STORYMIRROR

Bhavana Socha

Others

3  

Bhavana Socha

Others

સ્વાર્થી ચહેરા પાછળનો ચહેરો

સ્વાર્થી ચહેરા પાછળનો ચહેરો

2 mins
178

બે બહેનપણી હતી. એકનું નામ વિધિ અને એકનું નામ વીણા હતું. બંને બહેનપણીઓ એક બીજાને મદદ કરતી હતી. વિધિ સ્વભાવે ભોળી હતી. વિધિને બીજાની મદદ કરવી ગમતી. વિધિ પોતાનું કામ છોડી બીજાના કામમાં લાગી જતી. વિધિ ક્યારેય પોતાનો સ્વાર્થ ના જોવે. વિધિને એના ઘરના લોકોએ ઘણી સમજાવી કે તું બધાની મદદ કરવી ને બીજાની સેવા કરવી આ બધું છોડી દે તને આમાં મળે છે શું ? વિધિ સત્ય બધાના મોઢે કહી દેતી હતી. વિધિને નવું નવું જાણવું અસત્ય સામે લડવું ગમતું હતું. વળી તે સત્યની લડાઈને પોતાની ફરજ પણ માનતી હતી. તે બધાને સમજાવતી હતી કે ભગવાને તમને આટલું સુંદર જીવન આપ્યું છે. બે હાથ બે પગ સુંદર શરીર આપ્યું છે તો આપણે આપણી ન્યાયની લડાઈ જાતે લડવી પડે ભગવાન તમને રસ્તો દેખાશે પણ યુદ્ધ તો જાતે જ લડવું પડશે. કેમ કે મહાભારમાં અર્જુન સાથે તો ભગવાન શ્રી કૃષ્ણ જાતે હતા. છતાં પણ અર્જુને યુદ્ધ તો જાતે જ લડવું પડ્યું હતું. તો આપણે પણ આપણું યુદ્ધ જાતે જ લડવાનું. અન્યાય સામે હંમેશા બોલવાનું. ને પર્યાવરણનું જતન કરવાનું કહેતી. વિધિ પર્યાવરણની ખૂબ મોટી ચાહક હતી. 

વિધિ જંગલ ખાતાની પરીક્ષા આપે છે જેમાં પ્રથમ મેરીટમાં વિધિ બે માર્ક્સ માટે રહી જાય છે પાસ થવામાં. આથી વિધિને થાય છે કે આગલી વખત મહેનત કરીશ આ વખતે હું બે માર્ક્સ માટે રહી ગઈ તો શું થયું. વિધિએ મહેનત કરી હતી પણ કહે છે ને કનસીબ અને મહેનત બંને ભેગા થાય ત્યારે તમને સફળતા મળે છે. પેલી બાજુ વીણાને વગર મહેનતે વિધિ કરતા 5 માર્ક્સ વધુ આવી જાય છે. તો વીણાને થોડો અહંકાર આવી જાય છે. ના કોઈ મેસેજ ના કોઈ વાતચિત આ જોઈ વિધિ સમજી જાય છે કે જે માણસને વગર મહેનતે મળે છે તે માણસ સ્વાર્થી જ બને છે. છતાં પણ વિધિ કઈ બોલતી નથી.

આખરે આ વાતને અઠવાડિયું વીતે છે. તો વિધિને ખબર નથી હોતી કે મેરીટ રિવાઇસ થયું છે ને તેનું નામ પાસ થયેલમાં આવી ગયું છે. વીણાને ખબર હોવા છતાં આ વાત વિધિને કહેતી નથી. આ વાત વિધિને સવારે ખબર પડે છે કે તે પાસ થઈ ગઈ છે તે વિણાને ફોન કરે છે કે એલી હું પાસ થઈ ગઈ. તો વીણા કહે મને તો સાંજની ખબર પણ મને એમ કે અમારે પાસ થયેલ લોકોને જ સુધારો થયો. આ વીણાના અવાજમાં પહેલા જેવી માસૂમિયત નતી. આ અવાજમાં કપટ હતું. ત્યારે વિધિ કહે છે કે વાહ માસૂમ ચહેરા પાછળ સ્વાર્થી ચહેરો મેં આજ જોયો. છતાં પણ વિધિ તેને બધું કહે છે કે આગળ શું કરવાનું અને શું નહિ.


Rate this content
Log in