STORYMIRROR

Bhavana Socha

Others

3  

Bhavana Socha

Others

કોરોના મહામારી

કોરોના મહામારી

2 mins
126

રતનપુર ગામની પ્રાથમિક શાળામાં બે વર્ષ બાદ કંઈક અનોખી જ ચર્ચા થઈ રહી હતી. બધા બાળકો અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. બધા બાળકો સરના આવવાની રાહ જોતા હતા. ભાવિક સરને જોતા જ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા. કેમ કે આજે એમના સરને એ લોકો ઓનલાઈનમાંથી ઓફલાઇન 2 વર્ષે મળ્યા હતા. કેમ ભુલાય એ કાળને જેણે એ ફૂલ જેવા બાળકોનું રમવું, ભણવું, ખાવું, લોકો સાથે હળી મળી રહેવું બધું બંધ કર્યું હતું.

ભાવિક સાહેબ આવી બધા વિદ્યાર્થીને એમના હાલચાલ પૂછે છે અને કોરોના મહામારીની અસરો બાળકોના જીવનમાં શું શું થઈ ? ત્યારે પ્રેમ ઊભો થાય છે અને કહે છે કે સર એના માટે મારે કંઈક કહેવું છે. કોરોના મહામારી સિક્કાની બે બાજુ જેવી છે. જેમાં એના કેટલાક ફાયદાઓ થયા તો કેટલાક ગેરલાભ. કોરોનાના મહામારીના લીધે લોકોને સમજાયું કે કેદમાં રહેવું કેટલું અઘરું છે. તો આપણે જે પશું પંખીને આ રીતે કેદ કરી તેની વ્યથા સમજાવી ગયો આ કોરોના. નદીઓમાં, જાહેર રસ્તાઓ પર, હવાનું પ્રદૂષણ ઓછું કરતો ગયો આ કોરોના. કોરોનાએ થોડામાં વધુ જિંદગી કેમ જીવવી એ શીખવ્યું. કોરોના મહામારીના લીધે ઘણું નુકશાન ઓણ થયુ છે જેમ કે કેટલાય પરિવારો વેરવિખેર થઇ ગયા. કેટલાય પરિવારના સભ્યોને કોરોના ભરખી ગયો. કોરોનાના લીધે કેટલાય વિદ્યાર્થીનું ભણતર બગડ્યું. કોરોનાના લીધે બધાને સમજાયું ઓફલાઈન ભણતરનું મહત્વ. ત્યાં જ રાગીણી વચ્ચે બોલી ઊઠે છે કે સાહેબ કોરોના કાળે તો લાસોના ઢગલાઓ કરી દીધા હતા. મને ખબર છે મારા પડોસીના દીકરાનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું તેનો અંતિમસંસ્કારનો પણ વારો આવે એમ નહતો આવી હાલત થઈ હતી.

આમ પછી સર પ્રેમ અને રાગીણીને બેસાડી કહે છે કે વિદ્યાર્થીમિત્રો આ મહામારીઓના જવાબદાર કોણ છે ? આપણે જ માણસો બીજું કોઈ નહિ. એટલે હવેથી આપણે ભવિષ્ય માટે સાવચેત રહેશુંં અને ફરી આવી મહામારી ન સર્જાય તે માટે પગલાં ભરીશુંં. ચાલો ત્યારે હવે આપણે છૂટા પડીએ બાય બાય મારા વ્હાલા વિદ્યાર્થીઓ.


Rate this content
Log in