જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
વડનગર ગામમાં રાજુ નામનો એક છોકરો રહેતો હતો. રાજુ ખૂબ નાનો હતો. રાજુ ધોરણ 2 માં ભણતો હતો. રાજુને તો નિશાળેથી આવીને રમવાનું કામ હતું. આખા ગામમાં રખડે. બીજા તેના મિત્રો સાથે પૈડું ફેરવે, થપ્પો દાવ રમે.
એક દિવસ રાજુ નિશાળેથી આવી થેલો બાજુમાં મૂકી સ્કૂલ યુનિફોર્મ બદલી તેના મિત્રો સાથે રમવા જાય છે.ત્યાં તે માટી ખોદી ઘર બનાવવાનું રમતા હોય છે. એવામાં રાજુને તેમાંથી એક કીટલી જેવું વાસણ મળે છે. આ જોઈ રાજુને એના દાદાએ કહેલું યાદ આવે છે દાદાજી જાદુઈ ચિરાગની વાત કરતા હતા આ તે તો નહિ હોય ને. રાજુના મોઢા ઉપર સુંદર સ્માઈલ આવે છે. એ ચિરાગની હાથમાં લઈ તે ચિરાગને હાથ વડે ઘસવા લાગે છે ત્યાં એ ચિરાગમાંથી સફેદ ધુમાડો નીકળવા લાગે છે. આ જોઈ બધા ચકિત થઈ જાય છે.
ધુમાડા શાંત થતા જોવે છે કે તેમાંથી એક સુંદર જીની બહાર આવે છે અને રાજુને કહે છે કે શુ હુકમ છે મારા માટે. આ જોઈ રાજુને તો પહેલી વાર આ સપનું લાગતું હોય છે પણ પછી એનો મિત્ર તેને ચિટીઓ ભરે છે ને કહે છે કે રાજીયા આ સપનું નથી હકીકત છે. ત્યારે રાજુ તેને કહે છે કે અમારા ગામમાં એક સુંદર તળાવ નથી તો એ બનાવી આપોને. પછી રાજુ કહે છે કે મારા ગામમાં એક સુંદર બગીચો બનાવી આપો કે જેથી અમે મિત્રો ત્યાં રમવા જઈ શકીયે. આ સાંભળી જીની બોલી કે હા મારા માલિક જરૂર તમે કહેશો તેમ જ થશે પણ મારી એક શરત છે તો જ હું કરી શકીશ આ બધું જો એ માન્ય રહેશે તો. તે બાગ બગીચાનું જતન કરવાનું અને વૃક્ષોનું રક્ષણ અને જતન તમે લોકો હંમેશા કરશો. અને તળાવના પાણીનો સદુપયોગ કરશો. ત્યારે રાજુ અને તેના મિત્રો તેને વચન આપે છે કે અમે આ બધી જ જગ્યાઓનું જતન કરીશું અને તળાવના પાણીનો સદઉપયોગ કરીશું. આખરે પલક જપકતા જ આ બધું ગામમાં થઈ ગયું અને જીની રાજુને બાય બાય કહું ફરી ચિરાગમાં ચાલી ગઈ. આ વાતથી રાજુ અને તેના મિત્રો ખૂબ ખુશ હતા. અને ફરી તે ચિરાગ જે જગ્યાએથી મળે છે ત્યાં જ મૂકી આવે છે.
