STORYMIRROR

Bhavana Socha

Others

3  

Bhavana Socha

Others

વિવિધતામાં એકતા

વિવિધતામાં એકતા

2 mins
228

રોહિત ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. તેની નિશાળમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય છે. જે કાર્યક્રમની થીમ વિવિધતામાં એકતા હોય છે. રોહિત શાળામાં આ બધી વાતો મોટા ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી સાંભળતો હોઈ છે. રોહિત વિચારમાં પડી જાય છે કે આ તે કેવો કાર્યક્રમ હશે જેનું નામ વિવિધામાં એકતા રાખ્યું છે. તે સાંભળે છે કે કાલે બધાએ અલગ અલગ પહેરવેશમાં આવવાનું છે. બધાને અલગ અલગ ધર્મ અલગ અલગ જતી અલગ અલગ વિસ્તારના પહેવેશ પહેવાના છે આવી સૂચના એક વિદ્યાર્થી આપીને જાય છે. આ સાંભળી રોહિત વિચારોની ટ્રેનમાં ચડી જાય છે.

રોહિત શાળાએથી ઘરે આવે છે. ત્યારે રોહિત તેના દાદાને ઘરમાંથી શોધી બહાર લાવે છે ને કહે છે કે દાદા- દાદા આ વિવિધતામાં એકતા શુ હોય ? આજ મારી નિશાળે વાત થતી હતી. દાદા તમને ખબર છે કે અમને લોકોને કાલ બધાને અલગ અલગ કપડાં પહેરી જવાના છે આ બધું શુ હોય દાદા મને તો કઈ સમજાતું નથી. તમે મને સમજવશો ? દાદા રોહિતના માથે હાથ ફેરવી કહે છે કે જો દીકરા રોહિત તું જાણે છે કે આપણો દેશ ભારત વિવિધામાં એકતા ભરેલ દેશ છે. જ્યાં અનેક જાતિ અનેક ધર્મ પાળતા લોકો વસે છે છતાં પણ બધા એક અપરિવાર બનીને રહે છે. તને ખબર છે કે અલગ અલગ જાતિના લોકોનો પહેરવેશ અલગ અલગ હોય છે. જેમ કે દક્ષિણ ભારતમાં જઈએ તો ત્યાં સ્ત્રીઓ સાડી પહેરે છે જ્યારે પુરુષો લૂંગી અને ઝભ્ભો પહેરે છે. મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ મરાઠી સાડી , બંગાળમાં સ્ત્રીઓ બંગાળી આપણે ગુજરાતમાં અમુક જગ્યા પર જિમી કાપડું અને અમુક જગ્યા પણ સાડી પહેરે છે જ્યારે ભાઈઓ પેન્ટ સર્ટ પહેરે છે. આમ ધર્મના આધારે અલગ અલગ પહેરવેશ પહેરે છે. વળી બધાના ધર્મના તહેવારોના મહત્વ ઉજવણી પણ અલગ અલગ હોય છે. આમ ભારત દેશમાં ધર્મ, પહેરવેશ, તહેવારો, રીતભાત વગેરેમાં વિવિધતામાં એકતા હોવાથી આપણા ભારત દેશની એક આગવી ઓળખ છે દીકરા.

હવે તને સમજાયું કે કાલ તારી નિશાળે કેવાનો કાર્યક્રમ છે એ. રોહિત કહે છે કે દાદા હવે સમજાય ગયું. હરખાતો હરખાતો રોહિત બીજે દિવસે ભારતના તિરંગાના રંગોનો ઝભ્ભો અને ખમીસ પહેરી નિશાળે જાય છે. ને ત્યાં બધાને વિવિધતામાં એકતા વિશે ખૂબ જ વિસ્તૃતમાં માહિતી આપે છે.


Rate this content
Log in