માઉન્ટ ઍવરેસ્ટ
માઉન્ટ ઍવરેસ્ટ
સીતાપુર ગામ હતું. તેમાં પ્રકાશ નામે એક યુવક રહેતો હતો. તેણે પર્વતારોહણનો ખુબ શોખ હતો નાનપણથી જ. તે હંમેશા રમત ગમતમાં ભાગ લેતો હતો. તેની પર્વત ચડવાની પ્રબળ ઈચ્છા એને ઊંચા શિખરો તરફ આકર્ષિત કરી રહી હતી. તેની પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી પણ તેનો સાહસ ખૂબ મોટો હતો. પ્રકાશ વળી ભણવામાં હોશિયાર હતો. પ્રકાશ ભણતા ભણતા ખેતરમાં કાળી મજૂરી કરી પોતાનો ભણવાનો ખર્ચો કાઢતો. હવે એક વખત ગિરનાર પર્વતારોહણની સ્પર્ધા આવે છે એ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી. તે જાણ પ્રકાશને થાય છે. પ્રકાશ તેમાં ભાગ લે છે ને પ્રથમ પણ આવે છે. આ માટે પ્રકાશને મેડલ પુરસ્કાર સ્વરૂપે ઘણા ઈનામો મળે છે. પણ પ્રકાશનું તો સપનું હોય છે કે તે માઉન્ટ ઍવરેસ્ટ ચડીને પોતાના માં બાપનું નામ રોશન કરશે. પણ કહેવાયને કે ભાગ્યને થોડી કઈ આપણાથી બદલી શકાય. કર્મની કઠણાઈ માંડેલ હોઈ તેને થોડી બદલી શકાય.
એક દિવસની વાત છે કે પ્રકાશ ઘરે આવતો હોય છે ને અચાનક એક ફોરવિલ ફૂલ ઝડપે આવે છે ને પ્રકાશના બંને પગ ઉપર ચડાવી દે છે. ફોરવિલ સામે વૃક્ષમાં અથડાઈ રોકાઈ જાય છે. ને ફોરવિલ ભાંગીને ભુક્કો બોલી જાય છે. પેલા ભાઈ ફોરવિલમાંથી બહાર આવી કહે છે કે ભાઈ મને માફ કરો મારી ફોરવિલમાં બ્રેક ફેલ હતા તો આજ આવું થયું. તે તરત નજીકની હોસ્પિટલમાં પ્રકાશને ભરતી કરે છે હોસ્પિટલનો તમામ ખર્ચ પેલા ભાઈ જ આપે છે પણ ડોકટરે પ્રકાશને અને તેના ઘરનાવને જણાવ્યું કે પ્રકાશ હવે ક્યારેય નહીં ચાલી શકે. હવે પ્રકાશને આ વિલચેર ઉપર જ બેસવાનું છે. પ્રકાશ આ બધું સાંભળતો હોય છે છતાં પણ તે હિંમત નથી હારતો.
પોતે રાત દિવસ મહેનત કરે છે આખરે આ વાતને 5 વર્ષ વીતી જાય છે ને ફરી માઉન્ટ ઍવરેસ્ટ ચડવાની એક સ્પર્ધા આવે છે પ્રકાશ એમાં ભાગ લેવા માંગતો હોય છે પણ મનમાં મૂંઝવણ એ હતી કે મને ભાગ લેવા તો દેશેને મારી આ હાલત જોઈ એ લોકો ડરી તો નહીં જાય. પાંચ વર્ષે પ્રકાશ વિલચેરમાંથી ઊભો થઈ જમીન પર ચાલતો થયો. આ તો જાણે ચમત્કાર જ થયો એવું એના ઘરનાવને લાગતું હતું. પણ પહેલા જેવી સ્ફૂર્તિ હવે પ્રકાશના પગમાં ક્યાં હતી. છતાં તે માઉન્ટ એવરેસ્ટ ચડવાની સ્પર્ધામાં ભાગ લે છે. ને તે સ્પર્ધામાં પ્રથમ પણ આવે છે ને પોતાના માં બાપ અને કુટુંબ ગામનું નામ રોશન કરે છે. પ્રકાશના નામની ગુંજ આખા ગુજરાતમાં થવા લાગી ખાલી ગુજરાત જ નહીં પણ આખા ભારતમાં પ્રથમ માઉન્ટ ઍવરેસ્ટ ચડનાર અને પ્રથમ આવનાર પ્રકાશ થયો એટલે. કહેવાય છે ને કે કોશિશ કરવાવાળાની ક્યારેય હાર ન'તી થતી.
