જુલી સોલંકી ' સચેત '

Others

4.0  

જુલી સોલંકી ' સચેત '

Others

પંક્તિ, ઊઠ

પંક્તિ, ઊઠ

1 min
161


પંક્તિ રસ્તા પર આમતેમ ફરતી હતી. ભીડવાળી જગ્યામાં જાણે ગૂંગળામણ અનુભવાઈ રહી. લોકો એકબીજાની સાવ નજદીકથી પસાર થતા નજરે ચડ્યા. પોલીસ કર્મચારીઓ મુક્તપણે ચોકીમાં પોતાનું રોજિંદુ કાર્ય પૂર્ણ કરવા મથ્યા હતાં. બાળકો શેરીએ શેરીએ સંતાકૂકડીની રમત રમી રહ્યા હતા.

પંક્તિને વિચાર આવ્યો કે, " નિરોગી, મારું ગામ કેટલું સુંદર લાગી રહ્યું છે. " કહેતાં જ ચહેરા પર સ્મિત છલકાઈ જતું. અચાનક કોઈકનો અવાજ કાને પડ્યો,- " પંક્તિ ઊઠ. સવાર પડી ગઈ. તૈયાર થઈને નવો માસ્ક ખરીદી આવજે. " ઊઠતાં જ હું આશ્ચર્યમાં પડી ગઈ. મનમાં બબડ્યા કર્યું કે, " કોરોના વિનાની સવાર ક્યારે પડશે ? " 


Rate this content
Log in