STORYMIRROR

Bhavna Bhatt

Classics Drama

3  

Bhavna Bhatt

Classics Drama

"લોભ ને ક્ષોભ"

"લોભ ને ક્ષોભ"

1 min
11.3K


લોભ મને બરાબર ફાવે. તેનો જરીય ક્ષોભ હોય તેવી રેખા ચહેરા પર કરચલી રુપે નિહાળવા ના મળે. લોભ કરતાં અમારી ખુદની ઈમાનદારી, પ્રમાણિકતા, ખુદને થતા નુકશાનોને વિસરી જઈએ છીએ. અરે, આપણા પછીની પેઢીને ફાયદા-લાભ મળેની ગણતરી કરતા જ નથી. દરેક વાતમાં ને બાબતમાં બસ, અન્યની વાત પર નિર્ભર રહેવું શીખ્યા છીએ. અભણ વ્યક્તિ દૂરંદેશીમાં સિમિત રહે સમજાય કિંતુ ધંધાને ઉંચાઈ પર લઈ જનાર દ્રષ્ટિ રાખનાર નજરઅંદાજ કરે તે લોભ જ.

મારે તો પરોપકારી ન બનું, કાંઈ વાંધો નહી કિંતુ જે પરોપકાર કરે છે, જીવન સમર્પણ કરે છે તેમને સમજુ તે પળોને વિશિષ્ટને વરિષ્ઠ રાખવા સાથે તેનું માન, સન્માન સચવાય તેવી જીવન પ્રણાલિ રાખીયે તે જ માણસાઈ. હું કોઈ ને નડુ નહીં અને બીજા ને ફાયદો કરાવી શકું એ જ મારો લોભ. અને કોઈનું દુઃખ જોઈને મારામાં દયા ન જાગવી એ મારો ક્ષોભ.....


Rate this content
Log in

Similar gujarati story from Classics