ભૂતિયાળ હવેલી
ભૂતિયાળ હવેલી
વસંતપુર નામે એક ગામ હતું, આ ગામમાં એક ખૂબ વિશાળ અને આલીશાન રાજા રજવાળા વખતની હવેલી હતી. આ હવેલીના મલિક તો બહાર હતા શહેરમાં તેઓ ક્યારેય હવેલી પર જતાં પણ નહીં.આ હવેલી ઉપર ઘણા લોકોની નજર હતી. પરંતુ આ હવેલી આજુ બાજુ કોઈ ફકતું પણ નહીં. કેમ કે જેવા તેવા લોકોની હિંમત હવેલી અંદર જવાની ન થતી. અને જો કોઈ ભૂલથી પણ અંદર જઈ આવે તો તે પાછું આવે ત્યારે એના મોઢાના હાવ ભાવ જ બદલાઈ ગયા હોય. આખા ગામમાં એક જ વાત થતી હોય છે કે આ હવેલીનું નામ પડતા જ લોકો ડરી જાય છે.
એક વખત રાજુ અને તેની ટીમ હવેલીમાં ભૂત થાઈ છે એવી રોચક વાત સાંભળતા ગામની મુલાકાતે આવે છે. તે એ હાવીની જ મુલાકાત લેવા માંગતા હોય છે. ત્યાં ગામ લોકોને તે પૂછે છે તો ગામ લોકો કહે છે કે બેટા ત્યાં ન જવાય ત્યાં ગયા પછી માણસ ગાંડું થઈ જાય છે ત્યાં ભૂત થાય છે. જે રીતે અમે સાંભળ્યું છે કે ત્યાં એક માથા વગરનું ઉપર કાળો પોશાક ઓઢીને ફરે છે જેને હવેલીમાં કોઈ જાય તે ગમતું નથી. અને તે પૂનમની રાતે તો વધુ શક્તિશાળી હોય છે .આ બધું સાંભળી રાજુ અને તેના ટિમ મેમ્બરને અહીંયા જવાની વધુ ઈચ્છા જાગે છે. તેઓ હિંમત કરી હવેલીમાં રાતે પ્રવેશ કરે છે. એક તરફ શિયાળાની મીઠી કડકડતી રાત હતી. ચંદ્ર પણ પૂનમનો મસ્ત મજાનો ચમકતો હતો. ઘુવડ અને તમરા બોલતા હતા. આ જોઈ ખરેખર ડરી જ જવાય પણ રાજુ અંદર હવેલીમાં જુએ છે કે એની સામેની બાજુ એના કદ કરતા 4 ગણું મોટું કોઈ અજુગતું જીવ ઊભું છે જેને કાળા પગથી લઈ મોઢાને કાળા પોષકથી ઢાંકયો છે. રાજુ એકીટશે એને જોઈ જ રહ્યો હતો. ત્યાં જ એ ભૂતે કહ્યું કે જીવ વહાલો હોય તો ચાલ્યા જાવ મારી હદમાંથી બાકી હું કોઈને નહિ છોડું.
રાજુ આ બધું જોઈ અને સાંભળી રહ્યો હતો. રાજુ પણ હિંમત વાન અને બુદ્ધિશાળી હતો. રાજુએ એક નજરતી જોતા તેને કેટલાક બીજા લોકોનો અવાજ અને એમ રૂમની લાઈટ ચાલુ જણાય છે ત્યારે રાજુ સમજી જાય છે કે અહીંયા કંઈક તો છે જે લોકોને ડરાવવા રાખવામાં આવ્યું છે બાકી અહીંયા કોઈ ભૂત નથી હું જાણું છું. તે એ બાજુ જતો જ હોય ત્યાં ફરી અવાજ આવે કે આવ્યો ત્યાંથી જતો રહે બાકી જીવતો નહિ જાય. છતાં પણ રાજુ તે રૂમ બાજુ આગળ વધી જય જુવે તો ત્યાં જુગાર રમાતો હોય છે , આ જોઈ રાજુ આશ્ચર્ય થઈ જાય છે તરત રાજુને વિચાર આવે છે કે પેલું 4 ગણું કદ અને પેલો અવાજ કોનો છે ત્યારે તે હવેલીમાં રહેલ પ્રોજેક્ટર અને સાઉન્ડ ઉપર તેની નજર પડે છે તે આખી રમત સમજી જાય છે. અને રાજુ મોકો જોઈ પોલીસને આ બાબતે જાણ કરે છે કે ગામની જ એક ટોળકી આ હવેલીમાં જુગાર રમવા માટે થઈ લોકોમાં એક અંધવિશ્વાસ ફેલાવી રહ્યા છે કે અહીંયા હવેલીમાં ભૂત છે. પણ એવું કંઈ જ છે નહિ ત્યાં જ પોલીસ હવેલીએ આવી જાય છે બધા ભાગવાનો પ્રયત્ન કરે પણ કોઈ ભાગી શકતું નથી. બધા ગામ લોકો રાજુ અને તેના મિત્રોનો આભાર માને છે ને બધા છુટા પડે છે.

