સૂરજ થયો સફળ
સૂરજ થયો સફળ
સૂરજ, રાજુ અને રોહન ત્રણેય નાનપણથી જ સાથે ભણતા હતા. સૂરજ ખૂબ જ હોશિયાર હતો. તે ક્યારેય કોઈ પણ વ્યક્તિને હાનિ થાય એવું કે કોઈની મસ્તી ના કરતો. સૂરજનું નામ એવા જ એના ગુણ. સૂરજ બીજાને હમેંશા મદદ કરતો. આથી બધાને સૂરજનું કામ અને સ્વભાવ બહુ જ ગમતો હતો પણ કહેવાયને કે બધા સારું જોઈ ન શકતા હોય. તેના જ બાળપણના સાથીઓ રાજુ અને રોહન સૂરજની પ્રસંસા સાંભળી ન શકતા. તેઓ હંમેશા સૂરજને નીચો દેખાડવાના કામ કરતા. રાજુ અને રોહનની રાક્ષસી બુદ્ધિથી સૂરજ પરિચિત હતો પણ તે ક્યારેય કાંઈ કહેતો નહીં. સૂરજ હંમેશા પોતાની પ્રગતિના કામમાં ધ્યાન આપતો.
સૂરજને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ આ જોઈ રાજુ અને રોહનને ઇર્ષા થઈ. તેઓએ નક્કી કર્યું કે તેઓ રાજુને પહેલા દિવસે નોકરી ઉપર જવા નહીં જ દે અને તેને નોકરીમાંથી કઢાવીને જ રહેશે. તેઓ સૂરજની ગાડીમાં પંચર કરી દે છે. સૂરજને હેરાન કરવા માટે તેઓ કંઈ પણ કારનામાં કરે છે. સૂરજ નોકરી પર જવા તૈયાર થાય છે ગાડી પાસે આવી જુવે છે તો ગાડીમાં પંચર જોવે છે. તે પંચર જોઈ રીક્ષા પકડી ઓફીસ પહોંચવા માટે પ્રયત્ન કરે છે નોકરીનો પહેલો દિવસ હોવાથી તેને વહેલા પહોંચવું હતું. પણ સમય સાથે ન હોય તો કોનું ચાલે તેમાં. સૂરજ રિક્ષામાંથી ઉતરે છે ત્યાં કંઈક વસ્તુનો પડવાનો અવાજ આવે છે. આ વસ્તુ બીજું કાંઈ નહિ પણ કોઈકનું પર્સ હતું. પાકીટ જોતા તેમા એક સોનાની ચેન અને 50 હજાર રૂપિયા હતા અને જરૂરી કેટલાક કાગળો હતા. આ જોઈ સૂરજ તે ડોક્યુમેન્ટ પરથી તે પર્સના માલિકનું સરનામું મળી જાય છે. પણ તે પહેલાં ઓફિસ જવાનું જ્યાં વિચારે ત્યાં જ તેને પહોંચવામાં મોડું થઈ ગયું હોવાથી કંપની તેને નોકરી ઉપરથી કાઢી મૂકે છે. પરંતુ તે નિરાશ નથી થતો અને કહે છે કે જે થશે તે સારું થશે. હું બીજે મહેનત કરીશને નોકરી લઈશ. ત્યાં તેને પહેલું પર્સ યાદ આવે છે તે પર્સ પરત કરવા માટે તે પર્સના માલિક પાસે જાય છે.તે પર્સ જોઈ તે પર્સના મલિક હરખાઈ જાય છે. તે સૂરજનો ખૂબ આભાર માને છે. અને તેને ચા નાસ્તો કરવા બેસાડે છે. તે માલિક તેને સૂરજને પોતાના વિશે જણાવવા માટે કહે છે. ત્યાં સૂરજ કહે છે કે મને એક જગ્યાએ જોબ હતી પણ મને ત્યાંથી કાઢી મુકવામાં આવ્યો. આ સાંભળી તે પર્સના માલિક તેને કહે છે કે તારે હવે ક્યાંય જવાની જરૂર નથી. હું તને આજથી જ મારી કંપનીમાં તને નોકરી આપું છું અને સારા એવા પગાર સાથે. મને તારા જેવો ઈમાનદાર માણસ ક્યાંય ન મળી શકે. સૂરજને આ નોકરી મળતા સૂરજ ખૂબ ખુશ થઈ જાય છે.તેની કંપનીમાં નોકરી મળતા કંપનીને ઘણો નફો થાય છે અને તે કંપની વિશ્વની પાંચ કંપનીઓમાં સ્થાન મળે છે. અને સૂરજને તેના કામ માટે એવોર્ડ અને ટ્રોફી મળે છે.
કોઈ આપણે ગમે તેટલું પછાડવાનું કરે પણ આપણી ઈમાનદારી, સત્ય અને નિષ્ઠા આપણે પ્રગતિના પંથે લઈ જાય છે એક દિવસ.
