STORYMIRROR

જુલી સોલંકી ' સચેત '

Abstract Inspirational Others

3  

જુલી સોલંકી ' સચેત '

Abstract Inspirational Others

વતનથી વિદાય થતાં

વતનથી વિદાય થતાં

1 min
202

હાથમાં મોટો કપડાંનો થેલો, માથે પાઘડી પહેરેલી 'ને આ ગામડાના પહેરવેશમાં હું રાજકુમાર લાગતો હતો. આયખું બાળપણ અહીં જ વીતાવેલું. મારું વતન ખરેખર ! સ્વર્ગ જેવું. આના જેવી શાંતિ શહેરમાં ક્યાંથી મળે ? 

" બસ ! ભગવાનજી હવે જશો ? " બાજુમાં ઊભેલો મારો નાનકડો ભાઈ બોલ્યો. એના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. " ( તેના ખભા પર હાથ મૂકીને ) મારા લાડલા, મારો ગણવેશ તને ખ્યાલ છે ને ? દેશ માટે કંઈ પણ કરી છૂટવાની જુસ્સો લોહીમાં ભળી ગયો. " સમજાવતાં કહ્યું. 

" ભાઈ, તમે વર્ષમાં, ક્યારેક તો બે-ચાર વર્ષે પણ પરત નથી દેખાતાં. ક્યારેક ડર બેસી જાય છે. " ભગવાનજીના ભાઈએ કીધું. 

ભગવાનજી પણ મૂંઝાઈ બેઠાં. કેવી રીતે સમજાવું ? વિચારતા બોલવાનું શરૂ કર્યું, " વતનથી વિદાય થતાંની વેદના પણ વસમી લાગે છે. મારા પરિવાર પ્રત્યે મને અપાર અતૂટ પ્રેમ અને લાગણી છે; પરંતુ દેશભક્તિના રંગે રંગાઈ જવાની મઝા જ અલગ છે. એનાથી હૃદયને ટાઢક વળે છે. " આ સાંભળી બંને ભેટી પડ્યાં. ભગવાનજી વતનથી વિદાય થયા. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract