જશે. શક્તિ કહે છે એવું તે શું છે વળી ? બોલને જલ્દી. ત્યારે કેતન શક્તિને છાપામાં આવેલ એક એડનું કહે છે જેમાં સારું અભિનય કરનાર માણસોની જરૂર છે.અને ખાસ તો ટીવી ઉપર શક્તિમાન શો ચાલુ થવાનો હોવાથી તેમાં શક્તિમાનનું પાત્ર ભજવવાનું છે.

આ સાંભળી શક્તિ ખૂબ ખુશ થઈ જાય છે ને કેતનની ગળે લાગી જાય છે. શક્તિ શક્તિમાનના અભિનયમા પસંદગી થાય છે. થોડાક જ દિવસોમાં ટી.વી ઉપર શક્તિમાન શો ચાલુ થાય છે . આ શો બાળકોનો મનપસંદ શો બની ગયો હતો. હવે બધા આ સીધા સાદા અને જેન્ટલમેન શક્તિને શક્તિશાળી શક્તિમાંન તરીકે ઓળખવા લાગ્યા.આમ શક્તિ શક્તિમાન બની ગયો


Rate this content
Log in

Similar gujarati story from Children