લાગણીનો સંબંધ
લાગણીનો સંબંધ
લાગણીભર્યા સંબંધો અને લોહીના સંબંધોની વાત જ અલગ હોય છે. અહીં વાત છે રામચરણની. જે સાઈકલ રીપેરીંગનું કાર્ય કરે છે. નાનકડા ઘરમાં તે પોતાનું જીવન પસાર કરે છે. રામચરણના જીવનમાં એક મોટો ફેરફાર આવવાનો છે, જેની તેને ખબર નથી.
" પપ્પા મને પણ લઈ જાઓ." કહેતા એક ચાર વર્ષની છોકરી જેનિફર બોલી.
" ના તારું ત્યાં કંઈ કામ નથી. તું મમ્મી પાસે રહે અને નાના ભાઈ સાથે રમ. " કહી તેના પપ્પા બહાર ચાલી ગયા. રાતનો સમય હોવાથી ખૂબ અંધારું અને પેલી પપ્પાની પાછળ પાછળ ચાલી ગઈ. તેના પપ્પાને જાણ નહોતી કે પેલી પાછળ છે. તેઓ આગળ નીકળી ગયા.
પેલી પપ્પાને શોધવા બીજા રસ્તે પહોંચી ગઈ. તેની મમ્મીને લાગ્યું કે જેનિફરને તેના પપ્પા લઈ ગયા.
સવાર પડી ત્યારે જેનિફર એક ટ્રકમાં હતી. તેની આજુબાજુ માણસો હતા. પેલી ' મમ્મી મમ્મી ' કહી રડવા લાગી. ટ્રક ઊભો રહેતાં પેલી ટ્રકમાંથી ઉતરી ભાગી ગઈ. કારણકે ત્યાં રહેલા બે માણસો તેને ઉપાડી જવા માટે પ્રયત્નો કરતાં હતાં.
" જેનિફર ક્યાં ગઈ ? " તેની માઁએ કહ્યું.
" ઘરે જ હશે, મારી સાથે નથી આવી એ. . . "
" તમારી પાછળ તો ગઈ હતી. ક્યાં ગઈ ? " પેલી રડવા લાગી. આખા ગામમાં તેઓ જેનિફરને શોધવા લાગ્યા.
જેનિફર બીજા ગામ પહોંચી હતી. ત્યાં રામચરણએ તેને જોઈ. તેને પેલીની ચિંતા થવા લાગી.
" શું નામ છે બેટા ? "
" જેની " કહી રડવા લાગી. રામચરણએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આખા ગામમાં ખોવાઈ ગયેલ બાળકીના પોસ્ટર લગાવ્યા. પરંતુ તેના માતા-પિતા મળ્યા નહીં. છેવટે રામચરણ પોતે તેના પાલક પિતા તરીકે સંભાળ રાખવા લાગ્યો. જેનિફર થોડા સમયમાં તેના માતા-પિતાને ભૂલી ગઈ અને રામચરણને પિતા કહેવા લાગી.
રામચરણ તેને પિતા તરીકે બધી સગવડ કરી આપતો. તેની ખૂબ ધ્યાન રાખતો. સમય વિતતો ગયો. આજે જેનિફર આઠ વર્ષની થઈ ગઈ અને બંને વચ્ચે અતૂટ લાગણી સ્થાપિત થઈ ગઈ.
એક દિવસે અચાનક જેનિફરના માતા-પિતાને જાણ થઈ કે તેની દીકરી રામચરણ પાસે છે. કોર્ટમાં કેસ ચાલ્યો. આમાં જીત લાગણીભર્યા સંબંધ એટલે કે રામચરણની થઈ. જેનિફર પણ તેના માતા-પિતાને ભૂલી ગઈ હતી.
આ બધા સંસ્કાર વારસાગત આપણને મળે છે, કાં તો આપણો ઉછેર કંઈ પરિસ્થિતિમાં થયો તેના અનુભવથી આપણે જીવીએ છીએ.
